ગુજરાતમાં કોરોનાનો કહેર, ગર્ભવતી મહિલા અધિકારી સહિત ત્રણ અધિકારીના મોત

ગુજરાતમાં કોરોનાનો કહેર, ગર્ભવતી મહિલા અધિકારી સહિત ત્રણ અધિકારીના મોત
ગુજરાતમાં કોરોનાથી ગર્ભવતી મહિલા અધિકારી સહિત ત્રણ ઓફિસરના મોત

રાજ્યના ઉર્જા મંત્રી સૌરભ પટેલ કોરોનાગ્રસ્ત

 • Share this:
  ગાંધીનગર : ગુજરાતમાં કોરોના વાયરસ હવે ડરાવી રહ્યો છે. કોરોનાને કારણે એક જ દિવસમાં રાજ્ય સરકારના 3 અધિકારીના મોત થતાં હાહાકાર મચી જવા પામ્યો છે.

  ડાયરેકટર ઓફ એગ્રિકલ્ચર વિભાગમાં એકાઉન્ટન્ટ તરીકે ફરજ બજાવતા વર્ગ-2ના અધિકારી શ્વેતાબહેન મહેતાનું નિધન કોરોનાને કારણે થયું છે. શ્વેતાબહેનને 7 મહિનાનો ગર્ભ પણ હતો. આ ઉપરાંત આણંદ કૃષિ યુનિવર્સિટીના વિભાગીય વડા એચ.એલ.ધડુક અને રાજ્ય સરકારના સામાન્ય વહીવટ વિભાગમાં ફરજ બજાવતા સેક્શન અધિકારી કિરીટ સાયમન સક્સેનાનું કોરોનાથી નિધન થયું છે.  ઉર્જા મંત્રી સૌરભ પટેલ કોરોના પોઝિટિવ

  રાજ્યના ઉર્જા મંત્રી સૌરભ પટેલ પણ કોરોનાગ્રસ્ત થયા છે. જેથી હાલ ચાલી રહેલા બજેટ સત્રમાં તેમના વતી નાણાંમંત્રી નીતિન પટેલ જવાબ રજૂ કરશે. આ ઉપરાંત ગાંધીનગરના ન્યૂ સચિવાલયના બ્લોક 7માં 192 કર્મચારીઓના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાંથી 53ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે.

  આ પણ વાંચો - Explained: રસી લીધા બાદ પણ કોરોનાનો ખતરો તો ખરો જ, નવા અભ્યાસમાં સામે આવ્યા ચોંકાવનારા તારણ

  રાજ્યમાં 24 કલાકમાં 2220 કેસ

  રાજ્યમાં 24 કલાકમાં કોરોના વાયરસના 2220 કેસ નોંધાયા છે. જેની સામે 1988 દર્દી સાજા થયા છે. મંગળવારે 10 દર્દીનાં મોત થયા છે. અત્યારસુધીમાં રાજ્યમાં કુલ 2,88,565 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે જ્યારે રાજ્યનો રિકવરી દર 94.51 ટકા છે.

  ચાર મહાનગરોમાં રાત્રિ કર્ફ્યૂ 15મી એપ્રિલ સુધી લંબાવાયો

  કોરોના વાયરસના કેસ વધી રહ્યા છે ત્યારે સરકાર દ્વારા રાત્રિ કર્ફ્યૂનો અમલ લંબાવવામાં આવ્યો છે. સરકારની જાહેરાત મુજબ આગામી 15મી એપ્રિલ સુધી ચાર મહાનગરોમાં રાત્રિ કર્ફ્યૂનો અમલ યથાવત રહેશે. ગૃહવિભાગના અધિક મુખ્ય સચિવ પંકજ કુમારે આ અંગેની વિગતો આપી છે ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ પંકજકુમારે આ અંગેની વિગતો આપતાં જણાવ્યું કે, કોરોના સંક્રમણના વ્યાપને ધ્યાનમાં લેતાં રાજ્ય સરકારે કેન્દ્ર સરકારની કોરોના કોવિડ-19 સંક્રમણ નિયંત્રણ માર્ગદર્શિકા આગામી તા.30 એપ્રિલ સુધી યથાવત રાખવાનો નિર્ણય કર્યો છે.
  Published by:Ashish Goyal
  First published:March 30, 2021, 22:39 pm

  ટૉપ ન્યૂઝ