કોરોના વાયરસ : રાજ્યમાં નવા 371 પોઝિટિવ કેસ નોંધાયા, 24 કલાકમાં 269 દર્દીઓને રજા અપાઇ

News18 Gujarati
Updated: May 21, 2020, 8:47 PM IST
કોરોના વાયરસ : રાજ્યમાં નવા 371 પોઝિટિવ કેસ નોંધાયા, 24 કલાકમાં 269 દર્દીઓને રજા અપાઇ
જમીલે તે પણ કહ્યું કે આ સમયે આપણે દર 10 લાખની વસ્તી પર 1,744 નમૂનાની તપાસ કરી રહ્યા છીએ. જેનો દર દુનિયામાં સૌથી ઓછા દરોમાંથી એક છે. આપણે એન્ટીબોડીની તપાસ અને પુષ્ટી માટે પીસીઆર તપાસ, બંને કરવી જોઇએ. તેમાં ખબર પડશે કે કેટલા લોકો સંક્રમિત છે અને કેટલા લોકો સંક્રમણથી બહાર આવી ચૂક્યા છે.

રાજ્યમાં કોરોના વાયરસના કારણે છેલ્લા 24 કલાકમાં 24 દર્દીનાં મોત થયા

  • Share this:
અમદાવાદ : રાજ્યમાં કોરોના વાયરસનો કહેર યથાવત્ છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 371 પોઝિટિવ કેસ નોંધાયા છે. આ સાથે રાજ્યમાં અત્યાર સુધીમાં કોરોના વાયરસના 12,910 કેસ નોંધાયા છે. રાજ્યમાં કોરોના વાયરસના કારણે છેલ્લા 24 કલાકમાં 24 દર્દીનાં મોત થયા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાંથી 269 દર્દીઓને રજા આપવામાં આવી છે. આ સાથે અત્યાર સુધીમાં કુલ 5488 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા છે.

અત્યાર સુધી રાજ્યમાં કુલ 773 લોકોનાં મોત થયા છે. બીજી તરફ રાજ્યમાં કોરોના વાયરસનો રિકવરી રેટ 42.50 ટકા થયો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 5380 કોરોના ટેસ્ટ કરવામાં આવ્યાં છે.

આ પણ વાંચો - કોરોનાના યોદ્ધા પણ કોરોનાની લપેટમાં, અનેક પોલીસકર્મી હાલ પણ સારવાર હેઠળ

આરોગ્ય વિભાગના અગ્ર સચિવ જયંતિ રવિએ કહ્યું હતું કે રાજ્યમાં અમદાવાદમાં સૌથી વધારે 233 કેસ નોંધાયા છે. આ સિવાય સુરતમાં 34, વડોદરામાં 24, મહેસાણામાં 13, બનાસકાંઠામાં 11, મહીસાગરમાં 9, અરવલ્લીમાં 7, ગીર-સોમનાથમાં 6, ગાંધીનગરમાં 5, કચ્છમાં 4, જામનગર, સાબરકાંઠા અને દાહોદમાં 3-3, નર્મદા અને જૂનાગઢમાં 2-2, પંચમહાલ, ખેડા, પાટણમાં 1-1 કેસ નોંધાયા છે.રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 166152 ટેસ્ટ કરાયા છે. જેમાંથી 153242 નેગેટિવ જ્યારે 12910 ટેસ્ટ પોઝિટિવ આવ્યા છે. આ 12910 પોઝિટિવ ટેસ્ટમાંથી 52 વેન્ટિલેટર પર અને 6597ની હાલત સ્થિર છે.10 લાખથી વધુ શ્રમિકો વતન મોકલવાની વ્યવસ્થા કરી - મુખ્યમંત્રીના સચિવ અશ્વિની કુમારે જણાવ્યું હતું કે 20 મેની રાત સુધીમાં કુલ 633 ટ્રેનો રવાના કરવામાં આવી છે. જેમાંથી 9 લાખ 18 હજાર જેટલા પરપ્રાંતિય શ્રમિકોને તેમના વતન મોકલવામાં આવ્યા છે. આજે નવી 63 ટ્રેનો થકી 1 લાખ 1 હજાર શ્રમિકો રવાના થશે. આજે રાત સુધીમાં કુલ 697 ટ્રેનોથી 10 લાખ 20 હજાર જેટલા શ્રમિકો પોતાના વતન મોકલવાની વ્યવસ્થા કરવામાં આવી છે
First published: May 21, 2020, 8:02 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading