Home /News /gujarat /

ક્યાં અટકે છે ? ગુજરાત પ્રદેશ કોંગ્રેસના નેતાઓના દિલ્હીમાં ધામા

ક્યાં અટકે છે ? ગુજરાત પ્રદેશ કોંગ્રેસના નેતાઓના દિલ્હીમાં ધામા

    પ્રણવ પટેલ, અમદાવાદઃ કસભા ચૂંટણીની તારીખો જાહેર થતા જ ભાજપ-કોંગ્રેસ બંને ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા હાથ ધરી છે. જો કે હવે ફોર્મ ભરવાને ગણતરીના દિવસો બાકી હોવા છતા બંને પક્ષો દ્વારા ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી નથી. બંને પાર્ટી કટકે કટકે ઉમેદવારોની જાહેરાત કરી રહી છે. ગુજરાત કોંગ્રેસના નેતાઓ છેલ્લા થોડા દિવસથી સવારનો નાસ્તો ગુજરાતમાં અને રાતનું જમવાનું દિલ્હીમાં લઇ રહ્યાં છે.

    કોંગ્રેસ માટે આમ તો ગુજરાતની તમામ 26 બેઠકો પર ઉમેદવારની પસંદગીને લઇને કોકડું ગુંચવાયેલું હતું પરંતુ હાલ અમરેલી બેઠકને લઇને ગુજરાતના નેતાઓ દોડતા થયા છે. આ માટે દિલ્હી ખાતે કોંગ્રેસના વરિષ્ઠ નેતા અહમદ પટેલ સાથે બેઠક યોજી છે. બેઠકમાં જે વી કાકડિયા, વિરજી ઠુમ્મર, પ્રતાપ દુધાત સહિતના ગુજરાતના નેતાઓ હાજર રહ્યાં છે.

    અહીં ક્લિક કરી વાંચોઃ મોહિત શર્માએ લીધો સાક્ષી અને જાડેજાનો IQ ટેસ્ટ, જુઓ કોણ પાસ અને કોણ ફેલ

    બીજી બાજુ કોંગ્રેસના ઉમેદવાર નક્કી નહીં થતા અમરેલીમાં સોશિયલ મીડિયા પર વિવિધ મેસેજો વાયરલ થયા છે. જેમાં કહેવામાં આવી રહ્યું છે કે અમરેલી બેઠકનો કરોડોમાં સોદો થયો છે. લોકસભા બેઠક ભાજપની અને વિધાનસભા કોંગ્રેસની. તો કોઇએ લખ્યું કે ભાજપને બિનહરીફ જાહેર કરો કારણ કે કોંગ્રેસ ઉમેદવાર જાહેર નહીં કરે.
    Published by:Sanjay Vaghela
    First published:

    Tags: Congress Leader, Election candidate, Gujarat Congress, Lok Sabha Election

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन