રાજ્યસભાની ચૂંટણી સમયે કૉંગ્રેસના ધારાસભ્યો અકબંધ રહેશે કે હજી તૂટશે?

કૉંગ્રેસ તેના તમામ ધારાસભ્યોને ગુરુવારે બપોરે મોકપોલ યોજીને મતદાન કરવાની તાલીમ આપશે.

કૉંગ્રેસ તેના તમામ ધારાસભ્યોને ગુરુવારે બપોરે મોકપોલ યોજીને મતદાન કરવાની તાલીમ આપશે.

  • Share this:
ગાંધીનગર : રાજ્યસભાની (Rajya Sabha Election) ચૂંટણી પૂર્વે કૉંગ્રેસ (Gujarat Congress) બીજેપી (Gujarat BJP) ધારાસભ્યોની બેઠક પ્રદેશના આગેવાનોની ઉપસ્થિતિમાં ગુરુવારે ગાંધીનગરમાં મળશે.  રાજ્યસભાની ચાર બેઠકો માટે પાંચ ઉમેદવારો મેદાનમાં છે ત્યારે 19મી એ
ગાંધીનગરમાં મતદાન હાથ ધરાશે.  ત્યારે કૉંગ્રેસ, બીજેપી સહિત અન્ય રાજકીય પક્ષોના સભ્યો સહિત 172 ધારાસભ્યો મતદાન કરવાના છે. જે પૂર્વે બીજેપી, કૉંગ્રેસ દ્વારા તમામ ધારાસભ્યોને મતદાન કેવી રીતે કરવું તે અંગે
માર્ગદર્શન અપાશે.

નોંધનીય છે કે, વર્ષ 2019માં યોજાયેલી રાજ્યસભાની ચૂંટણીમાં કૃષિ પ્રધાન રણછોડ ફળદુને એકડો લખતા ના આવડતા તેમનો મત રદ થયો હતો.  આ વખતે તેનું પુનરાવર્તન ના થાય તે માટે બીજેપી દ્વારા
ધારાસભ્યો ને એકડો કેવી રીતે લખવો તેની તાલીમ અપાશે.  જ્યારે બીજી તરફ
કૉંગ્રેસ તેના તમામ ધારાસભ્યોને ગુરુવારે બપોરે મોકપોલ યોજીને મતદાન
કરવાની તાલીમ આપશે. .કારણ કે આ વખતે પણ વર્ષ 2017 માં યોજાયેલી રાજ્યસભાની ચૂંટણીની જેમ કૉંગ્રેસ, બીજેપી માટે ચૂંટણી જંગ પ્રતિષ્ઠાનો બની
ચૂક્યો છે. બીજેપીમાંથી અભય ભારદ્વાજ, રમીલા બારા અને નરહરિ અમીન મેદાનમાં છે. ત્યારે બીજી તરફ કૉંંગ્રેસમાંથી શક્તિસિંહ ગોહિલ અને ભરતસિંહ
સોલંકી મેદાનમાં છે. અત્યારે તો કૉંગ્રેસ, બીજેપી એ તેમના ધારાસભ્યોને
રાજ્યસભાની ચૂંટણીને કારણે વહીપ જારી કરી દીધો છે. તમામ ધારાસભ્યોને
ગાંધીનગરમાં ગુરુવારે હાજર રહેવા સૂચના આપી છે.  કૉંગ્રેસ, બીજેપી દ્વારા
રાજ્યસભાની ચૂંટણી પહેલા મતદાનને લઈ ખાસ માર્ગદર્શન અપાશે.

રાજ્યસભા ની ચૂંટણી માં ગુજરાત વિધાનસભા ના 172 ધારાસભ્યો તેમના મતાધિકારનો ઉપયોગ કરશે. આપણે પક્ષ પ્રમાણેની  સ્થિતિ જોઈએ.

