Home /News /gujarat /Gujarat Budget : ગુજરાત બજેટ 2022 શિક્ષણ વિભાગ માટે 34,884 કરોડ રૂપિયાની જોગવાઇ

Gujarat Budget : ગુજરાત બજેટ 2022 શિક્ષણ વિભાગ માટે 34,884 કરોડ રૂપિયાની જોગવાઇ

Gujarat Budget 2022 : ગુજરાત બજેટ 2022-23 રજુ કરતાં નાણામંત્રી કનુભાઇ દેસાઇએ (Gujarat Finance Minister KanuBhai Desai) શિક્ષણ વિભાગ (Education Department) માટે 34884 કરોડની જોગવાઇની જાહેરાત કરી. પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચ શિક્ષણમાં સુધાર માટે સરકાર કટિબધ્ધ હોવાનો તેમણે ભાર મુક્યો હતો.

Gujarat Budget 2022 : ગુજરાત બજેટ 2022-23 રજુ કરતાં નાણામંત્રી કનુભાઇ દેસાઇએ (Gujarat Finance Minister KanuBhai Desai) શિક્ષણ વિભાગ (Education Department) માટે 34884 કરોડની જોગવાઇની જાહેરાત કરી. પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચ શિક્ષણમાં સુધાર માટે સરકાર કટિબધ્ધ હોવાનો તેમણે ભાર મુક્યો હતો.

વધુ જુઓ ...
  Gujarat Bufget 2022 : ગુજરાત વિધાનસભામાં ગુરૂવારે બપોરે ગુજરાત બજેટ 2022-23 રજુ કરતાં રાજ્યના નાણામંત્રી કનુભાઇ દેસાઇએ રાજ્યમાં શિક્ષણને ઉચ્ચ કક્ષાએ લઇ જવા માટે ગુજરાત બજેટ 2022 માં  (Gujarat Budget 2022) શિક્ષણ વિભાગ માટે કુલ રૂપિયા 34884 કરોડની જોગવાઇની જાહેરાત કરી હતી. વિદ્યાધનં સર્વ ધનં પ્રધાનમ... સર્વ ધનમાં વિદ્યાધન મુખ્ય છે એનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું કે, આપણી સંસ્કૃતિ જ્ઞાનની ઉપાસનાને વરેલી છે. માળખાગત તેમજ ગુણવત્તાલક્ષી પ્રયોગો દ્વારા શૈક્ષણિક સ્તરને ઉચ્ચ કક્ષાએ લઇ જવા અમારી સરકાર કટિબધ્ધ છે.

  વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના દૂરંદેશી માગ્રદર્શન હેઠળ બાળકો અને યુવાનોના સશક્તિકરણ માટે નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ઘડવામાં આવી હોવાનો ઉલ્લેખ કરતાં નાણામંત્રી કનુભાઇ દેસાઇએ કહ્યું કે, આ નીતિમાં સંશોધન અને સર્જનાત્મકતા (ઇનોવેશન), કૌશલ્ય નિર્માણ અને રોજગારી પર ભાર મુકવામાં આવેલ છે. લિંગ સમાનતા અને શાળામાં નામાંકન સુનિશ્વિત કરીને ગુણવત્તાયુક્ત શિક્ષણ માટેની દિશા નક્કી કરવામાં આવેલ છે. આ નીતિમાં આઇ.સી.ટી સક્ષમતા, સ્માર્ટ ક્લાસ રૂમ, ડિજિટલ લર્નિંગ, માળખાકીય સુવિધાઓ અને લેબોરેટરીઓ પર વધુ ધ્યાન આપવામાં આવશે.

  પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ

  મિશન સ્કૂલ્સ ઓફ એક્સેલન્સ યોજના હેઠળ રાજ્યની જુદી જુદી શાળાઓના માળખાકીય સગવડો તેમજ શિક્ષણ પધ્ધતિમાં સુધારાઓ માટે જોગવાઇ રૂ. 1188 કરોડ

  આ પણ વાંચો - Gujarat Budget: કનુભાઈ દેસાઈના બજેટમાં ખેડૂતોને શું મળ્યું? સનેડાના ઉપયોગને પ્રોત્સાહન માટે સરકાર આપશે સહાય

  પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં જર્જરિત ઓરડાઓમાં તેમજ નવા ઓરડાઓના નિર્માણ માટેનું સઘન અભિયાન સરકારે હાથ ધર્યું છે. હાલમાં અઢી હજાર ઓરડાઓનું કામ પ્રગતિ હેઠળ છે અને આગામી વર્ષે 10 હજાર નવા ઓરડાઓના નિર્માણનું લક્ષ્યાંક રાખેલ છે. આ માટે 937 કરોડ રૂપિયાની જોગવાઇ કરવામાં આવેલ છે.

  આઝાદીના અમૃત મહોત્સવના અવસરે ગુજરાત રાજ્યના પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને ઉચ્ચ ગુણવત્તાયુક્ત શિક્ષણ નિવાસી ધોરણે આપી શકાય તે માટે 50 જ્ઞાન શક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ્સ સામાજિક ભાગીદારીના ધેરણે શરૂ કરી 1 લાખ વિદ્યાર્થીઓને શિક્ષણ આપવાનું નક્કી કરેલ છે. આ યોજના અંતર્ગત આગામી વર્ષ માટે જોગવાઇ રૂ 90 કરોડ કરવામાં આવી છે.

  આ પણ વાંચો - Gujarat Budget live updates: ગુજરાત બજેટ- આરોગ્ય વિભાગ માટે 12,240 કરોડ, શિક્ષણ માટે 34,883 કરોડની જોગવાઈ

  • સૈનિક સ્કૂલ બાલાચડી, જામનગરને નવતર સુવિધાઓથી સુસજ્જ બનાવવા અને તેમાં રાજ્યની સરકારી શાળાઓમાં ભણતા વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવે તો તેમને શિક્ષણ અને અન્ય તમામ સેવાઓ વિના મૂલ્યે મળે તે માટે 28 કરોડ રૂપિયાની જોગવાઇ કરવામાં આવી છે.

  • દૂધ સંજીવની યોજનાઓનો વ્યાપ વધારી જાંબુઘોડા અને મોરવા હડફ તાલુકાનો સનાવેશ કરવામાં આવશે. અંદાજે 50 લાખ બાળકોને મધ્યાહન ભોજન યોજના, અન્ન સંગમ યોજના, દૂધ સંજીવની યોજના અને સુખડી યોજનાનો લાભ આપવા માટે 1068 કરોડ રૂપિયાની જોગવાઇ કરવામાં આવી છે.

  • રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ અંતર્ગત રાજ્યમાં ખાવગી શાળાઓમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓ માટે 662 કરોડ રૂપિયાની જોગવાઇ કરવામાં આવી છે.

  • અંદાજે 11 લાખ વિદ્યાર્થીઓને એસટી બસ ફ્રી પાસ કન્સેશન માટે 205 કરોડ રૂપિયાની જોગવાઇ કરવામાં આવી છે.

  • માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં વોકેશનલ એજ્યુકેશન અંતર્ગત 129 કરોડ રૂપિયાની જોગવાઇ

  • છેવાડાના તથા અંતરિયાળ વિસ્તારોમાં 245 કસ્તુરબા ગાંધી વિદ્યાલયમાં અભ્યાસ કરતી 27 હજાર જેટલી બાળાઓ માટે મફત રહેવા તથા ભોજનની વ્યવસ્થા માટે 122 કરોડ રૂપિયાની જોગવાઇ

  • ઘરથી શાળાનું અંતર એક કિલોમીટરથી વધુ હોય તેવા 2 લાખ 30 હજાર કરતાં વધુ પ્રાથમિક શાળાના બાળકોને લાવવા અને લઇ જવા માટે 108 કરોડ રૂપિયાની જોગવાઇ

  • શાળા બહારના બાળકોને શાળા સુધી લાવવાના પ્રયત્નો તેમજ આવા બાળકોને અભ્યાસ તેમજ અન્ય ખાસ પ્રકારની તાલીમ આપવા માટે 87 કરોડ રૂપિયાની જોગવાઇ કરવામાં આવી છે.

  • વીજળીકરણ અને પીવાના પાણીની સુવિધાઓની ખૂટતી કડી પુરી કરવા અને શાળાઓને સ્વસ્છતા સહાય માટે 81 કરોડ રૂપિયાની જોગવાઇ કરવામાં આવી છે.

  • સરકારી અને ગ્રાન્ટેડ પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં અભ્યાસ કરતા તમામા જાતિના વિદ્યાર્થીઓને વિનામૂલ્યે પાઠ્યપુસ્તકો પુરા પાડવા માટે 145 કરોડ રૂપિયાની જોગવાઇ


  દિવ્યાંગ વિદ્યાર્થીઓની પરીક્ષા ફી માફી માટે 37 કરોડ રૂપિયાની જોગવાઇ

  ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડની અંદાજે 10 લાખ વિદ્યાર્થીનીઓ તથા તમામ દિવ્યાંગ વિદ્યાર્થીઓની પરીક્ષા ફી માફી માટે 37 કરોડ રૂપિયાની જોગવાઇ

  • શાળાઓમાં અભ્યાસ કરતા દિવ્યાંગ બાળકો માટે થેરાપીની સગવડ વિકસાવવા તેમજ વિશિષ્ટ જરૂરીયાતવાળા બાળકોને સાધન સહાય આપવા માટે 21 કરોડ રૂપિયાની જોગવાઇ


  ગર્લ્સ હોસ્ટેના બાંધકામ માટે

  • મોડલ શાળાઓમાં ગર્લ્સ હોસ્ટેના બાંધકામ માટે 12 કરોડ રૂપિયાની જોગવાઇ

  • ભારત સરકાર દ્વારા સંચાલિત સૈનિક શાળાઓ જેવી જ રક્ષા શક્તિ શાળાઓ રાજ્ય સરકાર દ્વારા સામાજિક ભાગીદારીથી શરૂ કરવા માટે 5 કરોડ રૂપિયાની જોગવાઇ

  • સંસ્કૃત સાધના યોજના અંતર્ગત હયાત સંસ્કૃત ગુરૂકુળોમાં શૈક્ષણિક પ્રવૃત્તિઓ માટે રૂપિયા 8 કરોડની જોગવાઇ

  • સંસ્કૃતના અભ્યાસ માટે સામાજિક ભાગીદારીથી નવા સંસ્કૃત ગુરૂકુળો શરૂ કરવા સંસ્કૃત શ્કિત ગુરૂકુળ યોજના માટે રૂ 3 કરોડ

  • પ્રાથમિક શાળાઓ ખાતે સીસીટીવી CCTV કેમેરાની સુવિધા માટે 20 કરોડ રૂપિયાની જોગવાઇ

  • વડનગર ખાતે પ્રેરણાકેન્દ્ર શરૂ કરવા માટે 2 કરોડ રૂપિયાની જોગવાઇ


  ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ

  • મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના અંતર્ગત ઉચ્ચ શિક્ષણના અભ્યાસક્રમોમાં વિદ્યાર્થીઓને ટ્યુશન ફી તથા હોસ્ટેલ અને ભોજન ખર્ચમાં શિષ્યવૃત્તિ સહાય પુરી પાડવા માટે 350 કરોડ રૂપિયાની જોગવાઇ

  • માઇન્ડ ટુ માર્કેટના કન્સેપ્ટથી વિદ્યાર્થીઓને ઇનોવેશન અને ઉદ્યોગ સાહસિકતા માટે પ્રેરીત કરવા સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ અને ઇનોવેશન પોલિસી 2.0 અંતર્ગત 1 હજાર ઉચ્ચ શિક્ષણની સંસ્થાઓ અને 10 હજાર શાળાઓમાં અંદાજે 50 લાખ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે પાંચ વર્ષ માટે 300 કરોડ રૂપિયાનું આયોજન કરેલ છે અને આગામી વર્ષ માટે જોગવાઇ 60 કરોડ રૂપિયાની કરવામાં આવી છે.

  • નમો ટેબ્લેટ યોજના અંતર્ગત 3 લાખ જેટલા વિદ્યાર્થીઓને ટેબ્લેટ આપવા માટે 200 કરોડ રૂપિયાની જોગવાઇ

  • ટેકનિકલ શિક્ષણ આપતી સંસ્થાઓમાં માળખાકીય સગવડો માટે 117 કરોડ રૂપિયાની જોગવાઇ

  • ડિજિટલ શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે ડિજિટલ એજ્યુકેશન ડેવલોપમેન્ટ ફંડ તરીકે 30 કરોડ

  • સરકારી કોલેજોના મકાન બાંધકામ, પુસ્તકો, આઇટી અને લેબોરેટરીના સાધના માટે 26 કરોડ

  • પીએચડીના 1 હજાર વિદ્યાર્થીઓને સંશોધન તથા અન્ય ખર્ચને પહોંચી વળવા માટે વિદ્યાર્થી દીઠ 2 લાખ રૂપિયાની સહાય પુરી પાડતી શોધ યોજના અંતર્ગત 20 કરોડ

  • ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી માટે ટોચ હાઉસ, પુસ્તક પ્રકાશન અને આઇટી ઉપકરણ માટે 20 કરોડ


  " isDesktop="true" id="1185119" >


  • સરકારી ઇજનેરી કોલેજો અને પોલિટેકનિક માટે બાંધકામ, સાધન સામગ્રી પુસ્તકો અને ખૂટતા ફર્નિચર માટે 37 કરોડ

  • આઇટીઆઇ આરએએમ ખાતે ડ્રોન ટેકનોલોજી, આર્ટીફિશિયલ ઇન્ટેલીજન્સ અને મશીન લર્નિંગ અને વિવિધ સુવિધાઓ પુરી પાડવા માટે 6 કરોડની જોગવાઇ

  • લિબાયત (સુરત), જસદણ (રાજકોટ), બગસરા (અમરેલી), પાલીતણા (ભાવનગર), વરાછા (સુરત) અને સંતરામપુર (મહીસાગર) ખાતે નવી સરકારી કોલેજો શરૂ કરવામાં આવશે.

  • આદિજાતિ વિસ્તારોના કાછલ (સુરત), ડેડીયાપાડા (નર્મદા) અને ખેરગામ (નવસારી) ખાતેની હયાત કોલેજોમાં વિજ્ઞાન પ્રવાહ શરૂ કરવામાં આવશે.

  Published by:Hareshkumar Suthar
  First published:

  Tags: Budget 2022, Gujarat budget 2022, ગુજરાત બજેટ, બજેટ

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन