અમદાવાદ : રાજ્યમાં (Gujarat) છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના (Coronavirus)1221નવા કેસ નોંધાયા છે. જેની સામે 1456 દર્દીઓ સાજા થયા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોવિડ-19 (Covid19)ના કારણે 10 દર્દીઓના મોત થયા છે. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 3560 થયો છે. 24 કલાકમાં સૌથી વધુ સુરતમાં (SURAT Coronavirus updates) 252 કેસ નોંધાયા છે. રાજ્યમાં કોરોનાના કુલ કેસ 150415 નોંધાયા છે. જેમાંથી એક્ટિવ કેસ 15,958 છે. આજે રાજ્યમાં કુલ 51,228 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યમાં સાજા થવાનો દર 87.02 ટકા છે.
આરોગ્ય વિભાગે આપેલી વિગતો પ્રમાણે રાજ્યમાં નવા નોંધાયેલા કેસમાં સુરતમાં 252, અમદાવાદમાં 176, રાજકોટમાં 124, વડોદરામાં 119, જામનગરમાં 96, ગાંધીનગર,જૂનાગઢમાં 37-37, મહેસાણામાં 35 સહિત કુલ 1221 કેસ નોંધાયા છે.
આ પણ વાંચો - જોઈ લો આ લેટર, આવા સ્કૂલ સંચાલકોનું શું કરવું જે સરકારને પણ ગાંઠતા નથી
રાજ્યમાં કોરોનાના કારણે 10 દર્દીઓના મોત થયા છે. જેમાં અમદાવાદમાં 4, સુરતમાં 3, ગાંધીનગરમાં 2 અને રાજકોટમાં 1 દર્દીનું મોત થયું છે. બીજી તરફ સુરતમાં 301, અમદાવાદમાં 205, કચ્છમાં 181, રાજકોટમાં 138, જામનગરમાં 106 અને વડોદરામાં 64 સહિત કુલ 1456 દર્દીઓએ કોરોના વાયરસને મ્હાત આપી છે.
રાજ્યમાં અત્યારે કુલ 15,958 દર્દીઓ એક્ટિવ પેશન્ટ તરીકે દાખલ છે, જેમાં 81 દર્દીઓ વેન્ટીલેટર પર છે. રાજ્યમાં 15,877 દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યમાંથી અત્યાર સુધીમાં 130897 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે