કોરોના અપડેટ્સ : રાજ્યમાં નવા 104 પોઝિટિવ કેસ સામે આવ્યા, કુલ કેસની સંખ્યા 1376

કોરોના અપડેટ્સ : રાજ્યમાં નવા 104 પોઝિટિવ કેસ સામે આવ્યા, કુલ કેસની સંખ્યા 1376
કોરોના અપડેટ્સ : રાજ્યમાં નવા પોઝિટિવ કેસ સામે આવ્યા, કુલ કેસની સંખ્યા

અમદાવાદમાં સૌથી વધુ 96 કેસો નોધાયા છે. રાજ્યમાં 5 કોરોના પોઝિટિવના મોત થયા છે. જ્યારે 5 દર્દીઓ સાજા થતાં તેમને રજા આપવામાં આવી

  • Share this:
    ગાંધીનગર : લૉકડાઉનનો બીજો તબક્કો (Lockdown Phase 2) શરૂ થઈ ગયો છે પરંતુ રાજ્યમાં કોરોના (Coronavirus)નો કહેર અટકી નથી રહ્યો. કોરોનાના કુલ પોઝિટિવ (Corona Positive Cases) કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. 18મી એપ્રિલના રોજ સવારે 10 વાગ્યા પછી કોરોનાના કુલ 104 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. આ સાથે જ ગુજરાતમાં કોરોના પોઝિટિવ કુલ કેસની સંખ્યા 1376 પર પહોંચી છે. ગુજરાત સરકારના આરોગ્ય વિભાગ (Gujarat Health Department) તરફથી આ માહિતી આપવામાં આવી છે. જેમાંથી અમદાવાદ શહેરમાં જ 96 કેસ મળી આવ્યા છે. અમદાવાદમાં 96 પૈકી 53 પુરૂષ અને 33 મહિલા, વડોદરામાં 3 પૈકી 2 પુરૂષ અને 1 મહિલા, ભાવનગરમાં 2 પૈકી 1 પુરૂષ અને 1 મહિલા, મહીસાગરમાં એક કેસ પુરૂષનો, પંચમહાલમાં 1 કેસ પુરૂષ અને સાબરકાંઠામાં 1 કેસ મહિલાનો સામે આવ્યો છે.

    રાજ્યના આરોગ્ય વિભાગના અગ્ર સચિવ ડો. જયંતિ રવિએ આપી હતી. અમદાવાદમાં સૌથી વધુ 96 કેસો નોધાયા છે. રાજ્યમાં 5 કોરોના પોઝિટિવના મોત થયા છે. જ્યારે 5 દર્દીઓ સાજા થતાં તેમને રજા આપવામાં આવી છે. અમદાવાદમાં કોરોનાના કુલ કેસની સંખ્યા 861 થઈ છે. સુરતમાં 156 અને વડોદરામાં 155 કેસ છે.





    આ પણ વાંચો - સ્વિટ્ઝર્લેન્ડે અનોખા અંદાજમાં કરી ભારતની પ્રશંસા, તિરંગાના રંગમાં રંગાયો મેટરહોર્ન પર્વત

    પોલીસકર્મીઓને PPE કીટ પણ પૂરી પાડવામાં આવી છે - પોલીસવડા શિવાનંદ ઝા

    રાજ્યના પોલીસવડા શિવાનંદ ઝાએ જણાવ્યું હતું કે, કર્ફ્યૂ ગ્રસ્ત વિસ્તારોમાં ચુસ્ત અમલ માટે પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ સતત મોનિટરિંગ કરી રહ્યા છે. કર્ફ્યૂ વાળા વિસ્તારોમાં ડ્રોન અને સીસીટીવી દ્વારા પણ સતત નજર રાખવામાં આવી રહી છે. અમદાવાદ, સુરત અને રાજકોટમાં કર્ફ્યૂ ભંગના 197 ગુનાઓ દાખલ કરાયા છે અને 201 લોકોની અટકાયત પણ કરાઈ છે. કોરોના વાયરસ સંક્રમણને વધતુ અટકાવવા માટે આરોગ્ય, પોલીસ અને અન્ય વિભાગના કર્મીઓ ખડેપગે કામ કરી રહ્યા છે ત્યારે તેમના પર થતા હુમલા હળવાશથી લેવાશે નહીં. તેમની સામે પાસા સહિતના ગુના નોંધી કઠોર પગલાં લઈ કડક કાયદાકીય કાર્યવાહી કરાશે. સંક્રમિત વિસ્તારમાં રેડઝોનમાં જે પોલીસકર્મીઓ ફરજ બજાવે છે તેમને કોરોનાના સંક્રમણથી સુરક્ષિત રાખવા PPE કીટ પણ પૂરી પાડવામાં આવી છે.
    First published:April 18, 2020, 20:34 pm