ગાંધીનગર : ભારતીય જનતા પાર્ટી પછી હવે કોંગ્રેસે પણ આગામી વિધાનસભાની પેટા ચૂંટણી (Gujarat Assembly By Elections 2020) ની 8માંથી 5 બેઠકના ઉમેદવાર જાહેર કર્યા છે. કોંગ્રેસે અબડાસાથી શાતિલાલ સાંઘાણી, મોરબીમાં જયંતિભાઈ પટેલ, ધારીમાં સુરેશ કોટડિયા, ગઢડાથી મોહનભાઈ સોલંકી અને કરજણમાં કિરીટસિંહ જાડેજાને ટિકિટ આપી છે. કોંગ્રેસે હજુ કપરાડા, ડાંગ અને લિંબડી બેઠક પરથી ઉમેદવારના નામની જાહેર કરી નથી.
આ પહેલા ભાજપે (Congress Candidates for Assembly By Elections 2020) મોરબી, ધારી, અબડાસા, ડાંગ, કરજણ, ગઢડા, કપરાડા બેઠકના ઉમેદવાર જાહેર કર્યા હતા. આ ચૂંટણીમાં ભાજપે લિંબડી સિવાયની તમામ બેઠકોના ઉમેદવાર જાહેર કરી દીધા છે. આ બેઠકોમાં એક ગઢડા (Gadhada)-ડાંગ (Dang) બેઠક પર પૂર્વ મંત્રી અને ભાજપના ઉમેદવારને ટિકિટ આપવામાં આવી છે. જ્યારે અન્ય બેઠકો પર કૉંગ્રેસમાંથી આવેલા ઉમેદાવારોને ટિકિટ આપી છે.