કોરોના વાયરસ : 24 કલાકમાં રાજ્યમાં 398 પોઝિટિવ કેસ, 21 દર્દીના મોત

કોરોના વાયરસ : 24 કલાકમાં રાજ્યમાં 398 પોઝિટિવ કેસ, 21 દર્દીના મોત
કોરોના વાયરસ : 24 કલાકમાં રાજ્યમાં 395 પોઝિટિવ કેસ, 215દર્દીના મોત

રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ કેસની સંખ્યા 8195 પર પહોંચી, રાજ્યમાં નવી ગાઈડલાઈન પ્રમાણે 454 દર્દીઓને રજા આપવામાં આવી

 • Share this:
  અમદાવાદ : રાજ્યમાં કોરોના વાયરસના કેસોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 398 પોઝિટિવ કેસ નોંધાયા છે. આ સાથે જ રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ કેસની સંખ્યા 8195 પર પહોંચી છે. છેલ્લા 24 કલાકમાં 21 લોકોના મોત થયા છે. આ સાથે જ રાજ્યમાં કુલ મૃત્યુઆંક 493એ પહોંચ્યો છે. રાજ્યમાં નવી ગાઈડલાઈન પ્રમાણે 454 દર્દીઓને રજા આપવામાં આવી છે.

  નવા નોંધાયેલા કેસમાં અમદાવાદમાં 278, સુરતમાં 41, વડોદરામાં 25, ગાંધીનગરમાં 10, મહેસાણા-ગીર સોમનાથમાં 8-8, સાબરકાંઠામાં 6 અને બનાસકાંઠામાં 4 કેસ નોંધાયા છે. પાટણ અને બોટાદમાં 3-3, પંચમહાલ, અરવલ્લી અને સુરેન્દ્રનગરમાં 2-2 તેમજ આણંદ, કચ્છ અને મોરબીમાં 1-1 કેસ નોંધાયા છે.  આ પણ વાંચો - અમદાવાદમાં કોરોનાના કેસ વધવાને લઈને હાઇકોર્ટમાં જાહેર હિતની અરજી  કોરોનાને લઇને ભારત સરકાર દ્વારા નવી માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી છે. આ માર્ગદર્શિકા પ્રમાણે રાજ્યમાંથી આજે કુલ 387 દર્દીઓને હોમ આઇસોલેશન માટે રજા આપવામાં આવી છે. જેમાં અમદાવાદમાં 250, સુરતમાં 35, વડોદરામાં 20 , રાજકોટમાં 15 , આણંદમાં 17 , ભાવનગરમાં 10, મહીસાગરમાં 5 અને અરવલ્લીમાં 1 દર્દીને આજે રજા આપવામાં આવી છે.

  કોરોનાના સંક્રમણને અટકાવવા નાગરિકો બિનજરૂરી ભેગા ન થાય : શિવાનંદ ઝા

  રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝાએ જણાવ્યું છે કે, કોરોનાના સંક્રમણને રોકવા માટે તંત્ર દ્વારા જે નિર્ણયો કરાયા છે તેના અમલ માટે પોલીસ પૂરતા એન્ફોર્સમેન્ટ સાથે પગલાં લઇ રહી છે. લોકોને અગવડતા પડતી હશે પણ આપના સ્વાસ્થ્યના હિત માટે જ છે એટલે જ નાગરિક બિનજરૂરી ભેગા ન થાય અને સોશ્યલ ડિસ્ટન્સીંગ જાળવે એ અત્યંત અનિવાર્ય છે. પોલીસ દ્વારા સઘન સર્વેલન્સ ચાલુ છે એટલે આપ સૌ સહયોગ આપો એ જરૂરી છે. લૉકડાઉનના ચૂસ્ત અમલની વિગતો આપતાં શિવાનંદ ઝાએ ઉમેર્યું કે પરપ્રાંતિય શ્રમિકો કે જે પગપાળા વતન રોડ માર્ગે જઈ રહ્યા છે તે અંગે તમામ એકમોને સૂચના આપવામાં આવી છે કે તેમને શેલ્ટર હોમમાં રાખીને વહીવટીતંત્રના સંકલનમાં રહીને વતન પહોંચાડવાની વ્યવસ્થા સુનિશ્ચિત કરે.
  Published by:News18 Gujarati
  First published:May 10, 2020, 20:31 pm

  ટૉપ ન્યૂઝ