કોરોના વાયરસ : રાજ્યમાં નવા 324 પોઝિટિવ કેસ નોંધાયા, 24 કલાકમાં 20નાં મોત

કોરોના વાયરસ : રાજ્યમાં નવા 324 પોઝિટિવ કેસ નોંધાયા, 24 કલાકમાં 20નાં મોત
કોરોના વાયરસ : રાજ્યમાં નવા 324 પોઝિટિવ કેસ નોંધાયા, 24 કલાકમાં 20નાં મોત

રાજ્યમાં કોરોના વાયરસના કુલ 9592 પોઝિટિવ કેસ, 24 કલાકમાં રાજ્યમાંથી 191 દર્દીઓને રજા આપવામાં આવી

 • Share this:
  અમદાવાદ : રાજ્યમાં કોરોના વાયરસનો કહેર યથાવત્ છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 324 પોઝિટિવ કેસ નોંધાયા છે. રાજ્યમાં કોરોના વાયરસના કારણે છેલ્લા 24 કલાકમાં સારવાર લઈ રહેલા 20 દર્દીનાં મોત થયા છે. રાજ્યમાં કોરોના વાયરસના કુલ 9592 પોઝિટિવ કેસ અત્યાર સુધીમાં નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાંથી 191 દર્દીઓને રજા આપવામાં આવી છે.

  રાજ્યના આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ જણાવ્યું હતું કે નવા કેસમાં અમદાવાદમાં 265, સુરતમાં 16, વડોદરામાં 13, મહેસાણામાં 6, ગીર-સોમનાથમાં 4, ગાંધીનગરમાં 4, છોટા ઉદેપુરમાં 4, ભાવનગરમાં 3, પાટણમાં 3, આણંદમાં 2, પંચમહાલમાં 2, બનાસકાંઠા અને પોરબંદરમાં 1-1 કેસ નોંધાયા છે. અમદાવાદમાં 19 અને સુરતમાં 1 દર્દીનું મોત થયું છે. 7 દર્દીના કોરોનાથી અને 13ના અન્ય બીમારી, હાઈરિસ્ક તથા કોરોનાથી મોત થયા છે. કુલ 9,592 દર્દીમાંથી 43 વેન્ટીલેટર પર, 5,210ની હાલત સ્થિર છે અને 3,753 ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં કુલ 1,24,709 ટેસ્ટ થયા છે. જેમાં 9,592ના પોઝિટિવ અને 1,15,117ના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે.

  આ પણ વાંચો - ટેકાના ભાવે કપાસની ખરીદી કરવા કેન્દ્રીય કાપડ મંત્રીને મુખ્યમંત્રી રૂપાણીએ રજૂઆત કરી

  લૉકડાઉનનું પાલન કરાવવા પોલીસ સતત વોચ રાખી રહી છે - શિવાનંદ ઝા

  રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝાએ જણાવ્યું છે કે, કોરોનાના સંક્રમણને વધુ ફેલાતો રોકવા માટે લૉકડાઉન દરમિયાન જે પ્રતિબંધો લગાવાયા છે તેનું ચુસ્ત પાલન કરાવવા પોલીસ સતત વોચ રાખી રહી છે. નિયમ વિરુદ્ધ કે કાયદા વિરદ્ધના કૃત્યો જે લોકો કરશે તેમની સામે કડકમાં કડક કાર્યવાહી કરાશે. એટલે નાગરિકોને પોતાના તથા અન્યના સ્વાસ્થ્યનું જોખમ ઊભું ન થાય તેવી પ્રવૃત્તિ ન કરવા તેમણે અપીલ કરી છે.
  Published by:News18 Gujarati
  First published:May 14, 2020, 20:09 pm

  ટૉપ ન્યૂઝ