રાજ્યના ચીફ સેક્રેટરી અનિલ મુકીમને 6 મહિનાનું એક્સટેન્શન, રાજ્ય સરકારની ભલામણને કેન્દ્રએ સ્વીકારી

રાજ્યના ચીફ સેક્રેટરી અનિલ મુકીમને 6 મહિનાનું એક્સટેન્શન, રાજ્ય સરકારની ભલામણને કેન્દ્રએ સ્વીકારી
રાજ્યના ચીફ સેક્રેટરી અનિલ મુકીમને 6 મહિનાનું એક્સટેન્શન

અનિલ મુકીમ ઓગષ્ટ 2020માં વયનિવૃત્ત થવાના હતા પરંતુ હવે તેઓ ફેબ્રુઆરી 2021 સુધી ચીફ સેક્રટેરીના પદ પર રહેશે

  • Share this:
ગાંધીનગર : વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માનીતા અને ભ્રષ્ટાચારના સખ્ત વિરોધી એવા એક અધિકારી અને હાલના ચીફ સેક્રેટરી અનિલ મુકીમને ગુજરાતમાં નિવૃત્તિ પછી છ મહિના વધુ કામ કરવાની તક મળશે. તેમની અનિચ્છા હોવા છતાં મોદી સરકારે ગુજરાત સરકારની ભલામણ પછી તેમને વધુ છ મહિનાનું એક્સટેન્શન આપ્યું છે. આ અધિકારી ઓગષ્ટના અંતે વયનિવૃત્ત થતા હતા.

ગુજરાતના નાણા વિભાગને નવો ઓપ આપી રહ્યાં હતા ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2018માં તેમને દિલ્હી બોલાવી લીધા હતા તે 1985 બેચના આઇએએસ અધિકારી અનિલ મુકીમ કેન્દ્રમાં માઇન્સ ડિપાર્ટમેન્ટ છોડીને ગુજરાત પાછા આવ્યા છે. સચિવાલયના સૂત્રો કહે છે કે નરેન્દ્ર મોદીએ જ તેમને ગુજરાતમાં મોકલ્યા છે. તેઓ અહીંથી દિલ્હી ગયા હતા ત્યારે તેમણે સ્પષ્ટ કહ્યું હતું કે હવે મારી વયનિવૃત્તિ દિલ્હીમાં થશે પરંતુ સંજોગો બદલાઇ ગયા અને અનિલ મુકીમને ચીફ સેક્રેટરી પદે પાછા આવવું પડ્યું છે.આ પણ વાંચો - અમદાવાદમાં સવારથી સાપુતારા જેવો માહોલ, શિયાળા જેવું ધુમ્મસ જોવા મળ્યું

ગુજરાતમાં બહુ ઓછા અધિકારીઓ છે કે જેમના ટેબલ પર એકપણ ફાઇલ પેન્ડીંગ પડી રહેતી નથી. મુકીમ પણ આ પ્રકારના અધિકારીઓની ટીમમાં આવે છે. સ્વચ્છ પ્રતિભા ધરાવતા અનિલ મુકીમ ઓગષ્ટ 2020માં વયનિવૃત્ત થવાના હતા પરંતુ હવે તેઓ ફેબ્રુઆરી 2021 સુધી ચીફ સેક્રટેરીના પદ પર રહેશે.

અનિલ મુકીમે મેનેજમેન્ટ સાથે એમકોમ અને એલએલબી કર્યું છે. મુકીમે સ્કૂલ, કોલેજ અને યુનિવર્સિટીનું શિક્ષણ પણ નેટીવ પ્લેસ અમદાવાદથી જ લીધું છે. તેઓ રાજ્યના 29માં ચીફ સેક્રેટરી બન્યા છે. સપ્ટેમ્બર 2001માં નરેન્દ્ર મોદી પહેલીવાર મુખ્યમંત્રી બન્યા ત્યારે તેમના કાર્યાલયમાં પ્રથમ સચિવ તરીકે અનિલ મુકીમની નિયુક્તિ કરવામાં આવી હતી.

વિવિધ વિભાગોમાં તેમની સાથે કામ કરનારા અધિકારીઓ કાયમ કહે છે કે તેમના ટેબલ પર કોઇ ફાઇલ પેન્ડીંગ રહેતી નથી. તેઓ તેનો ત્વરીત નિકાલ કરી દેતા હોય છે. અનિલ મુકીમને એક્સટેન્શન આપવા માટે ગુજરાત સરકાર પાસે ભલામણ મંગાવવામાં આવી હતી જેને કન્સિડર કરવામાં આવી છે. તેમને છ મહિનાનું એક્સટેન્શન આપવામાં આવતાં તેઓ હવે 28મી ફેબ્રુઆરી સુધી પદ પર રહેશે અને 1લી માર્ચ 2021માં ગુજરાતને નવા ચીફ સેક્રેટરી મળશે.
Published by:Ashish Goyal
First published:August 17, 2020, 19:52 pm

ટૉપ ન્યૂઝ