કોરોના વાયરસ : રાજ્યમાં નવા 348 પોઝિટિવ કેસ નોંધાયા, કુલ આંકડો 10,000ને પાર

કોરોના વાયરસ : રાજ્યમાં નવા 348 પોઝિટિવ કેસ નોંધાયા, કુલ આંકડો 10,000ને પાર
કોરોના વાયરસ : રાજ્યમાં નવા 348 પોઝિટિવ કેસ નોંધાયા, કુલ આંકડો 10,000ને પાર

છેલ્લા 24 કલાકમાં 19 દર્દીનાં મોત થયા છે. 24 કલાકમાં રાજ્યમાંથી 273 દર્દીઓને રજા આપવામાં આવી

 • Share this:
  અમદાવાદ : રાજ્યમાં કોરોના વાયરસનો કહેર યથાવત્ છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 348 પોઝિટિવ કેસ નોંધાયા છે. આ સાથે રાજ્યમાં કોરોના વાયરસના કેસનો આંકડો 10,000ને પાર કરી ગયો છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કોરોના વાયરસના કુલ 10,989 કેસ નોંધાયા છે. રાજ્યમાં કોરોના વાયરસના કારણે છેલ્લા 24 કલાકમાં 19 દર્દીનાં મોત થયા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાંથી 273 દર્દીઓને રજા આપવામાં આવી છે.

  નવા 348 કેસમાં અમદાવાદમાં સૌથી વધારે 264 કેસ નોંધાયા છે. આ સિવાય સુરતમાં 34, વડોદરામાં 19, ગાંધીનગર-ખેડામાં 6-6, ભાવનગરમાં 4, પાટણ-સાબરકાંઠામાં 3-3, મહેસાણા, દાહોદ, વલસાડમાં 2-2, જ્યારે રાજકોટ, પંચમહાલ અને જૂનાગઢમાં 1-1 કેસ નોંધાયો છે.  આ પણ વાંચો - ગાંધીનગર : ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ 17 મે ના રોજ જાહેર થશે  પત્રકાર પરિષદને સંબોધતા આરોગ્ય વિભાગના અગ્ર સચિવ જયંતિ રવિએ કહ્યું હતું કે અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા 10,989 થઇ છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 19 દર્દીઓના મોત થયા છે, જ્યારે કોરોનાના 273 દર્દીઓ સ્વસ્થ થયા છે તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં કુલ 4308 દર્દીઓ ડિસ્ચાર્જ થઇ ચૂક્યા છે જેને લઇને કુલ રિકવરી રેટ 39.20 ટકા થયો છે. જ્યારે 6010 એક્ટિવ કેસ છે અને અત્યાર સુધીમાં કુલ 138407 લોકોના ટેસ્ટ થઇ ચૂક્યા છે.

  ખેડૂતોને ખેતીકામ માટે જતા આવતા પોલીસ દ્વારા રોકવામાં આવશે નહીં - શિવાનંદ ઝા

  રાજ્ય પોલીસ વડા શિવાનંદ ઝાએ જણાવ્યું હતું કે સમગ્ર રાજ્યમાં કૃષિ અને કૃષિ સંલગ્ન તમામ પ્રવૃતિઓને લોકડાઉનમાંથી મૂક્તિ આપવામાં આવી છે. જેથી ખેડૂતો ખેતિ વિષયક પ્રવૃત્તિ ચાલુ રાખી શકે છે. ખેડૂતોને ખેતીકામ માટે જતા આવતા પોલીસ દ્વારા રોકવામાં આવશે નહીં. ખેડૂતોને તેમની ખેત પેદાશ વેચવા માટે પણ મુક્તિ આપવામાં આવી છે. જે વિસ્તારોમાં ઉદ્યોગોને છૂટ આપવામાં આવી છે. તેમાં ઔદ્યોગિક પ્રવૃત્તિ, કર્મચારી અને વાહનોને અટકાવવામાં આવશે નહીં.
  Published by:News18 Gujarati
  First published:May 16, 2020, 20:18 pm

  ટૉપ ન્યૂઝ