કોરોના વાયરસ : રાજ્યમાં નવા 340 પોઝિટિવ કેસ નોંધાયા, 24 કલાકમાં 20નાં મોત

કોરોના વાયરસ : રાજ્યમાં નવા 340 પોઝિટિવ કેસ નોંધાયા, 24 કલાકમાં 20નાં મોત
કોરોના વાયરસ : રાજ્યમાં નવા 340 પોઝિટિવ કેસ નોંધાયા, 24 કલાકમાં 20નાં મોત

રાજ્યમાં કોરોના વાયરસના કુલ 9932 પોઝિટિવ કેસ

 • Share this:
  અમદાવાદ : રાજ્યમાં કોરોના વાયરસનો કહેર યથાવત્ છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 340 પોઝિટિવ કેસ નોંધાયા છે. રાજ્યમાં કોરોના વાયરસના કારણે છેલ્લા 24 કલાકમાં સારવાર લઈ રહેલા 20 દર્દીનાં મોત થયા છે. રાજ્યમાં કોરોના વાયરસના કુલ 9932 પોઝિટિવ કેસ અત્યાર સુધીમાં નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાંથી 282 દર્દીઓને રજા આપવામાં આવી છે.

  નવા 340 કેસમાં અમદાવાદમાં સૌથી વધારે 261 કેસ નોંધાયા છે. આ સિવાય સુરતમાં 32, વદોદરામાં 15, રાજકોટમાં 12, ગાંધીનગરમાં 11, જામનગરમાં 2, જ્યારે પાટણ, ગીર-સોમનાથ, ખેડા, સાબરકાંઠા, અરવલ્લી, મહિસાગર અને સુરેન્દ્રનગરમાં 1-1 કેસ નોંધાયો છે.  આ પણ વાંચો - સુરત : લૉકડાઉનમાં કામ બંધ હોવાથી આર્થિક તાણ અનુભવતા યુવાને આપઘાત કર્યો  આરોગ્ય વિભાગના અગ્ર સચિવ જયંતિ રવિએ ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના કેસની વિગત આપતા કહ્યું હતું કે, છેલ્લા 24 કલાકમાં કુલ 340 નવા કોરોના વાયરસના કેસ નોંધાયા છે. આ સાથે જ રાજ્યમાં કોરોનાના કુલ દર્દીઓની સંખ્યા 9932 થઇ છે. હાલ રાજ્યમાં કોરોનાના 43 દર્દીઓ વેન્ટિલેટર પર છે. રાજ્યમાં કુલ 127859 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાં 9932 પોઝિટિવ આવ્યા છે તો 117927 રિપોર્ટ નેગેટિવ આવ્યા છે.

  નાગરિકોને સંક્રમણથી બચાવવા માટે તમામ જગ્યાએ યોગ્ય વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરી દેવાઈ - શિવાનંદ ઝા

  રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝાએ જણાવ્યું છે કે, રાજ્યમાં લૉકડાઉનના ત્રીજા તબક્કાના અંતિમ દિવસોમાં રાજ્યના નાગરિકોને કોરોનાના સંક્રમણમાંથી બચાવવા માટે તમામ જગ્યાએ યોગ્ય વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરી દેવાઈ છે. લોકહિત માટે પોલીસ કામગીરી કરી રહી છે ત્યારે નાગરિકો પોતે તકેદારી રાખે અન્ય પાસે પણ તકેદારી રખાવે તે જરૂરી. શિવાનંદ ઝાએ ઉમેર્યુ કે ઉમેર્યુ કે, આવશ્યક ચીજ-વસ્તુઓના વેચાણમાં પણ દુકાનદારો અને નાગરિકો યોગ્ય સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવીને તંત્રને પૂરતો સહયોગ આપે તે જરૂરી છે. રાજ્યના રેડ ઝોન અને કન્ટેન્ટમેન્ટ ઝોનમાં સવિશેષ તકેદારી રાખવી જરૂરી હોય આ વિસ્તારમાં અગાઉની જેમ જ લૉકડાઉનનો ચુસ્ત અમલ કરાશે અને તે માટે પણ કડક કાર્યવાહી ચાલુ રહેશે.
  Published by:News18 Gujarati
  First published:May 15, 2020, 20:13 pm