Home /News /gujarat /24 કલાકમાં ગુજરાતમાં કોરોનાના 333 કેસ, પોઝિટિવ કેસનો આંકડો 5000ને પાર

24 કલાકમાં ગુજરાતમાં કોરોનાના 333 કેસ, પોઝિટિવ કેસનો આંકડો 5000ને પાર

સૌથી વધારે 250 પોઝિટિવ કેસ અમદાવાદમાં નોધાયા

સૌથી વધારે 250 પોઝિટિવ કેસ અમદાવાદમાં નોધાયા

    ગાંધીનગર : રાજ્યમાં અને ખાસ કરીને અમદાવાદમાં કોરાના વાયરસનો (CoronaVirus)કહેર યથાવત્ છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં નવા 333 કેસ નોંધાયા છે. જેમાં સૌથી વધારે 250 પોઝિટિવ કેસ અમદાવાદમાં નોધાયા છે. રાજ્યમાં કોરોનાના કુલ કેસ 5054 થયા છે. જ્યારે અમદાવાદમાં કુલ કેસ 3543 થયા છે. આરોગ્ય વિભાગના અગ્ર સચિવ ડો. જયંતિ રવિએ આ માહિતી આપી હતી.

    રાજ્યના આરોગ્ય વિભાગના અગ્ર સચિવ ડો. જયંતિ રવિએ જણાવ્યું હતું કે છેલ્લા 24 કલાકમાં કુલ 26 દર્દીના મોત નિપજ્યા હતા. જ્યારે રાજ્યમાં 160 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા છે. અમદાવાદમાં 250, ગાંધીનગરમાં 18, સુરતમાં 17, વડોદરામાં 17,ભાવનગરમાં 6, બોટાદમાં 6, મહીસાગરમાં 6, ખેડામાં 3, પાટણમાં 3, નવસારીમાં 2, જ્યારે દાહોદ, પંચમહાલ, તાપી, વલસાડ અને છોટાઉદેપુરમાં 1-1 કેસ નોંધાયા છે.

    આ પણ વાંચો - રાજકોટ : જંગલેશ્વર કોરોના મુક્ત થાય તે માટે પોલીસ અધિકારીઓએ કરી જંગલેશ્વર મહાદેવની પૂજા


    " isDesktop="true" id="978997" >

    રાજ્યમાં અત્યાર સુધી 5054 દર્દીઓ નોધાયા છે. તે પૈકી 36 દર્દી વેન્ટિલેટર પર છે. જ્યારે 3860 દર્દીઓની હાલ સ્ટેબલ છે. 896 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા છે અને 262 દર્દીઓના મોત થયા છે. અમદાવાદમાં છેલ્લા 24 કલાકમાં 20, વડોદરામાં 3, સુરતમાં 2 અને આણંદમાં એક દર્દીનું મોત થયું છે.

    શેલ્ટરહોમમાં રખાયેલા લોકો પ્રથમ પ્રવાસ કરશે

    રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝાએ પ્રેસ કૉન્ફરન્સમાં જણાવ્યું હતું કે રાજ્યમાં લૉકડાઉન યથાવત છે. દરમિયાન જે લોકો ગ્રીન ઝોનમાં છે તે અનિધીકૃત રીતે બીજા જિલ્લા કે ઝોનમાં નહીં જઈ શકે તેવી જ રીતે ઑરેન્જ કે રેડ ઝોનમાંથી અન્ય કોઈ વ્યક્તિને ગ્રીન ઝોનમાં અનઅધિકૃત પ્રવેશ નહીં મળે. વધુમાં જે પરપ્રાંતીય લોકો પોતાના વતનમાં જવા માંગે છે તેમણે કેન્દ્રની ગાઇડલાઇન મુજબ પાસ રાખવા પડશે. પાસ વગરનાં લોકો પર કાર્યવાહી થશે. શિવાનંદ ઝાએ ઉમેર્યુ કે રાજ્યમાંથી સરકાર દ્વારા જે લોકો પરપ્રાંતીય છે અને ખાસ ટ્રેનમાં જવા માંગે છે, તેમાં શેલ્ટર હોમમાં રખાયેલા પરપ્રાંતીયોને પ્રથમ મોકલવામાં આવશે. ત્યારબાદ નોંધણી મુજબ ટ્રેનમાં લોકો નીકળશે. પરંતુ આવા લોકોએ પણ મંજૂરીઓ લેવાની રહેશે.
    First published:

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन