નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પર ચંપલ ફેંકાયું, મીડિયાને સંબોધિત કરતા હતા તે સમયે બની ઘટના

News18 Gujarati
Updated: October 26, 2020, 9:05 PM IST
નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પર ચંપલ ફેંકાયું, મીડિયાને સંબોધિત કરતા હતા તે સમયે બની ઘટના
નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પર ચંપલ ફેંકાયું

વડોદરાના કરજણમાં નીતિન પટેલ પ્રચાર અર્થે ગયા હતા ત્યારે આ ઘટના બની

  • Share this:
વડોદરા : ગુજરાતના ઉપ મુખ્યમંત્રી નીતિન પટેલ પર ચંપલ ફેંકવાની ઘટના બની છે. વડોદરાના કરજણમાં નીતિન પટેલ પ્રચાર અર્થે ગયા હતા ત્યારે આ ઘટના બની હતી.ઉપ મુખ્યમંત્રી નીતિન પટેલ કરજણના પુરોલી ગામમાં ચૂંટણી સભાને સંબોધ્યા બાદ મીડિયા સાથે વાત કરતા હતા ત્યારે તેમના પર કોઈએ ચંપલ ફેંક્યું હતું. જોકે તેમને ચંપલ વાગ્યુ નથી. ચંપલ ફેંકનારા વ્યક્તિની હજુ સુધી ઓળખ થઈ નથી. નીતિન પટેલ પર ચપ્પલ ફેંકવામાં આવ્યાની ઘટના બાદ ચકચાર મચી ગઈ હતી.

હાલ પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. ચપ્પલ ફેંકાયા બાદ નાયબ મુખ્યમંત્રીની સુરક્ષામાં પણ વધારો કરી દેવામાં આવ્યો હતો.

નીતિન પટેલે સભાને સંબોધતા કહ્યું હતું કે નરાધમોએ ગુજરાતના ગોધરામાં ટ્રેનને આગ લગાડવાનું પાપ કર્યુ હતું. કોંગ્રેસ અને અહેમદ પટેલે મોદી તથા અમિત શાહ પર ખોટા કેસ કરાવ્યા હતા. જેના કારણે આખી દુનિયાં ગુજરાત બદનામ થયું હતું. કમળ લોહીચુંબક છે, જે લોકોને ખેંચવાનું કામ કરે છે.


આ પણ વાંચો - અમદાવાદ : વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં 65 લાખ રૂપિયાના તોડ કાંડમાં થયો નવો ખુલાસો

કોંગ્રેસના કેટલાક ધારાસભ્યો વિધાનસભામાં વિરોધ કરતા હતા. બાદમાં તેઓ આવીને મળતા ત્યારે કહેતા કે આ તો બોલવું પડે એટલે બોલીએ છીએ, બાકી સરકાર ખૂબ સારું કામ કરે છે.
Published by: Ashish Goyal
First published: October 26, 2020, 8:02 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading