કોરોના વાયરસ : રાજ્યમાં નવા 363 પોઝિટિવ કેસ નોંધાયા, 24 કલાકમાં 29 લોકોના મોત

કોરોના વાયરસ : રાજ્યમાં નવા 363 પોઝિટિવ કેસ નોંધાયા, 24 કલાકમાં 29 લોકોના મોત
રાજ્યમાં અત્યાર સુધીમાં કોરોના વાયરસના 13.273 કેસ નોંધાયા

રાજ્યમાં અત્યાર સુધીમાં કોરોના વાયરસના 13.273 કેસ નોંધાયા

 • Share this:
  અમદાવાદ : રાજ્યમાં કોરોના વાયરસનો કહેર યથાવત્ છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 363 પોઝિટિવ કેસ નોંધાયા છે. આ સાથે રાજ્યમાં અત્યાર સુધીમાં કોરોના વાયરસના 13.273 કેસ નોંધાયા છે. રાજ્યમાં કોરોના વાયરસના કારણે છેલ્લા 24 કલાકમાં 29 દર્દીનાં મોત થયા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાંથી 392 દર્દીઓને રજા આપવામાં આવી છે. આ સાથે અત્યાર સુધીમાં કુલ 5880 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા છે. શુક્રવારે  392 દર્દી ડિસ્ચાર્જ થયા છે. આમ અત્યાર સુધીમાં બીજીવાર કેસ ઓછા અને ડિસ્ચાર્જ વધુ નોંધાયા છે.

  24 કલાકમાં નોંધાયેલા 363 કેસમાં સૌથી વધારે 275 અમદાવાદમાં નોંધાયા છે. આ સિવાય સુરતમાં 29, વડોદરામાં 21, સાબરકાંઠામાં 11, સુરેન્દ્રનગરમાં 5, ગીર-સોમનાથમાં 4, ગાંધીનગર, ખેડા, કચ્છ, જૂનાગઢમાં 3-3, આણંદ-મહેસાણામાં 2-2 જ્યારે રાજકોટ,વલસાડમાં 1-1 કેસ નોંધાયા છે.  આ પણ વાંચો - પોલીસકર્મીની સારવાર માટે લેવાયો મહત્વનો નિર્ણય, જાણો શું કરવામાં આવી વ્યવસ્થા?

  આરોગ્ય સચિવ જયંતિ રવિએ પત્રકાર પરિષદને સંબોધતા કહ્યું હતું કેરાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 29 દર્દીઓના મોત થયાં છે, આમ અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ 802 લોકોના કોરોનાની બીમારીને કારણે મોત થયાં છે. હાલ રાજ્યમાં કોરોનાના 63 દર્દીઓ વેન્ટિલેટર પર છે. જ્યારે 6528 લોકો સ્ટેબલ છે. આજના ટેસ્ટ વિશેની જાણકારી આપતા આરોગ્ય વિભાગે વધુમાં જણાવ્યું હતું કે, રાજ્યમાં કુલ 172562 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાં 13273 પોઝિટિવ આવ્યા છે તો 159289 રિપોર્ટ નેગેટિવ આવ્યા છે.

  ગુજરાતમાંથી 754 સ્પેશ્યલ ટ્રેન દ્વારા 11 લાખ શ્રમિકો વતન ગયા

  રાજ્ય સરકારના વહિવટી તંત્રએ ભારત સરકાર સાથેના સંકલન દ્વારા 22મી મે, શુક્રવારની મધ્યરાત્રિ સુધીમાં દેશભરમાં સૌથી વધુ 754 વિશેષ ટ્રેન દ્વારા આશરે 11 લાખ જેટલા અન્ય રાજ્યોના શ્રમિકો-કામદારોને તેમના વતન રાજ્યમાં મોકલવાની સફળતાપૂર્વક વ્યવસ્થા કરી છે. મુખ્યમંત્રીના સચિવ અશ્વિનીકુમારે આ અંગેની વધુ વિગતો આપતા જણાવ્યું કે, પરપ્રાંતિય શ્રમિકો-કામદારોને વતન રાજ્ય મોકલવા માટે તા.21મી મે મધ્યરાત્રિ સુધીમાં સમગ્ર દેશમાંથી દોડેલી કુલ 2317 શ્રમિક સ્પેશ્યલ ટ્રેનો મારફત આશરે 31 લાખ જેટલા શ્રમિક ભાઈઓ-બહેનો પોતાના વતન રાજ્યમાં પહોંચ્યા છે. આ 2317 શ્રમિક સ્પેશ્યલ ટ્રેનો પૈકી 699 શ્રમિક સ્પેશ્યલ ટ્રેનો તો માત્ર ગુજરાતમાંથી દોડાવવામાં આવી છે એટલે કે દેશમાં ચલાવવામાં આવેલી કુલ શ્રમિક સ્પેશ્યલ ટ્રેનના ત્રીજા ભાગની એકલા ગુજરાતમાંથી રવાના કરવામાં આવી છે.
  Published by:Ashish Goyal
  First published:May 22, 2020, 20:18 pm