બીજેપી 103
કોંગ્રેસ 65
એન સી પી 1
બીટીપી 2
અપક્ષ 1
ખાલી બેઠકો 10
કુલ 182 બેઠકો

મહત્વપૂર્ણ બાબત એ છે કે,  રાજ્યસભાની ચૂંટણી પૂર્વે બીજેપીએ કૉંગ્રેસના
8 ધારાસભ્યોને રાજીનામાં અપાવી દઈ ને મરણતોલ ફટકો માર્યો છે. જેને લીધે
કૉંંગ્રેસની બે બેઠકો પર મનાતી નિશ્ચિત જીતને અનિશ્ચિતતામાં ફેરવી દીધી
છે .આમતો બીજેપીના અભય ભારદ્વાજ , રમીલા બારા અને કૉંગ્રેસના શક્તિસિંહ
ગોહિલ અને ભરતસિંહ સોલંકીની જીત નક્કી હતી. જોકે બીજેપીએ ત્રીજો ઉમેદવાર મેદાનમાં ઉતારીને કૉંગ્રેસની આશાઓ પર પાણી ફેરવી દીધું છે.
કૉંગ્રેસના ધારાસભ્યોના બીજેપીએ કરેલા રાજકીય ઓપરેશન બાદ કૉંગ્રેસે
પોતાના 65  ધારાસભ્યોને સલામત સ્થળે ખસેડી દીધા છે.  સૌરાષ્ટ્રના
ધારાસભ્યોને નીલસીટીમાં , ઉત્તર ગુજરાતના ધારાસભ્યોને રાજસ્થાનમાં
અને મધ્ય ગુજરાતના ધારાસભ્યોને આણંદમાં રાખ્યા છે.  આ ઉપરાંત દક્ષિણ
ગુજરાતના  ધારાસભ્યોને પારડી ખાતે રાખ્યા છે. કૉંગ્રેસ માટે તો એક સાંધેને તેર તૂટે તેવી સ્થિતિ છે. સત્તા અને પૈસા આગળ  કૉંગ્રેસની ગાંધી-સરદારની વિચારધારાને વરેલા ધારાસભ્ય લાચાર બની જાય છે તેપણ એક હકીકત છે. બીજું કૉંગ્રેસનો ધારાસભ્ય રિસોર્ટમાં પાર્ટીની સાથે રહ્યો છે એટલે ગેરન્ટી
નથી કે, તે કોંગ્રેસનાં ઉમેદવારને જ મત આપે. કારણ કે ભૂતકાળમાં કૉંગ્રેસના ધારાસભ્યોની નિષ્ઠા મતદાન મથકમાં પ્રવેશ્યા બાદ બદલાઈ જતી હોય
છે.

આ પણ વાંચો- વડોદરા : જમાઈએ જીવલેણ હુમલો કરતા સસરાનું મૃત્યું અને સાસુની હાલત ગંભીર

વર્ષ 2017માં કૉંગ્રેસના સિનિયર નેતા અહેમદ પટેલ રાજ્યસભાની ચૂંટણી
લડતા હતા તે વખતે બેંગ્લુરુ રિસોર્ટમાં રોકાઈને તિરૂપતિ બાલાજીના
આશીર્વાદ લઇ ને ગુજરાત પરત ફરેલા કરમશી પટેલે બીજેપીના ઉમેદવારને મત આપીને પુત્રની સાણંદ બેઠક માટે ટિકિટ કન્ફ્રર્મ કરી દીધી હતી.
કૉંગ્રેસના અલ્પેશ ઠાકોર અને ધવલ ઝાલા એ પણ રાજ્યસભાની વર્ષ 2019માં
યોજાયેલી ચૂંટણી દરમ્યાન બીજેપીના બન્ને ઉમેદવારોને મત આપીને ભાજપ
પ્રત્યેનો પ્રેમ દર્શાવીને કૉંગ્રેસને ઠેંગો બતાવ્યો હતો.

આ પણ વાંચો - ગૂજરાતમાં આ બે દિવસ ભારે વરસાદની આગાહી, જાણો મેધ કયા વિસ્તારોને ઘમરોળશે

મહત્વપૂર્ણ બાબત તો એ છે કે, ગુજરાત વિધાનસભાની ચૂંટણી વર્ષ 2017માં
યોજાઈ એ વખતે કોંગ્રેસને 77 બેઠકો પ્રાપ્ત થઇ હતી. જોકે, બાદમાં જવાહર
ચાવડા ,કુંવરજી બાવળીયા ,અલ્પેશ ઠાકોર ,ધવલ ઝાલા , આશા પટેલ, વલ્લભ ધારવિયા, પરષોત્તમ સાબરીયા ,પ્રવીણ મારુ ,મંગળ ગાવિત, જીતુ ચૌધરી ,જે વી કાકડિયા, સોમાભાઈ પટેલ સહિત 14 ધારાસભ્યો એ કૉંગ્રેસ ને બાય બાય કરી દીધું છે.

આ પણ જુઓ - 

જે રીતે કૉંગ્રેસના ધારાસભ્યો તેમની પક્ષ પ્રત્યેની નિષ્ઠા અને બીજેપી
પ્રત્યે પ્રેમ દર્શાવતા રહ્યા છે. ત્યારે જોવાનું રહ્યું કે, કૉંગ્રેસના 65 ધારાસભ્યો અકબંધ રહેશે કે પછી હજી તૂટશે.
Published by:Kaushal Pancholi
First published: