Home /News /gujarat /

વિધાનસભા ચૂંટણીના 15 મહિના પહેલા CM વિજય રૂપાણીએ કેમ છોડ્યું પદ, જાણો ઇનસાઇડ સ્ટોરી

વિધાનસભા ચૂંટણીના 15 મહિના પહેલા CM વિજય રૂપાણીએ કેમ છોડ્યું પદ, જાણો ઇનસાઇડ સ્ટોરી

વિજય રૂપાણી (ફાઇલ ફોટો)

cm vijay rupani resigns- સંયોગથી વિજય રુપાણીને 2017માં યોજાનાર વિધાનસભાની ચૂંટણીના 15 મહિના પહેલા કાંઇક આવી જ રીતે રાજ્યના સીએમ બનાવ્યા હતા. આનંદીબેન પટેલને હટાવીને વિજય રૂપાણીને કમાન સોંપવામાં આવી હતી

  અમન વર્મા, નવી દિલ્હી : ભાજપાએ વધુ એક આશ્ચર્યકારક નિર્ણય કરતા શનિવારે ગુજરાતના (Gujarat)મુખ્યમંત્રી વિજય રૂપાણીને (CM Vijay Rupani)મુખ્યમંત્રી પદથી હટાવી (CM Vijay Rupani Resignation)દીધા છે. ગુજરાતમાં યોજાનાર વિધાનસભાની ચૂંટણીના (Gujarat Assembly Election 2022) 15 મહિના પહેલા પાર્ટીએ આ પગલું ભર્યું છે. આ ચોથા મુખ્યમંત્રી છે જેણે ભાજપાએ આ વર્ષે પદ પરથી હટાવી દીધા છે. આ પહેલા ઉત્તરાખંડના બે મુખ્યમંત્રી બદલવામાં આવ્યા છે. જ્યારે કર્ણાટકમાંથી બીએસ યેદિયુરપ્પા પાસેથી કમાન લઇ લેવામાં આવી છે.

  ભાજપાના વર્તમાન પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટિલ (CR Patil) , ઉપ મુખ્યમંત્રી નીતિન પટેલ (Nitin Patel)અને કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાના નામ નવા મુખ્યમંત્રી પદ માટે ચર્ચામાં છે. આ સાથે ભાજપા અને આરએસએસના વર્તુળમાંથી કેટલાક બીજા નામો પણ સાંભળવામાં મળી રહ્યા છે. જેમાં રાજ્યના ભાજપાના ઉપાધ્યક્ષ ગોરધન ઝડફિયા અને કેન્દ્રીય મત્સ્ય અને પશુપાલન મંત્રી પુરુષોત્તમ રુપાલાના નામ પણ સામેલ છે.

  રુપાણી ગત મહિને જ 65 વર્ષના થયા છે અને સૂત્રોનું માનીએ તો પાર્ટીને તેમના નેતૃત્વમાં ગુજરાતમાં આગામી ચૂંટણીનો સામનો કરવાનો
  એટલો ભરોસો ન હતો. રુપાણીએ પોતાના રાજીનામાના ભાષણમાં નવી ઉર્જા અને નવા ઉત્સવને નવા મુખ્યમંત્રી પસંદ કરવાનું કારણ ગણાવ્યું છે.

  ગત વિધાનસભાની ચૂંટણીમાં પણ કોંગ્રેસે બીજેપીને સખત પડકાર આપ્યો હતો. અંતમાં પીએમ નરેન્દ્ર મોદીના પ્રચાર અભિયાન પછી બીજેપીને જીત મળી હતી. બીજેપી છેલ્લા બે દાયકાથી ગુજરાતમાં સત્તામાં છે. રુપાણીને વધારે ઓજસ્વી નેતા તરીકે જોવામાં આવ્યા નથી. સૂત્રોના મતે ચૂંટણીના 15 મહિના પહેલા નેતૃત્વ પરિવર્તને પાર્ટીને નવા ચહેરા દ્વારા સત્તા વિરોધી લહેરને કાઉન્ટર કરવાની તક આપી છે. કાંઇક આવું જ આગામી વર્ષે ટિકિટ વહેંચણીમાં પણ જોવા મળી શકે છે. જ્યાં ઘણા વર્તમાન ધારાસભ્યોની ટિકિટો કપાઇ શકે છે.

  આ પણ વાંચો- રૂપાણીએ મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યું, જાણો રાજ્યના કયા સીએમનો કેટલા કાર્યકાળ રહ્યો

  માનવામાં આવી રહ્યું છે કે બીજેપીના વરિષ્ઠ નેતા અને ગુજરાતના પ્રભારી ભૂપેન્દ્ર યાદવ અને પાર્ટીના સંગઠન મહાસચિવ બીએલ સંતોષે છેલ્લા કેટલાક મહિનામાં રાજ્યમાં પાર્ટીની સ્થિતિ પર વિસ્તારથી રિવ્યૂ કર્યું હતું. આમ પણ રૂપાણી મોટા નેતા તરીકે ઓળખાતા ન હતા. પાટીદાર વોટ રાજ્યમાં ઘણા મહત્વના છે.

  રૂપાણીના નેતૃત્વમાં કોવિડ-19 મેનેજમેન્ટમાં યોગ્ય રીતે ખરા ના ઉતરવાના કારણે બીજેપીએ લોકોના ગુસ્સોનો સામનો કરવો પડ્યો હતો. બીજેપી સામે શહેરી વિસ્તારમાં પણ ગુસ્સો હતો. સીઆર પાટિલને ગુજરાત ભાજપના પ્રમુખ ગત વર્ષે બનાવ્યા હતા. જેથી તે પાર્ટીમાં નવા પ્રાણ ફુંકી શકે. પાટિલને નરેન્દ્ર મોદીના નજીકના માનવામાં આવે છે. તે વારાણસીમાં પીએમ મોદી માટે કામ કરતા રહ્યા છે. એક બીજેપી સૂત્રએ જણાવ્યું કે રાજ્યમાં સત્તા વિરોધી લહેર છે પણ નવા નેતાના નેતૃત્વમાં અમે 15 મહિનામાં આ વાતને દુરસ્ત કરી શકીએ છીએ.

  સંયોગથી વિજય રુપાણીને 2017માં યોજાનાર વિધાનસભાની ચૂંટણીના 15 મહિના પહેલા કાંઇક આવી જ રીતે રાજ્યના સીએમ બનાવ્યા હતા. આનંદીબેન પટેલને હટાવીને વિજય રૂપાણીને કમાન સોંપવામાં આવી હતી.
  Published by:Ashish Goyal
  First published:

  Tags: Cm vijay rupani resign, Vijay Rupani, ગુજરાત, નિતિન પટેલ

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन