Gujarat Bypoll: ભાજપા દ્વારા 36 જેટલા પ્રચાર સાહિત્ય તૈયાર કરી લોકોના ઘર સુધી પહોંચાડવાનો પ્રયાસ


Updated: October 22, 2020, 11:17 PM IST
Gujarat Bypoll: ભાજપા દ્વારા 36 જેટલા પ્રચાર સાહિત્ય તૈયાર કરી લોકોના ઘર સુધી પહોંચાડવાનો પ્રયાસ
પ્રતિકાત્મક તસવીર

ભાજપાનો વિચાર તથા કેન્દ્ર અને રાજ્યની ભાજપા સરકારના પ્રજાકીય કાર્યોની માહિતી સરળતાથી લોકો સમજી શકે તે રીતે પ્રચાર સાહિત્ય બનાવવામાં આવ્યું છે

  • Share this:
ગાંધીનગર : ગુજરાત વિધાનસભાની પેટાચૂંટણીમાં પ્રદેશ ભાજપ દ્વારા જુદા જુદા પ્રકારના 36 જેટલા પ્રચાર સાહિત્ય તૈયાર કરી લોકોના ઘર સુધી પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. કોરોના મહામારીમાં યોજાનાર આ પેટાચૂંટણીમાં ભાજપ વિવિધ પ્રકારના ફ્લેગ માસ અને જુદા જુદા પ્રકારના મુખોટા તૈયાર કરી ચૂંટણી પ્રચાર કરી રહ્યું છે.

આ અંગે માહિતી આપતા ભાજપના નેતા મહેશ કસવાલાએ જણાવ્યું હતું કે પ્રદેશ ભાજપ દ્વારા દરેક ચૂંટણીઓમાં વિવિધતા સભર પ્રચાર સાહિત્યનું નિર્માણ કરવામાં આવતું હોય છે. આ વખતે પણ ભાજપા દ્વારા જુદીજુદી 36 જેટલી વસ્તુઓ/પત્રિકાઓ પ્રચાર-પ્રસાર માટે બનાવવામાં આવી છે. જેમાં બાળકો માટે, યુવાનો માટે, મહિલાઓ માટે, ખેડૂતો માટે તેમજ વિવિધ વર્ગો માટેનું અલગ અલગ પ્રચાર સાહિત્ય અને વસ્તુઓ બનાવવામાં આવી છે.

આ પણ વાંચો - કોરોના વેક્સીન માટે 50 હજાર કરોડનું બજેટ નક્કી, એક ડોઝની કિંમત 147 રૂપિયા હશે : રિપોર્ટ

ભાજપાનો વિચાર તથા કેન્દ્ર અને રાજ્યની ભાજપા સરકારના પ્રજાકીય કાર્યોની માહિતી સરળતાથી લોકો સમજી શકે તે રીતે પ્રચાર સાહિત્ય બનાવવામાં આવ્યું છે. જેમાં કેન્દ્ર-રાજ્ય સરકારની કામગીરીની વિગતો–સૂત્રો સાથેની પોકેટ બુક, પત્રિકાઓ, ટોપી, ઝંડા, સ્ટીકર વગેરેનાં વિતરણ દ્વારા જન-જન સુધી ભાજપાની વિચારધારા તથા કરેલાં પ્રજાલક્ષી કાર્યોની માહિતી પહોંચાડવામાં આવી રહી છે.

દર વખતની ચૂંટણીઓની જેમ આ વખતે પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ તથા મુખ્યમંત્રી વિજય રૂપાણીના ફોટા સાથેના ફેસમાસ્ક તથા કટઆઉટ બનાવવામાં આવ્યા છે. હાલના કોરોનાના સમયને ધ્યાનમાં રાખીને આ વખતે મોટી સંખ્યામાં માસ્ક પણ બનાવવામાં આવ્યા છે. જેનું દરેક સભાઓમાં, બેઠકોમાં તેમજ ઘર-ઘર સંપર્ક અભિયાનમાં વિતરણ કરવામાં આવી રહ્યું છે. એલ.ઈ.ડી. રથ દ્વારા પણ આઠે-આઠ વિધાનસભાઓમાં કેન્દ્ર-રાજ્ય સરકારની વિવિધ પ્રજાલક્ષી યોજનાઓની ફિલ્મના માધ્યમથી પ્રચાર કરવામાં આવી રહ્યો છે. ભાજપા દ્વારા વર્ચ્યુઅલ તેમજ પ્રત્યક્ષ એમ તમામ માધ્યમો દ્વારા વિવિધ પ્રકારની પ્રચાર સામગ્રી દ્વારા પ્રચાર-પ્રસારનું કાર્ય જોરશોરથી ચાલી રહ્યું છે.
Published by: Ashish Goyal
First published: October 22, 2020, 11:17 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading