રાજ્યના નાણાંમંત્રી કનુ દેસાઇના અધ્યક્ષસ્થાને વિવિધ વિભાગોની બેઠકો શરૂ કરવામાં આવી છે.
કૃષિ ઇન્ફ્રાસ્ટ્રક્ચર કોષ, ખેતીને પાણી પુરૂં પાડવાની 25000 કરોડની યોજના, સૌરાષ્ટ્ર તેમજ દક્ષિણ ગુજરાતમાં સી-ફુડ પાર્ક, મત્સ્યોદ્યોગ માટે નવી જેટી, પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ સારવારની રકમ 10 લાખ કરવી સહિતની યોજનાઓનો બજેટમાં સમાવેશ કરાશે.
ગાંધીનગર: ગુજરાતમાં નવા વર્ષ 2023-24ના સામાન્ય અંદાજપત્રની તૈયારીનો ધમધમાટ શરૂ થયો છે. રાજ્ય સરકારના તમામ 28 વિભાગો અને સરકારી સંસ્થાઓને બજેટની જોગવાઇ અને માગણીઓની વિગતો આપવા જણાવવામાં આવ્યું છે. રાજ્યના નાણાં વિભાગે અલગ-અલગ વિભાગોના અધિકારીઓ સાથે બેઠકોની શરૂઆત કરી છે. છેલ્લા 15 દિવસથી આ મુદ્દે બેઠકોનો દૌર રોજ રોજ ચાલુ છે.
દેશમાં 2024માં લોકસભાની ચૂંટણી આવી રહી હોવાથી ગુજરાતના બજેટમાં સામાન્ય લોકો ઉપર નવા કરવેરા નહીં હોવા સાથે નવી યોજનાઓ અને લોકભોગ્ય જાહેરાતો હોવાની સંભાવના છે. 2022-23ના વર્ષના બજેટનું કદ 2.43 લાખ કરોડનું હતું જેમાં 10 થી 12 ટકાનો વધારો થવો સંભવ છે. રાજ્યના નાણાંમંત્રી કનુ દેસાઇના અધ્યક્ષસ્થાને વિવિધ વિભાગોની બેઠકો શરૂ કરવામાં આવી છે.
બજેટ સત્ર પૂર્વે સરકારના 28 વિભાગો તેમજ અન્ય સરકારી કચેરીઓ દ્વારા બજેટને લગતા ખર્ચા, નવી યોજનાઓ, અગાઉ સમાવિષ્ટ યોજનાઓ તેમજ અન્ય હિસાબો સહિત સરકારના ખર્ચ અને આવકના અંદાજોની વિગતો એકત્ર કરવામાં આવી રહી છે. વિધાનસભાની ચૂંટણી પહેલાં ભાજપે જે વચનો આપ્યાં છે તે પૂર્ણ કરવા નાણામંત્રીએ વિભાગોને ટારગેટ આપ્યાં છે.
સચિવાલયના સૂત્રોએ જણાવ્યું હતું કે કૃષિ ઇન્ફ્રાસ્ટ્રક્ચર કોષ, ખેતીને પાણી પુરૂં પાડવાની 25000 કરોડની યોજના, સૌરાષ્ટ્ર તેમજ દક્ષિણ ગુજરાતમાં સી-ફુડ પાર્ક, મત્સ્યોદ્યોગ માટે નવી જેટી, કોલ્ડ સપ્લાય ચેઇન, પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ સારવારની રકમ 10 લાખ કરવી, ગ્રીન એનર્જી, મિશન સ્કૂલ ઓફ એક્સેલન્સ સહિતની યોજનાઓનો બજેટમાં સમાવેશ કરવામાં આવી શકે છે.
Published by:rakesh parmar
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર