Gujarat Budget: ગોધરા-મોરબીમાં બનશે મેડિકલ કોલેજ, 20 સિવિલ હૉસ્પિટલોમાં પંચકર્મ સારવાર અપાશે

Gujarat Budget: ગોધરા-મોરબીમાં બનશે મેડિકલ કોલેજ, 20 સિવિલ હૉસ્પિટલોમાં પંચકર્મ સારવાર અપાશે

  • Share this:
    ગાંધીનગરઃ આજે ત્રીજી માર્ચે, ગુજરાત સરકારનાં (Gujarat Government) નાણાં મંત્રી (Finance Minister) અને નાયબમુખ્યમંત્રી નીતિન પટેલ (Dy. CM Nitin Patel) આજે ગુજરાત સરકારનું બજેટ (Budget) રજૂ કરશે. તેઓ આજે નવમી વાર બજેટ રજૂ કર્યું હતું. જે પેપરલેસ (Paperless) હતું. ગુજરાતના ઇતિહાસનું સૌથી મોટું બજેટ (Gujarat budget) રજૂ કરતા નાણાં મંત્રી નીતિન પટેલ વર્ષે 2021-22 માટેનું 2 લાખ 27 હજાર 29 કરોડનું બજેટ રજૂ કર્યું છે. કૃષિ ખેડૂત કલ્યાણ યોજના માટે 7 હજાર 232 કરોડની બજેટમાં જોગવાઈ કરવામાં આગુજરાતના ઇતિહાસનું સૌથી મોટું બજેટ રજૂ કરતા નાણાં મંત્રી નીતિન પટેલ વર્ષે 2021-22 માટેનું 2 લાખ 27 હજાર 29 કરોડનું બજેટ રજૂ કર્યું છે.

    કૃષિ ખેડૂત કલ્યાણ યોજના માટે 7 હજાર 232 કરોડની બજેટમાં જોગવાઈ કરવામાં આ ગુજરાતના ઇતિહાસનું સૌથી મોટું બજેટ રજૂ કરતા નાણાં મંત્રી નીતિન પટેલ વર્ષે 2021-22 માટેનું 2 લાખ 27 હજાર 29 કરોડનું બજેટ રજૂ કર્યું છે. કૃષિ ખેડૂત કલ્યાણ યોજના માટે 7 હજાર 232 કરોડની બજેટમાં જોગવાઈ કરવામાં આવી છે. જળસંપતિ માટે 5 હજાર 494 કરોડની જોગવાઈ, શિક્ષણ માટે 32 હજાર 719 કરોડની જોગવાઈ, આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ માટે 11 હજાર 323 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.



    નાણાંમંત્રીએ બજેટમાં જણાવ્યું કે, PM માતૃવંદના યોજના માટે 66 કરોડની જોગવાઇ કરાઇ છે. અમદાવાદ નવી સિવિલની સુવિધાઓ અપગ્રેડેશન માટે 87 કરોડ ફાળવવામાં આવ્યા છે. આદિજાતિ વિકાસ વિભાગ માટે 2 હજાર 656 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. આ સાથે સામાજિક ન્યાય અને અધિકારીતા માટે 4 હજાર 353 કારોડની જોગવાઈ કરવામાં આવી છે.

    સૌરાષ્ટ્રમાં રૂ.675 કરોડના ખર્ચે પીવાના પાણી માટે 143 કિ.મીની બલ્ક લાઈન પાઈપ લાઈન નાંખવામાં આવશે. રાજકોટમાં પીપીપી ધોરણે નવુ બસ સ્ટેશન અને અન્ય સ્થળો 6 નવા બસ સ્ટેન્ડ બનશે, રૂ.100 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.

    નાણાંમંત્રીએ કહ્યું કે, 20 સિવિલ હોસ્પિટલોમાં આર્યુવેદિક પદ્ધતિથી પંચકર્મ સારવાર અપાશે. આ સાથે સુરતની કિડની હોસ્પિટલને અદ્યતન બનાવવા 25 કરોડ આપવામાં આવશે. નવી 150 એમ્બ્યુલન્સ માટે 30 કરોડની જોગવાઇ કરવામાં આવી છે આ સાથે108 એમ્બ્યુલન્સ સર્વિસમાં વધુ નવી 150 એમ્બ્યુલન્સ ઉમેરાશે. ઓછા જન્મ સાથે જન્મતા બાળકોની સારવાર માટે 145 કરોડની જોગવાઇ કરવામાં આવી છે. ગોધરા-મોરબીમાં નવી મેડિકલ કોલેજ માટે 50 કરોડ ફાળવવામાં આવશે.

    અમદાવાદ-સોમનાથ, અંબાજી, દ્વારકા, સાપુતારા અને ગીર ખાતે હેલીપોર્ટ વિકસાવાશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આનાથી રાજ્યમાં પ્રવાસન વધશે અને લોકોને રોજગારી મળશે. વેલ શાર્ક ટ્યુરિઝમ સાથે સ્થાનિક રોજગારની નવી યોજના બનાવવામાં આવી છે.

    નાણાં મંત્રીએ જણાવ્યું કે, અમદાવાદ-ગાંધીનગર-સુરત મેટ્રો માટે રૂ.568 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. આ ઉપરાંત તેમણે જણાવ્યું કે, ટેક્સટાઈલ પોલિસી હેઠળ ઉદ્યોગોને રૂ.1500 કરોડની સહાયની જોગવાઈ કરવામાં આવશે. ગિફ્ટ સિટીમાં મૂડી રોકાણ માટે 100 કરોડની જોગવાઈ કરાઇ છે.

