કોરોના વાયરસ : 24 કલાકમાં 24 લોકોના મોત, રાજ્યમાં નવા 390 પોઝિટિવ કેસ નોંધાયા

કોરોના વાયરસ : 24 કલાકમાં 24 લોકોના મોત, રાજ્યમાં નવા 390 પોઝિટિવ કેસ નોંધાયા
પ્રતિકાત્મક તસવીર

રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 7403 કેસ નોંધાયા, 24 કલાકમાં 163 દર્દીઓ સાજા થઈને ઘરે પરત ફર્યા

 • Share this:
  અમદાવાદ : રાજ્યમાં કોરોના વાયરસના કેસોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 390 પોઝિટિવ કેસ નોંધાયા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 7403 કેસ નોંધાયા છે. 24 કલાકમાં 163 દર્દીઓ સાજા થઈને ઘરે પરત ફર્યા છે. આ સાથે જ અત્યાર સુધીમાં કોરોના વાયરસથી સંક્રમિત થયેલા 1872 લોકો સાજા થયા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના કારણે 24 લોકોનાં મોત થયા છે. રાજ્યમાં કુલ મોતનો આંકડો 449 પર પહોંચ્યો છે.

  આરોગ્ય વિભાગના અગ્ર સચિવ જયંતિ રવિએ કહ્યું હતું કે અમદાવાદમાં 269, સુરતમાં 25, વડોદરામાં 25, અરવલ્લીમાં 20 કેસ નોંધાયા છે. 24 કલાકમાં 163 દર્દીઓ સાજા થઈને ઘરે પરત ફર્યા છે. આ સાથે જ અત્યાર સુધીમાં કોરોના વાયરસથી સંક્રમિત થયેલા 1872 લોકો સાજા થયા છે.

  આ પણ વાંચો - ગુજરાતમાં નવા ઉદ્યોગ રોકાણકારો માટે મુખ્યમંત્રી વિજય રુપાણીએ કરી મહત્વની જાહેરાત

  રાજસ્થાનની તમામ બોર્ડર સીલ છે, મંજૂરી વગર પ્રવેશ નહીં મળે - શિવાનંદ ઝા રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝાએ જણાવ્યું છે કે, કોરોના સંક્રમણથી બચવા માટે રાજ્યના નાગરિકો માસ્ક અને સોશ્યલ ડિસ્ટન્સિંગને આદત બનાવી જીવન શૈલીનો ભાગ બનાવશે તો ચોક્કસ સંક્રમણથી બચી શકાશે તેવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો છે.રાજ્યમાં લૉકડાઉનના ચુસ્ત અમલ સંદર્ભે વિગતો આપતા ડીજીપી શિવાનંદ ઝાએ ઉમેર્યુ કે, જે પરપ્રાંતીયો રાજસ્થાન જવા નીકળ્યા છે તે તમામને અપીલ છે કે રાજસ્થાન બોર્ડર સીલ કરાઇ છે એટલે પ્રવેશ મળશે નહીં સંબંધિત જિલ્લા કલેકટર કે ગૃહ વિભાગની મંજૂરી હશે તો જ પ્રવેશ મળશે એ સિવાય પ્રવેશ મળશે નહીં એટલે પરપ્રાંતીયોએ ત્યાં જવું હિતાવહ નથી.
  Published by:News18 Gujarati
  First published:May 08, 2020, 20:33 pm

  ટૉપ ન્યૂઝ