Home /News /gujarat /બસ માત્ર એક મેસેજથી કરો CM ભૂપેન્દ્ર પટેલને ફરિયાદ, કાર્યાલયે જાહેર કર્યો WhatsApp નંબર

બસ માત્ર એક મેસેજથી કરો CM ભૂપેન્દ્ર પટેલને ફરિયાદ, કાર્યાલયે જાહેર કર્યો WhatsApp નંબર

હવે મુખ્યમંત્રીને સીધી જ કરી શકાશે ફરિયાદ

મુખ્યમંત્રી કાર્યાલયને સોશિયલ મીડિયા સાથે જોડવા વોટ્સએપ નંબર 7030930344 જાહેર કરાયો છે. જણાવી દઈએ કે, આ વોટ્સએપ નંબર પર અરજી અને ફરિયાદ કરી શકાશે.

  • News18 Gujarati
  • Last Updated :
  • Gandhinagar, India
ગાંધીનગર: રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બીજીવાર સત્તા સંભાળ્યા બાદ સતત નવા નવા નિર્ણયો લઈ રહ્યા છે. જણાવી દઈએ કે, તેઓએ ફરી એકવાર નાગરકોના હિતકારી નિર્ણય લીધો છે. આ નિર્ણયમાં જણાવવામાં આવ્યું છે કે, દરેક નાગરિક મુખ્યમંત્રી કાર્યાલય સાથે સોશિયલ મીડિયા મારફતે જોડી શકે તે માટે એક નિર્ણય લેવામાં આવ્યો છે. મુખ્યમંત્રી કાર્યાલયને સોશિયલ મીડિયા સાથે જોડવા વોટ્સએપ નંબર 7030930344 જાહેર કરાયો છે. કાર્યાલય દ્વારા કહેવામાં આવ્યું છે કે, આ વોટ્સએપ નંબર પર અરજી અને ફરિયાદ કરી શકાશે.

CM કાર્યાલયે જાહેર કર્યો વોટ્સએપ નંબર

મુખ્યમંત્રી કાર્યાલયને સોશિયલ મીડિયા સાથે જોડી શકાય તેવા માટે નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણયમાં એક વોટ્સએપ નંબર જાહેર કરાયો છે. જે વોટ્સએપના માધ્યમથી મુખ્યમંત્રી કાર્યાલયમા સંપર્ક કરી શકાશે. આ નિર્ણય બાદ વિવિધ રજૂઆતો, અરજી, ફરિયાદ સહિતની બાબતો મુખ્યમંત્રી સુધી પહોંચાડી શકાશે. મુખ્યમંત્રી કાર્યાલયના વોટ્સએપ નંબર પરથી ઓટો જનરેટેડ મેસેજ મળશે. જણાવી દઈએ કે, આ વોટ્સએપ નંબર 7030930344 છે.

વિહાર ગામના પંચાયતની સરપ્રાઈઝ વિઝિટે લીધી હતી

આ અગાઉ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જાતે વિવિધ ગામોની મુલાકાત પણ લીધી હતી. જેમા તેમણે વિહાર ગામના પંચાયત ઘરની પણ મુલાકાત લીધી હતી અને લોકોની વિવિધ સમસ્યાઓ સાંભળી હતી. આ ઉપરાંત, તેમણે ગાંધીનગરના માણસા પાસે બાપુપુરા ગામની પણ મુલાકાત લીધી હતી.

આ પણ વાંચો: રિયલ એસ્ટેટમાં 10 થી 15 ટકાનો ગ્રોથ; 10 કરોડની પ્રોપર્ટીનું પ્રદર્શન

ગ્રાઉન્ડ લેવલે ઉતર્યા હતા ખુદ મુખ્યમંત્રી થોડા દિવસ અગાઉ માણસાના બાપુપુરા ગામે આંગણવાડી અને પંચાયતઘરની સરપ્રાઈઝ વિઝિટ કરી હતી. આ સાથે મુખ્યમંત્રીએ સ્થાનિક ગ્રામજનો સાથે પણ વાતચીત કરી હતી. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગ્રાઉન્ડ લેવલે સમસ્યા જાણવા ખુદ મેદાને ઉતર્યા હોય તેવું સામે આવ્યું હતું. જેનો મુખ્ય હેતુ સમસ્યાઓને સમજવાનો અને સિસ્ટમને વધુ સરળ બનાવવાનો જણાવવામાં આવી રહ્યો છે અને હવે નાગરિકો સાથે સિધો જ સંપર્ક સાધવા માટે તેમના કાર્યલયનો વોટ્સએપ નંબર જાહેર કરાયો છે.
Published by:Samrat Bauddh
First published:

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन