અહેમદ પટેલે કહ્યું - ગુજરાતમાં ટેસ્ટિંગ ઓછા, સીએમ રૂપાણીએ આંકડા સાથે આપ્યો જવાબ

અહેમદ પટેલે કહ્યું - ગુજરાતમાં ટેસ્ટિંગ ઓછા, સીએમ રૂપાણીએ આંકડા સાથે આપ્યો જવાબ
અહેમદ પટેલે કહ્યું - ગુજરાતમાં ટેસ્ટિંગ ઓછા, સીએમ રૂપાણીએ આંકડા સાથે આપ્યો જવાબ

ગુજરાતમાં ટેસ્ટની સંખ્યા ઘટી નથી, પહેલા તમે રજૂ કરેલા અંકડાઓનો સ્ત્રોત તપાસી લો- CM રૂપાણી

 • Share this:
  ગાંધીનગર : ગુજરાતના મુખ્યમંત્રી વિજય રુપાણીએ કોરોના વાયરસના ટેસ્ટ મામલે એક આંકડાકિય માહિતી સાથેની ટ્વિટ કરીને કોંગ્રેસના રાજ્યસભાના સાંસદ અહેમદ પટેલને વળતો જવાબ આપ્યો છે. ટ્વિટર પર કોંગ્રેસના અહેમદ પટેલે કહ્યું હતું કે, ગુજરાતમાં કોરોનાનાં ટેસ્ટની સંખ્યા સતત ઘટી રહી છે અને એ રાષ્ટ્રીય પોલિસીની વિરુદ્ધ છે!

  સીએમ રૂપાણીએ તત્કાળ ટ્વિટર પર જ અહેમદ પટેલના આ ટ્વિટનો સણસણતો જવાબ આપ્યો હતો. રુપાણીએ ટ્વિટ કર્યું હતું કે ગુજરાતમાં ટેસ્ટની સંખ્યા ઘટી નથી, પહેલા તમે રજૂ કરેલા અંકડાઓનો સ્ત્રોત તપાસી લો, એ વાસ્તવિકતાથી અને ધરાતલથી જોજનો દૂરના છે! ટ્વિટની સાથે CM રૂપાણીએ એક ઇમેજ પણ મૂકી છે-જેમાં સાચા આંકડાઓ અપાયાં છે. આ આંકડા પરથી પુરવાર થાય છે કે, ગુજરાતમાં કોરોનાના ટેસ્ટની સંખ્યા દર દસ લાખ વ્યક્તિ દીઠ ભારતમાં થતા સરેરાશ ટેસ્ટ કરતા ક્યાંય વધુ છે.


  આ પણ વાંચો - કોરોના વાયરસ : રાજ્યમાં નવા 348 પોઝિટિવ કેસ નોંધાયા, કુલ આંકડો 10,000ને પાર

  16 મે સુધીમાં અમદાવાદમાં 52,377 ટેસ્ટ થયા છે જે મુજબ દર મિલિયન (દસ લાખ) દીઠ 6419 છે. સુરતમાં 23,928 ટેસ્ટ થયા છે, જે મિલિયન દીઠ 3479 છે. વડોદરામાં 6731 ટેસ્ટ થયા, જે મિલિયન દીઠ 2048 છે. ગુજરાતમાં કુલ 1,27,859 ટેસ્ટ થયાં છે, જે મિલિયન દીઠ 1943 છે. જ્યારે સમગ્ર ભારતમાં કુલ 20,39,952 ટેસ્ટ્સ થયા છે. જેની સરેરાશ દસ લાખ વ્યક્તિ દીઠ 1478 છે. આમ, ગુજરાતમાં ટેસ્ટ ઘટી રહ્યાની અફવા ફેલાવીને કોંગ્રેસ દેશને અને ગુજરાતને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરી રહી છે.
  Published by:News18 Gujarati
  First published:May 16, 2020, 22:40 pm

  ટૉપ ન્યૂઝ