    નાણામંત્રીએ કમલમ ફ્રુટના વાવેતર માટેની પણ જોગવાઇ કરી છે. તેમણે જણાવ્યું કે, કેવડિયાની આસ-પાસના 50 કિ.મીમાં કમલમ ફ્રૂટના બે લાખના વાવેતર માટે 15 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. મહત્ત્વનું છે કે, ખેડૂતોની માંગ બાદ રાજ્ય સરકારે ડ્રેગન ફ્રૂટનું નામ બદલીને કમલમ રાખ્યું છે.

    રાજ્યમાં બે મેગા ટેક્સટાઇલ પાર્કનું આયોજન અંગે તેમણે જણાવ્યું કે, જબુંસરમાં બ્લક ટ્રક ઈન્ડસ્ટ્રીયલ પાર્કનું આયોજન સાથે રાજકોટમાં મેડિકલ ડિવાઈસ ઈન્ડસ્ટ્રીયલ પાર્ક સ્થાપવામાં આવશે.

    સિરામીક હબ મોરબી, હળવદ જેતપુર, મોરબી અણીયાળી અને ઘાટીલા 70 કિ.મીનો રસ્તો 4 માર્ગી કરાશે. રાજ્યમાં સોલર રૂપટોપ માટે રૂ.800 કરોડની જોગવાઈ, 3 લાખ ઘરોને સહાય અપાશે

    નાણાં મંત્રીએ ગુજરાતના બંદરોને વિકસાવવા માટેની જાહેરાત કરતા જણાવ્યું કે, નવલખી બંદર ખાતે 192 કરોડના ખર્ચે નવી જેટ્ટી બનાવાશે. નારગોલ અને ભાવનગર બંદર રૂ.4800 કરોડના ખર્ચે વિકસાવાશે.

    નીતિન પટેલે જણાવ્યું કે, કાયદો અને વ્યવસ્થા માટે 7 હજાર 960 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. અન્ન અને નાગરિક પુરવઠા વિભાગને 1224 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. આ સાથે મહેસુલ વિભાગ માટે 4548 કરોડ, વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગને 563 કરોડ, રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ માટે 507 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. આ સાથે માહિતી અને પ્રસારણ માટે 168 કરોડની જોગવાઈ, કાયદા વિભાગ માટે 1698 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.

    નાણાંમંત્રી નીતિન પટેલે મહત્ત્વની જાહેરાત કરતા કહ્યું કે, રાજ્ય સરકાર યુવાનોને નોકરી આપવા મક્કમ છે. 5 વર્ષમાં 2 લાખ યુવાનોને રોજગારી, ખાનગી સેક્ટરમાં 20 લાખ યુવાનોને રોજગારી અપાશે.

    નીતિન પટેલે જણાવ્યું કે, સ્ટેચ્યૂ ઓફ યુનિટી માટે ગુજરાત રહેશે ત્યાં સુધી આપણે પીએમ નરેન્દ્ર મોદીનો આભાર માનીશું. આ વખતે જેટલા લોકો દેશનો તાજમહેલ કે ચારમિનાર જોવા નથી ગયા તેટલા લોકો સ્ટેચ્યૂ ઓફ યુનિટી જોવા આવ્યાં છે. આ સ્ટેચ્યુ ઓફ યુનિટીના વિકાસ માટે તેમણે 625 કરોડ રુપિયાની જોગવાઈ કરી છે.

    નીતિન પટેલે 77મું બજેટ રજુ કરતા જણાવ્યું કે, કલાઈમેન્ટ ચેન્જ માટે 910 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. આ સાથે વન અને પર્યાવરણ વિભાગને 1814 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. ઉધોગ અને ખાણ વિભાગ માટે 6599 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.

    આ ઉપરાંત પેપરલેસ બજેટમાં જણાવ્યું કે, શહેરી વિકાસ માટે 13 હજાર 493 કરોડ રુપિયાની જોગવાઈ કરવામાં આવી છે. શ્રમિક કલ્યાણ અને રોજગાર વિભાગને 1502 કરોડ ની જોગવાઈ કરવામાં આવી છે. આ સાથે માર્ગ અને મકાન વિભાગ માટે 11 હજાર 185 કરોડની જોગવાઈ, બંદર અને વાહન વ્યવહાર વિભાગ માટે 1478 કરોડ, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગને 13 હજાર 34 કરોડની જોગવાઈ આપવામાં આવી છે.

    નીતિન પટેલે બજેટમાં મહત્ત્વપૂર્ણ વાત કરતા જણાવ્યું કે, મહિલા અને બાળ વિભાગમાં 3511 કરોડ રુપિયાની જોગવાઈ કરવામાં આવી છે. પાણી પુરવઠા વિભાગ માટે 3974 કરોડની, સામાજિક ન્યાય અધિકારીતા વિભાગ માટે 4353 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. આદિજાતિ વિકાસ વિભાગ માટે 2656 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. આ સાથે પંચાયત અને ગ્રામ વિકાસ વિભાગને 8796 કરોડની જોગવાઇ કરવામાં આવી છે.
    Published by:Kaushal Pancholi
    First published:March 03, 2021, 09:36 am

    ટૉપ ન્યૂઝ