Home /News /gujarat /

ગુજરાત કોંગ્રેસના નવા પ્રમુખ અને વિપક્ષ નેતાની પસંદગીમાં નવો ટ્વિસ્ટ? જાણો હવે કોણ છે રેસમાં

ગુજરાત કોંગ્રેસના નવા પ્રમુખ અને વિપક્ષ નેતાની પસંદગીમાં નવો ટ્વિસ્ટ? જાણો હવે કોણ છે રેસમાં

કોંગ્રેસના જાણકાર સૂત્રો પાસેથી મળી માહિતી મુજબ ગુજરાત કોંગ્રેસના નવા પ્રમુખના નામની આખરી પેનલ તૈયાર કરી દેવામાં આવી છે

Gujarat Congress - ગુજરાત કોંગ્રેસના નવા સુકાની કોણ હશે તેની આતુરતાનો અંત ટૂંક સમયમાં આવી જશે

ગાંધીનગર : ગુજરાત કોંગ્રેસના (Gujarat Congress)નવા સુકાની કોણ હશે તેની આતુરતાનો અંત આવી જશે. ટૂંક સમયમાં જ કોંગ્રેસ પાર્ટી (Congress Party)ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ (Gujarat Congress State President)અને વિપક્ષ નેતાના (Leader of Opposition)નામની જાહેરાત કરશે. છેલ્લા અનેક મહિનાઓથી અટકળો ચાલી રહી હતી કે કોંગ્રેસના (Congress)નવા પ્રમુખ કે વિપક્ષ નેતા કોણ હશે.

કોંગ્રેસના જાણકાર સૂત્રો પાસેથી મળી માહિતી મુજબ ગુજરાત કોંગ્રેસના નવા પ્રમુખના નામની આખરી પેનલ તૈયાર કરી દેવામાં આવી છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી (Rahul Gandhi)આખરી નામ પર ચર્ચા કર્યા બાદ સત્તાવાર નવા પ્રમુખના નામની જાહેરાત કરશે. આ કોંગ્રેસ ધારાસભ્ય દળના નેતા એટલે કે વિપક્ષના નેતાની પણ પસંદગી કરવામાં આવશે. જાણકાર સૂત્રોએ માહિતી આપતા કહ્યું હતું કે કોંગ્રેસમા પ્રમુખ પદ માટે સરપ્રાઇઝ નામ બહાર આવશે. હાલ કોંગ્રેસ પૂર્વ મહામંત્રી અને મધ્યપ્રદેશ પ્રભારી દિપકભાઇ બાબરિયાનું નામ ચાલી રહ્યું છે. આ સાથે પૂર્વ સાસંદ જગદીશ ઠાકોર (Jagdish Thakor)અને રાજ્યસભા સાસંદ શક્તિસિંહ ગોહિલ (Shaktisinh Gohil)પણ રેસમાં છે. પાર્ટી હાઇ કમાન્ડ ક્યા નામ પર આખરી મ્હોર મારે છે તે તો આવનારો સમય જ કહેશે. કોઇ નવા જ ચહેરાને પાર્ટી કમાન્ડ આપે તેવી પણ વિચારણા છે.

આ પણ વાંચો - અમદાવાદ : બોપલમાંથી ઝડપાયેલા અમેરિકન ડ્રગ્સ મામલાની તપાસ હવે અમેરિકા સુધી પહોંચી

કોંગ્રેસ પ્રમુખ સાથે વિપક્ષ નેતાની પસંદગી પણ જાહેર કરવામાં આવશે. વિપક્ષના નેતા તરીકે આદિવાસી સમાજમાંથી પસંદગી કરવામાં આવે તેવી સંભાવનાઓ છે. તો બીજી તરફ કોંગ્રેસ પ્રદેશ કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલ સાથે અન્ય બે વ્યક્તિને સ્થાન આપવામાં આવી શકે છે. જેમા દલિત સમાજના ધારાસભ્યને કાર્યકારી પ્રમુખ તરીકે સ્થાન મળી શકે છે.

કોંગ્રેસ પક્ષ 2022ની વિધાનસભા ચૂંટણી પહેલા કંઇક નવા જૂની કરવા માંગી રહી છે. કેટલાક સિનિયર નેતાઓની બાદબાકી કરવામાં આવશે. આ ઉપરાંત જેને પણ પ્રમુખ અથવા વિપક્ષ નેતાનું પદ મેળવ્યું હતું. તેમને પાર્ટી રિપીટ જવાબદારી નહી આપે. પ્રમુખ અને વિપક્ષ નેતામાં નવા ચહેરાને જ સ્થાન અપાશે.

કોંગ્રેસ પાર્ટીના મુખ્ય પ્રવક્તા ડો મનિષ દોશીએ જણાવ્યું હતું કે ગુજરાત કોંગ્રેસના પ્રમુખ અને વિપક્ષ નેતાની પસંદગીનો નિર્ણય દિલ્હી હાઇ કમાન્ડ કરશે. પરંતુ ચોક્કસ ટૂંક સમયમાં જ કોંગ્રેસ પાર્ટી ગુજરાત કોંગ્રેસના સુકાનીની જાહેરાત કરી શકે છે. ગુજરાત કોંગ્રેસના 23થી વધુ સિનિયર નેતાઓ સાથે રાહુલ ગાંધીએ વન ટૂ વન મુલાકાત કરી છે.
Published by:Ashish Goyal
First published:

Tags: Gujarat Congress, કોંગ્રેસ, ગુજરાત, રાહુલ ગાંધી, વિધાનસભા ચૂંટણી -2022

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन
विज्ञापन