કોરોના વાયરસ : રાજ્યમાં નવા 398 પોઝિટિવ કેસ નોંધાયા, 24 કલાકમાં 30નાં મોત

કોરોના વાયરસ : રાજ્યમાં નવા 398 પોઝિટિવ કેસ નોંધાયા, 24 કલાકમાં 30નાં મોત
કોરોના વાયરસ : રાજ્યમાં નવા 398 પોઝિટિવ કેસ નોંધાયા, 24 કલાકમાં 30ના મોત

રાજ્યમાં અત્યાર સુધીમાં કોરોના વાયરસના 12,539 કેસ નોંધાયા

 • Share this:
  અમદાવાદ : રાજ્યમાં કોરોના વાયરસનો કહેર યથાવત્ છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 398 પોઝિટિવ કેસ નોંધાયા છે. આ સાથે રાજ્યમાં અત્યાર સુધીમાં કોરોના વાયરસના 12,539 કેસ નોંધાયા છે. રાજ્યમાં કોરોના વાયરસના કારણે છેલ્લા 24 કલાકમાં 30 દર્દીનાં મોત થયા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાંથી 176 દર્દીઓને રજા આપવામાં આવી છે.

  રાજ્યમાં નવા નોંધાયેલા કેસોમાં અમદાવાદમાં 271, સુરતમાં 37, વડોદરામાં 26, મહીસાગર અને પાટણમાં 15-15, કચ્છમાં 5, અરવલ્લીમાં 4, ગાંધીનગર, સાબરકાંઠા, નવસારી અને સુરેન્દ્રનગરમાં 3-3, બનાસકાંઠા, ખેડા, આણંદ, વલસાડમાં 2-2, જામનગર, ભરૂચ, દાહોદ, જૂનાગઢ અને અન્ય રાજ્યમાં 1-1 કેસ નોંધાયો છે. આજે નોંધાયેલા 30 મોતમાં 15ના માત્ર કોરોનાથી અને 15 મૃતક દર્દી અન્ય બીમારી પણ ધરાવતા હતા.  આ પણ વાંચો - અમદાવાદીઓ ચેતજો, અત્યાર સુધીમાં પોલીસે 17 હજાર ગુના નોંધી 25 હજાર લોકોને પકડ્યા  આરોગ્ય સચિવ જયંતિ રવિએ કહ્યું હતું કે હાલ રાજ્યમાં કોરોનાના 47 દર્દીઓ વેન્ટિલેટર પર છે. આ સાથે જ 6524 લોકો સ્ટેબલ છે. આજના ટેસ્ટ વિશેની જાણકારી આપતા આરોગ્ય વિભાગે વધુમાં જણાવ્યું હતું કે, રાજ્યમાં કુલ 160772 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાં 12539 પોઝિટિવ આવ્યા છે તો 148233 રિપોર્ટ નેગેટિવ આવ્યા છે.

  CM રૂપાણીએ ‘હું પણ કોરોના વોરિયર’ અભિયાન લૉન્ચ કર્યું

  મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ બુધવારે "હું પણ કોરોના વોરિયર" અભિયાનની જાહેરાત કરી છે. લૉકડાઉન હળવું થયું હોવાથી લોકો બિનજરૂરી ઘરની બહાર ન નીકળે અને કોરોના વધુ ન ફેલાય એ માટે આ અભિયાન દ્વારા લોકજાગૃતિ આણવા પ્રયત્નો થશે. તારીખ 21થી 27 મે સુધી ચાલનારું આ અભિયાન ત્રણ મુદ્દા પર આધારિત હશે. વડીલો અને બાળકોને ઘરમાં જ રાખીએ, માસ્ક વિના અને જરૂરિયાત વગર ઘરની બહાર ન નીકળવું અને બે ગજનું અંતર જાળવવું, એમ ત્રણ મુદ્દાઓ આવરી લેવાયાં છે. આ અભિયાનમાં અનેક મહાનુભાવો પણ જોડાશે. અભિયાન સંદર્ભે અનેકવિધ ઇન્ડોર-ઓનલાઈન પ્રવૃત્તિઓ પણ થશે.
  Published by:News18 Gujarati
  First published:May 20, 2020, 20:15 pm

  ટૉપ ન્યૂઝ