કોરોના વાયરસ : રાજ્યમાં નવા 388 પોઝિટિવ કેસ નોંધાયા, 24 કલાકમાં 29 લોકોના મોત

કોરોના વાયરસ : રાજ્યમાં નવા 388 પોઝિટિવ કેસ નોંધાયા, 24 કલાકમાં 29 લોકોના મોત
પ્રતિકાત્મક તસવીર

રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 7013 કેસ નોંધાયા

 • Share this:
  અમદાવાદ : રાજ્યમાં કોરોના વાયરસના કેસોમાં દિનપ્રતિદિન ઉછાળો જોવા મળી રહ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 388 પોઝિટિવ કેસ નોંધાયા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 7013 કેસ નોંધાયા છે. અત્યાર સુધીમાં કોરોના વાયરસથી સંક્રમિત થયેલા 1709 લોકો સાજા થયા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના કારણે 29 લોકોનાં મોત થયા છે.

  આરોગ્ય વિભાગના અગ્ર સચિવ જયંતિ રવિએ કહ્યું હતું કે અમદાવાદમાં 275, સુરતમાં 45, અરવલ્લીમાં 25, વડોદરામાં 19, ગાંધીનગરમાં 5, દાહોદમાં 4, બનાસકાંઠામાં 3, ખેડામાં 3, રાજકોટમાં 2 જ્યારે ભાવનગર, દેવભૂમિ દ્વારકાના 1-1 કેસ નોંધાયા છે. આજે 209 દર્દી સાજા થઈ ઘરે પરત ફર્યાં છે. અત્યાર સુધીમાં નોંધાયેલા કુલ 7013 દર્દીમાંથી 26 વેન્ટીલેટર પર અને 4,853ની હાલત સ્થિર છે. જ્યારે 1709 દર્દી ડિસ્ચાર્જ થયા છે 425ના મૃત્યુ થયા છે. ટેસ્ટિંગની વાત કરવામાં આવે તો આપણે અત્યાર સુધીમાં 1 લાખ 553 ટેસ્ટ કર્યાં છે. જેમાંથી 7013ના રિપોર્ટ પોઝિટિવ અને 9,3540ના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે.  આ પણ વાંચો - લૉકડાઉનના કારણે ગુજરાતીઓની માનસિક સ્થિતિ બદલાઇ, મનોવિજ્ઞાનના સાત અધ્યાપકોએ CMને લખ્યો પત્ર

  રાજકોટ (Rajkot)માં કોરોના વાયરસ (Coronavirus)ના વધી રહેલા કેસને પગલે કલેક્ટર રેમ્યા મોહન (Rajkot Collector Remya Mohan) તરફથી મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. કલેક્ટરના આદેશ પ્રમાણે રાજકોટથી અમદાવાદ જવા અને અમદાવાદથી રાજકોટ આવવા પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. આ દરમિયાન માત્ર મેડિકલ સેવાને છૂટ આપવામાં આવી છે. એટલે કે એમ્બ્યુલન્સને ચાલવાની છૂટ આપવામાં આવી છે.
  Published by:News18 Gujarati
  First published:May 07, 2020, 20:06 pm

  ટૉપ ન્યૂઝ