કોરોના વાયરસ : રાજ્યમાં નવા 396 પોઝિટિવ કેસ નોંધાયા, 24 કલાકમાં 27 દર્દીના મોત

News18 Gujarati
Updated: May 23, 2020, 8:40 PM IST
કોરોના વાયરસ : રાજ્યમાં નવા 396 પોઝિટિવ કેસ નોંધાયા, 24 કલાકમાં 27 દર્દીના મોત
કોરોના વાયરસ : રાજ્યમાં નવા 396 પોઝિટિવ કેસ નોંધાયા, 24 કલાકમાં 27 દર્દીના મોત

24 કલાકમાં રાજ્યમાંથી 289 દર્દીઓને રજા આપવામાં આવી છે. આ સાથે અત્યાર સુધીમાં કુલ 6169 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા

  • Share this:
અમદાવાદ : રાજ્યમાં કોરોના વાયરસનો કહેર યથાવત્ છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 396 પોઝિટિવ કેસ નોંધાયા છે. આ સાથે રાજ્યમાં અત્યાર સુધીમાં કોરોના વાયરસના 13,669 કેસ સામે આવ્યા છે. રાજ્યમાં કોરોના વાયરસના કારણે છેલ્લા 24 કલાકમાં 27 દર્દીનાં મોત થયા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાંથી 289 દર્દીઓને રજા આપવામાં આવી છે. આ સાથે અત્યાર સુધીમાં કુલ 6169 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા છે.

રાજ્યમાં નવા નોંધાયેલા કેસોમાં અમદાવાદમાં 277, વડોદરામાં 35, સુરતમાં 29, ગાંધીનગરમાં 9, જૂનાગઢમાં 8, ગીર-સોમનાથમાં 6, અરવલ્લીમાં 5, રાજકોટ-મહેસાણામાં 4-4, આણંદ- તાપીમાં 3-3, મહીસાગર, ખેડા, પાટણ, સુરેન્દ્રનગર અને અમરેલીમાં 2-2, મોરબી, પોરબંદર, નવસારીમાં 1-1 કેસ નોંધાયા છે.

આ પણ વાંચો - કોરોના : અમદાવાદનો રિકવરી રેટ 140% થયો, છતાં કેસ મામલે દેશના ટોપ ત્રણ શહેરમાં સામેલ



રાજ્યમાં અત્યાર સુધીમાં 13669 પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાંથી 73 વેન્ટિલેટર પર, 6598ની હાલત સ્થિર, 6169 ડિસ્ચાર્જ થયા છે. જ્યારે 829 લોકોના મોત થયા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 178068 ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી 13669 પોઝિટિવ જ્યારે 164399ના ટેસ્ટ નેગેટિવ આવ્યા છે.

અમદાવાદનો રિકવરી રેટ 140% થયો - અમદાવાદ શહેરમાં વિશેષ નિરીક્ષણ માટે નિમણુક કરાયેલા અને રાજ્યના અધિક મુખ્ય સચિવ ડો રાજીવકુમાર ગુપ્તાનો દાવો છે કે અન્ય રાજ્ય અને શહેર કરતા અમદાવાદ શહેરનો રીકવરી રેટ વધ્યો છે. છેલ્લા કેટલાક દિવસથી અમદાવાદ શહેરમાં સાજા થયેલા દર્દીઓની સમીક્ષા કરવામાં આવી છે. જેમાં એએમસીએ જાહેરાત કરતા કહ્યું હતુ કે પાંચમી મે એ અમદાવાદનો રિકવરી રેંટ 15.85 ટકા હતો. ગુજરાતમાં 22.11 ટકા અને દેશમાં 28.62 ટકા હતો. પરંતુ અમદાવાદ શહેરમાં છેલ્લા 15 દિવસથી અપનાવેલી પદ્ધતિ અને નિતીના કારણે શહેરનો રિકવરી રેટ 140 ટકા પર પહોંચ્યો છે. જ્યારે ગુજરાતમા આ દર 92 ટકા અને દેશમાં 43 ટકાએ પહોંચ્યો છે.
First published: May 23, 2020, 8:17 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading