Home /News /gujarat /

શંકરસિંહ વાઘેલા અને અલ્પેશ ઠાકોરને પાર્ટીમાં ફરી પાછા લેવાશે? કોંગ્રેસના નવા પ્રમુખ જગદીશ ઠાકોરે આપ્યો આવો જવાબ

શંકરસિંહ વાઘેલા અને અલ્પેશ ઠાકોરને પાર્ટીમાં ફરી પાછા લેવાશે? કોંગ્રેસના નવા પ્રમુખ જગદીશ ઠાકોરે આપ્યો આવો જવાબ

જગદીશ ઠાકોરે (Jagdish Thakor)ન્યૂઝ 18 ગુજરાતી સાથે ખાસ વાતચીત કરી

Jagdish Thakor Exclusive Interview - જગદીશ ઠાકોરે કહ્યું - ભલે હવે ભાજપ કદાચ ગુજરાતના સાડા છ કરોડ જનતાને સોનાના નળિયા આપે તો પણ ભાજપના મૂળિયા હવે ઉખાળી ફેંકશે

અમદાવાદ : ગુજરાત કોંગ્રેસના (Gujarat Congress)નવ નિયુક્ત પ્રમુખ જગદીશ ઠાકોરે (Jagdish Thakor)ન્યૂઝ 18 ગુજરાતી સાથે ખાસ વાતચીત કરી હતી. જગદીશ ઠાકોરે 2022ની વિધાનસભાની ચૂંટણી (Assembly Election-2022)માટે શું રણનિતી બનાવી છે તેમજ કોંગ્રેસ (Congress)છોડીને ભાજપમાં (BJP)ગયેલા નેતાઓ પર કટાક્ષ કર્યો છે. તેઓને પાર્ટીમાં ફરી પાછા લેવા કે નહીં. તે બધા જ મુદ્દા પર જગદીશ ઠાકોરે જવાબો આપ્યા છે.

ન્યૂઝ 18 ગુજરાતી સાથે ખાસ વાતચીતમાં કોંગ્રેસ નવ નિયુક્ત પ્રમુખ જગદીશ ઠાકોરે કહ્યું હતું કે ગુજરાતમાં છેલ્લા 25 વર્ષથી ભાજપનું શાસન છે. પંરતુ આ શાસનથી સામાન્ય જનતા પીડાઇ રહી છે. વેપારીઓ, મહિલાઓ, બેરોજગાર યુવાનો અને સરકારી કર્મચારીઓ 2022માં ભુક્કો બોલાવી નાંખશે. ભલે હવે ભાજપ કદાચ ગુજરાતના સાડા છ કરોડ જનતાને સોનાના નળિયા આપે તો પણ ભાજપના મૂળિયા હવે ઉખાળી ફેંકશે.

આ પણ વાંચો - Gujarat Congress President Jagdish Thakor : વિદ્યાર્થી નેતાથી લઇને પ્રદેશ પ્રમુખ સુધી, આવી છે જગદીશ ઠાકોરની રાજકીય સફર

પૂર્વ સીએમ અને પૂર્વ કોંગ્રેસ નેતા શંકરસિંહ વાઘેલા, પૂર્વ કોગ્રેસ નેતા અલ્પેશ ઠાકોરને ફરી કોંગ્રેસમાં લાવવા પર જગદીશ ઠાકોરે કહ્યું હતું કે ભાજપમાં ગયેલા અનેક કોંગ્રેસ ધારાસભ્ય અને નેતાઓને સન્માન મળ્યું નથી. ભલે જે લોકો ગયા હોય પણ હજુ પણ મનમાં કોંગ્રેસની વિચારધારા છે. તેઓને ફરી પાર્ટીમાં લેવા અમારી કોર કમિટી નિર્ણય લેશે. શંકરસિંહ વાઘેલાને પાર્ટીમાં લેવા કે નહી તે અંગે દિલ્હી હાઇ કમાન્ડ સાથે ચર્ચા કરીશું. અલ્પેશ ઠાકોર સહિત અનેક નેતાઓને કોંગ્રેસમાં લેવા કે નહીં તે અમારી કોર ટીમ નિર્ણય કરશે. પરંતુ ચોક્કસ એટલું કહીશ કે પાર્ટી માટે બધા સમાજ અને જ્ઞાતિ માટે દ્રાર ખુલ્લા છે.

શું કોંગ્રેસે ફરી માધવસિંહ સોલંકીની ખામ થીયરી અપનાવી છે તે સવાલના જવાબ પર જગદીશ ઠાકોરે કહ્યું હતુ કે કોંગ્રેસ તમામ સમાજ અને જ્ઞાતિને માને છે. સમાજના 18 વર્ણ સાથે રાખી કામ કરીશું. કેમ આજે નવી કેબિનેટમાં ગુજરાતમાંથી જે સાંસદને સ્થાન મળ્યું છે તેમાં ભાજપને કહેવું પડે છે કે આ જ્ઞાતિમાંથી પંસદગી કરવામાં આવી છે. કોંગ્રેસ હમેશા તમામ સમાજને સાથે રાખી ચાલશે.

આ પણ વાંચો - ગાંધીનગરના આ ગામે સરકારી યોજનાને બદલે સ્વભંડોળથી કરી ગામની કાયા પલટ, આવી છે આધુનિક સુવિધાઓ

પાટીદાર સમાજ કોંગ્રેસથી નારાજ થશે તે સવાલ પર જગદીશ ઠાકોરે કહ્યું હતું કે પાટીદાર સમાજ 2015ની ઘટનાઓ હજી ભૂલ્યો નથી. પાટીદાર સમાજ પર ભાજપ સરકારે જે અત્યાચાર કર્યા હતા તે ભુલી શકાય તેમ નથી. 2022માં પાટીદાર સમાજ ચોકક્સ ભાજપ સરકારને જવાબ આપશે. પાટીદાર સમાજની મહિલાઓ અને વૃદ્ધો પર જે પોલીસ અત્યાચાર કર્યો હતો તે સમાજ ક્યારેય નહી ભૂલી શકે.
Published by:Ashish Goyal
First published:

Tags: Gujarat Congress, Jagdish Thakor, કોંગ્રેસ, ગુજરાત

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन
विज्ञापन