અમદાવાદ : ગુજરાતના (Gujarat)રાજકારણમાં (Gujarat Politic)મોટો ભૂકંપ આવ્યો છે. ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ (CM Vijay Rupani Resignation) પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. મુખ્યમંત્રી રૂપાણીએ (CM Vijay Rupani)અચાનક રાજીનામું આપીને બધાને ચોંકાવી દીધા છે. આ સાથે જ ભારતીય જનતા પાર્ટીએ છેલ્લા એક વર્ષમાં ત્રીજા મુખ્યમંત્રીને પોતાના પદ પરથી રાજીનામું (Vijay Rupani resign)અપાવ્યું છે. ગુજરાત પહેલા કર્ણાટક અને ઉત્તરાખંડના મુખ્યમંત્રીએ પણ ચાલું કાર્યકાળમાં રાજીનામું આપ્યું હતું. આ ત્રણ રાજ્યમાંથી બે રાજ્ય ગુજરાત અને ઉત્તરાખંડમાં આગામી વર્ષે વિધાનસભાની ચૂંટણી થવાની છે.
વિજય રૂપાણીના રાજીનામાથી સવાલ ઉભા થઇ રહ્યા છે કે આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભાજપની આ નવી રણનીતિ છે કે પછી મજબૂરીથી મુખ્યમંત્રી બદલવા પડી રહ્યા છે. સવાલ ઉઠી રહ્યા છે કે બધા રાજ્યોમાં બીજેપી સીએમ યોગ્ય રીતે કામ કરી રહ્યા છે તો એક પછી એક મુખ્યમંત્રી કેમ બદલવામાં આવી રહ્યા છે.
સૌ પહેલા ઉત્તરાખંડ (Uttarakhand)ની વાત કરવામાં આવે તો માર્ચ મહિનામાં મુખ્યમંત્રી ત્રિવેન્દ્ર સિંહ રાવતે (Trivendra Singh Rawat) રાજીનામું આપ્યું હતું. તેમના સ્થાને ત્રિવેન્દ્ર સિંહ રાવતને મુખ્યમંત્રી બનાવ્યા હતા. જોકે ચાર મહિનામાં જ પાર્ટીએ ત્રિવેન્દ્ર સિંહ રાવતને બદલીને જુલાઇમાં પુષ્કર સિંહ ધામીને મુખ્યમંત્રી બનાવ્યા હતા.
આ પછી કર્ણાટકમાં 26 જુલાઇના રોજ તત્કાલિન મુખ્યમંત્રી બીએસ યેદિયુરપ્પાએ રાજીનામું આપવું પડ્યું હતું. કર્ણાટકમાં બીજેપીની સરકારે બે વર્ષ પૂરા કર્યા હતા તે જ સમયે યેદિયુરપ્પાએ સીએમ પદેથી રાજીનામું આપ્યું હતું. યેદિયુરપ્પાને સ્થાને વસવરાજ બોમ્મઇને કર્ણાટકના મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા છે.
11 સપ્ટેમ્બર, 2021ના રોજ ગુજરાતના મુખ્યમંત્રી પદેથી વિજય રૂપાણીએ રાજીનામું આપી દીધું છે. રાજ્યપાલ (Governor of Gujarat)ને મળીને તેમણે પોતાનું રાજીનામું સોંપી દીધું હતું. તેમની સાથે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ (Dy CM Nitin Patel)અને મંત્રીગણના તમામ સભ્યો હાજર હતા. રૂપાણીએ રાજીનામું આપતા કહ્યુ છે કે તેઓ પાર્ટી સોંપે તે કામ કરતા રહેશે. આ સાથે જ તેમણે ગુજરાતની જનતા અને ભારતીય જનતા પાર્ટી (BJP)નો આભાર માન્યો હતો.
" isDesktop="true" id="1132011" >
રાજ્યપાલને મળીને બહાર આવેલા વિજય રૂપાણીને જ્યારે પ્રશ્ન પૂછાયો કે તેમણે રાજીનામું અપ્યું છે કે લઈ લેવાયું છે? ત્યારે તેમણે જણાવ્યું હતું કે, "મેં રાજીખુશીથી રાજીનામું આપ્યું છે. ભારતીય જનતા પાર્ટીની પરંપરા રહી છે કે તે પોતાના કાર્યકર્તાને નવી નવી જવાબદારી સોંપે છે. હવે મારી જગ્યાએ કોઈ અન્ય વ્યક્તિને જવાબદારી સોંપવામાં આવશે. હું પક્ષ કહેશે તે કામ કરતો રહીશ."