કોરોના વાયરસ : અમદાવાદમાં 280 સહિત રાજ્યમાં નવા 394 પોઝિટિવ કેસ નોંધાયા

કોરોના વાયરસ : અમદાવાદમાં 280 સહિત રાજ્યમાં નવા 394 પોઝિટિવ કેસ નોંધાયા
કોરોના વાયરસ : અમદાવાદમાં 280 સહિત રાજ્યમાં નવા 394 પોઝિટિવ કેસ નોંધાયા

રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ કેસની સંખ્યા 7797 પર પહોંચી

 • Share this:
  અમદાવાદ : રાજ્યમાં કોરોના વાયરસના કેસોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 394 પોઝિટિવ કેસ નોંધાયા છે. આ સાથે જ રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ કેસની સંખ્યા 7797 પર પહોંચી છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કોરોના વાયરસથી સંક્રમિત થયેલા 2091 લોકો સાજા થયા છે. રાજ્યમાં કુલ મોતનો આંકડો 472 પર પહોંચ્યો છે.

  અમદાવાદમાં નવા 280 કેસ નોંધાયા છે. આ સાથે જ અમદાવાદમાં કુલ કેલ 5540 થયા છે. વડોદરામાં 28, ભાવનગરમાં 10, જામનગરમાં 7 અરવલ્લીમાં 4 કેસ નોંધાયા છે.  આરોગ્ય વિભાગના અગ્ર સચિવ ડો. જ્યંતિ રવિએ જણાવ્યું હતું કે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 394 કોરોનાના પોઝિટિવ કેસ નોધાયા છે. જ્યારે 219 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. 10 દિવસમાં કોઈ લક્ષણ ન હોય તો ડિસ્ચાર્જ કરવાની નવી પોલિસી કેન્દ્રની ગાઈડલાઈન મુજબ આપવામાં આવી છે.

  આ પણ વાંચો - અફવાઓ પર અમિત શાહનો જવાબ : 'હું એકદમ સ્વસ્થ છું, અમુક લોકોએ મારા મોતની દુઆ માંગી'  CM રૂપાણીએ ઉદ્યોગો માટે રાહતની જાહેરાત કરી

  મુખ્યમંત્રી વિજય રૂપાણી એ રાજ્યના ઉદ્યોગકારો માટે પ્રવર્તમાન કોરોના વાયરસ ને કારણે ઊભી થયેલી લોકડાઉનની સ્થિતિમાં રાહત રૂપ જાહેરાતો કરી છે. મુખ્ય મંત્રીના સચિવ અશ્વિનીકુમારે આ જાહેરાતોની વિગતો આપી હતી . મુખ્યમંત્રીએ રાજ્યમાં મોરબી સિરામિક સહિત જે ઉદ્યોગો ગુજરાત ગેસ કંપની લિમિટેડના ગેસનો વપરાશ પોતાના ઉદ્યોગ એકમોમાં કરે છે તેમને 4 જેટલી રાહતો આપી છે. મુખ્યમંત્રીએ રાજ્યમાં આવી જે કંપનીઓ ગુજરાત ગેસ લી. નો ગેસ વાપરે છે તેવી કંપનીઓને માર્ચ 2020 ના બીજા પખવાડિયામાં જે રકમ ડ્યુ થતી હતી તે રકમ ભરવાની મુદત તારીખ 10 મે સુધી વધારી આપવા નો નિણર્ય કર્યો છે. તારીખ 10 મે ના ડ્યુ થતી રકમ હવે 23 જૂન સુધી ભરી શકાશે અને આ માટે 15 15 દિવસ ના ચાર હપ્તા આપવામાં આવશે.
  Published by:News18 Gujarati
  First published:May 09, 2020, 20:04 pm

  ટૉપ ન્યૂઝ