કોરોના વાયરસ : રાજ્યમાં નવા 372 પોઝિટિવ કેસ નોંધાયા, 24 કલાકમાં 608 દર્દી ડિસ્ચાર્જ

News18 Gujarati
Updated: May 29, 2020, 8:32 PM IST
કોરોના વાયરસ : રાજ્યમાં નવા 372 પોઝિટિવ કેસ નોંધાયા, 24 કલાકમાં 608 દર્દી ડિસ્ચાર્જ
પ્રતિકાત્મક તસવીર

રાજ્યમાં કોરોના વાયરસના કારણે છેલ્લા 24 કલાકમાં 20 દર્દીનાં મોત થયા

  • Share this:
અમદાવાદ : રાજ્યમાં કોરોના વાયરસનો કહેર યથાવત્ છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 372 પોઝિટિવ કેસ નોંધાયા છે. આ સાથે રાજ્યમાં અત્યાર સુધીમાં કોરોના વાયરસના 15,944 કેસ સામે આવ્યા છે. રાજ્યમાં કોરોના વાયરસના કારણે છેલ્લા 24 કલાકમાં 20 દર્દીનાં મોત થયા છે. બીજી તરફ છેલ્લા 24 કલાકમાં હોસ્પિટલમાંથી 608 દર્દીઓ સાજા થતા રજા આપવામાં આવી છે.

નવા નોંધાયેલા કેસમાં અમદાવાદમાં 253, સુરતમાં 45, વડોદરામાં 34, ગાંધીનગરમાં 8, મહેસાણામાં 7, છોટા ઉદેપુરમાં 7, કચ્છમાં 4 અને નવસારીમાં 2 જ્યારે બનાસકાંઠા, રાજકોટ, અરવલ્લી, પંચમહાલ, મહીસાગર, ખેડા, ભરૂચ, સાબરકાંઠા, વલસાડ, જુનાગઢ, સુરેન્દ્રનગરમાં 1-1 નવા કેસ નોંધાયા છે. કુલ 15,944 કેસમાંથી 68 દર્દી વેન્ટીલેટર પર છે અને 6,287ની હાલત સ્થિર છે. જ્યારે અત્યાર સુધીમાં 8,609 દર્દી સાજા થઈને ઘરે પરત ફર્યાં છે અને 980ના મોત થયા છે.આ પણ વાંચો - ગુજરાતમાં ફરી બધું બંધ થશે તેને લઈને CM રૂપાણીની સ્પષ્ટતા, કહ્યુ - આ માત્ર એક અફવા

રાજ્યની જુદીજુદી હોસ્પિટલોમાં આવતા દર્દીઓ ઉપરાંત ICMRની ગાઈડલાઈન પ્રમાણે અત્યાર સુધીમાં કુલ 2,01,481 ટેસ્ટ કરવામાં આવ્યા છે. જ્યારે અમદાવાદ શહેરમાં અત્યાર સુધીમાં પ્રતિ મિલિયન 9414.65 ટેસ્ટ કરવામાં આવ્યા છે.
First published: May 29, 2020, 8:15 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading