Home /News /gujarat /કિરણ પટેલે આ ચાલાકી વાપરીને કાશ્મીરમાં બુલેટપ્રુફ વાહન સહિતની મોટી સુરક્ષા સુવિધાઓ મેળવી!

કિરણ પટેલે આ ચાલાકી વાપરીને કાશ્મીરમાં બુલેટપ્રુફ વાહન સહિતની મોટી સુરક્ષા સુવિધાઓ મેળવી!

કિરણ પટેલે કાશ્મીરમાં વાપરી હતી ચાલાકી

Gujarat Conman, Kiran Patel: ગુજરાતના કિરણ પટેલ નામના ઠગની કાશ્મીરમાં ધરપકડ કરી લેવામાં આવી છે, આરોપી જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષા એજન્સીનો ખોટી રીતે ઉપયોગ કર્યો અને પોતે PMOમાં મહત્વની જવાબદારી ભજવી રહ્યો હોવાની પણ કિરણે ઓળખ આપી છે.

  • News18 Gujarati
  • Last Updated :
  • Ahmadabad (Ahmedabad) [Ahmedabad], India
અમદાવાદ, કાશ્મીરઃ ગુજરાતનો કિરણ પટેલ નામનો ઠગ કાશ્મીરમાં પકડાયો છે, તે પીએમઓમાં મોટી જવાબદારી સંભાળતો હોવાની ઓળખ આપીને દેશની સંવેદનશીલ જગ્યાઓ પર પહોંચી ગયો હતો. તે એકવાર નહીં પરંતુ વારંવાર કાશ્મીરમાં આવ્યો અને દેશની મહત્વની સિક્યોરિટીનો ખોટી રીતે ઉપયોગ કરતો હતો. હવે તેની ધરપકડ થયા બાદ આ કેસમાં મોટા ખુલાસા થઈ રહ્યા છે. આરોપી કિરણ પટેલ 3 માર્ચ પકડાયો હતો અને તે 17મી માર્ચ સુધી રિમાન્ડ પર છે.

આરોપી કિરણ પટેલ કાશ્મીરમાં સંવેદનશીલ જગ્યાઓ પર ખોટી ઓળખ આપીને પહોંચ્યો હતો. હાલ આરોપી કિરને નિસાત પોલીસ સ્ટેશનમાં રાખવામાં આવ્યો છે. આરોપી કિરણની સાથે વધુ એક શખ્સની પણ ધરપકડ કરવામાં આવી છે જે રાજસ્થાનનો હોવાનું જાણવા મળી રહ્યું છે. દેશની સુરક્ષા માટે ખતરારૂપ બનેલા કિરણની સાથે અન્ય બે ગુજરાતી અને એક રાજસ્થાની શખ્સને પકડવામાં આવ્યા છે. જેઓની પૂછપરછ કરવામાં આવી રહી છે.

આ પણ વાંચોઃ મહાઠગ કિરણ પટેલઃ આ ઓળખથી કાશ્મીરમાં ફર્યો

મહાઠગ કિરણે ચાલાકી વાપરીને પોતાની ઓળખ PMOના મહત્વના અધિકારી તરીકેની આપીને જમ્મુ-કાશ્મીર પોલીસની મદદ લીધી હતી. આ કેસમાં બે IAS અધિકારીની પણ પૂછપરછ કરવામાં આવી છે. એક IASના કહેવા પર આરોપી કિરણને જમ્મુ-કાશ્મીર પોલીસ તરફથી સુરક્ષા પૂરી પાડવામાં આવી હતી.

કઈ રીતે કિરણે ચાલ ચાલી અને ખોટી ઓળખ આપીને દેશની મહત્વની સુરક્ષાનો ઉપયોગ કર્યો હતો. તેણે કાશ્મીરમાં શું કર્યું, કોને મળ્યો, કઈ-કઈ જગ્યા પર ગયો હતો, તેનો ઉદ્દેશ્ય શું હતો તે અંગે પણ હવે વધુ ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવશે. આરોપી સામે આ પહેલા પણ છેતરપિંડીના કેસ નોંધાઈ ચૂક્યા છે.

આ પણ વાંચોઃ કિરણ પટેલે ગુજરાતમાં શું કર્યું હતું?

ગુજરાત ATS સહિતની એજન્સીઓ દ્વારા પણ આ કેસમાં તપાસ કરવામાં આવી રહી હોવાની વિગતો મળી રહી છે. આ મામલો અને રાજ્ય ઘણા જ સંવેદનશીલ છે એવામાં આરોપી કઈ રીતે ઓક્ટોબરથી માર્ચ સુધીના ચાર મહિનાના સમયગાળામાં કઈ રીતે અહીં પહોંચતો હતો તે મામલે પણ તપાસ કરવામાં આવશે.

જમ્મુ-કાશ્મીરમાં મહેમાનની પણ તપાસ કરાય છે તો કિરણે શું ચાલ ચાલી?


જમ્મુ કાશ્મીરમાં આવનારની બારીકાઈથી તપાસ કરવામાં આવતી હોય છે ત્યારે કિરણે કઈ રીતે પોતાની જાળમાં લોકોને ફસાવ્યા અને સિક્યોરિટીનો ઉપયોગ કર્યો તે મોટો સવાલ બની રહ્યો છે. જમ્મુ-કાશ્મીર પોલીસની CID વિંગને કિરણ વિશે માહિતી મળી અને તેને લલિત ગ્રાન્ડ હોટલમાંથી પકડી લેવામાં આવ્યો હતો. હવે આ કેસમાં શ્રીનગર SP ઈસ્ટ ટીમ અને SDPO નહેરુ પાર્ક દ્વારા આરોપીની તપાસ કરવામાં આવી રહી છે.

આ કેસમાં તેની સાથે કોણ-કોણ સંકળાયેલું છે તે અંગે પણ બારીકાઈથી તપાસ કરવામાં આવી રહી છે. પોલીસે જણાવ્યું છે કે હાલ આ કેસમાં પ્રાથમિક તપાસ શરુ કરવામાં આવી છે.


આરોપી કિરણે પોતે વડાપ્રધાન કાર્યાલયમાં એડિશનલ ડિરેક્ટર (સ્ટ્રેટેજી અને કેમ્પેઈનિંગ) તરીકે ફરજ બજાવતો હોવાની ઓળખ આપી હતી. આરોપી સામે IPCની કલમ 419,420,467,468 અને 471 હેઠળ ગુનો નોંધીને ધરપકડ કરવામાં આવી છે. આગામી સમયમાં દેશની વિવિધ એજન્સીઓ દ્વારા તેની પૂછપરછ કરવામાં આવી શકે છે.
First published:

Tags: Gujarati news, Jammu and kashmir, PMO India