આનંદો! ગ્રાહકોના જનહિતમાં વીજદરમાં વધારો નહીં થાય, CM રૂપાણીનો નિર્ણય

વીજ વિતરણમાં આધુનિકરણ અપનાવીને વીજ ખરીદી અને વીજ વિતરણ લોસ ઘટાડી ભારણ સરભર કરાશેઃ ઊર્જા મંત્રી સૌરભ પટેલ

વીજ વિતરણમાં આધુનિકરણ અપનાવીને વીજ ખરીદી અને વીજ વિતરણ લોસ ઘટાડી ભારણ સરભર કરાશેઃ ઊર્જા મંત્રી સૌરભ પટેલ

 • Share this:
  અમદાવાદ : ઊર્જા મંત્રી ( Minister of Energy) સૌરભ પટેલે (Saurabh patel) જણાવ્યું છે કે, રાજ્યના (Gujarat) વીજ વપરાશ (Electricity) કરતા ગ્રાહકોને (Customers) વીજ ભારણનો બોજો ભાવ વધારાના સ્વરૂપે વીજ ગ્રાહકો ઉપર ન પડે તે માટે ગ્રાહકોના હિતમાં ગુજરાત વીજ નિયમન આયોગ સમક્ષ વીજ ભાવ વધારો નહીં માંગવાનો મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા મહત્વનો નિર્ણય કર્યો છે.

  ઊર્જા મંત્રી સૌરભ પટેલે વધુમાં જણાવ્યું હતું કે, વીજ વીતરણ વ્યવસ્થાનું આધુનિકરણ કરવામાં આવશે. વીજ વીતરણ વ્યવસ્થાનું આધુનિકરણ થવાથી વીજ વિતરણ દરમિયાન થતા ‘વીજ વિતરણ લોસ’માં ઘટાડો થશે, વીજ ખરીદીમાં ઘટાડો તથા વીજ વિતરણ કંપનીઓની કાર્યશક્તિમાં વધારો થશે અને વીજ ભારણ સરભર કરી શકાશે.

  આ પણ વાંચો : અમદાવાદનો ચકચારી કિસ્સો : ઘરે ન જવું હોવાથી સગીરાએ અપહરણની વાર્તા ઘડી હતી

  ઊર્જા મંત્રીએ ઉમેર્યું કે, વર્ષ 2020-21 માટે કુલ વસુલાત પાત્ર રાજસ્વની ૨કમ રૂા.52,3890 કરોડ થાય છે, જેની સામે હયાત વીજ દર અને મંજૂર કરેલ વીજ વેચાણ (87.824 મિલિયન યુનિટ્સ) મુજબ વીજ ગ્રાહક પાસેથી થનાર અંદાજીત આવક રૂ. 51,507 કરોડ થાય છે. આમ વર્ષ 2020-21 માટે હયાત વીજ દર મુજબ ખાધની કુલ રકમ રૂ.882 કરોડ થાય છે. MYT રેગ્યુલેશન મુજબ આ ખાધની ૨કમ ગ્રાહકના વીજ દ૨માં વધારા રૂપે વસુલ કરવાની થાય છે. આ રૂ. 882 કરોડની ખાધનું ભારણ જો તમામ કક્ષાના વીજ ગ્રાહકના દરમાં સમાન રીતે વધારો સૂચવવામાં આવે તો આશરે રૂ. 0.10 પ્રતિ યુનિટ થાય છે. જયારે આ ભારણ જો ખેત વિષયકે ગ્રાહકો સિવાયના અન્ય તમામ ગ્રાહકો પર લાદવામાં આવે તો આશરે રૂ. 0.13 પ્રતિ યુનિટ થાય છે.

  ઉર્જા મંત્રી સૌરભ પટેલે પત્રકારોને માહિતી આપી અને સરકરાના મોટા નિર્ણયની જાણકારી આપી હતી.


  આ પણ વાંચો : ઉમિયાધામના લક્ષચંડી મહાયજ્ઞના માધ્યમથી દેશમાં પાટીદારોનો 'પાવર' દર્શાવાશે

  ઊર્જા મંત્રીએ ઉમેર્યું કે, સમગ્ર દેશમાં ગુજરાત રાજ્ય પ્રથમ છે કે જ્યાં ગ્રાહકોના હિતમાં ગુજરાત વીજ નિયમ આયોગ સમક્ષ ઘણા વર્ષોથી ભાવ વધારો માગેલ નથી. રાજ્યમાં ખેતી વિષયક વીજ વપરાશ પ્રતિ વર્ષ વધતો જાય છે એની સામે વીજ દરની સબસીડીને કારણે સરકારી ભારણ વધતું હોવા છતાં અંદાજે બે લાખ કૃષિ વિષયક વીજ ગ્રાહકોના હિતમાં એક સમાન વીજ દરનો મહત્વનો નિર્ણય પણ રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવ્યો છે.

  આ પણ વાંચો : રાજકોટની લેડી ડોન સોનુ ડાંગરની અમરેલીના SPને ધમકી, 'તમારે ભોગવવું પડશે'

  સામાન્ય ગ્રાહકોના હિતને ધ્યાનમાં રાખતા અને વીજ દરના વધારાના ભારણથી મુક્ત રાખવાના આશયથી વીજ વિતરણ કંપનીઓએ વર્ષ 2018-19ના ટ્રુ-અપ અને વર્ષ 2020-21ના વીજ દર નક્કી કરવા માટે વીજ નિયમન આયોગ સમક્ષ દાખલ કરેલ પીટીશન અંતર્ગત વીજ દરમાં કોઈ વધારો માંગેલ નથી, પરંતુ આ રૂ.882 કરોડનું ભારણ વીજ વિતરણ કંપનીઓની કાર્યક્ષમતામાં સુધારો જેમ કે વીજ વિતરણ લોસમાં ઘટાડો તથા વીજ ખરીદીમાં ઘટાડો જેવા પગલાથી સરભર કરવામાં આવશે.
  Published by:Jay Mishra
  First published: