ગુજરાત બજેટ: કૃષિલક્ષી બજેટ, વગર વ્યાજે ખેડૂતોને મળશે લોન, રૂ. 500 કરોડની જોગવાઇ

ખેડૂતો માટે 6700થી વધુ કરોડની જોગવાઈ કરવામાંઆવી આ સાથે જ 29 હજાર ખેડૂતોને ટ્રેક્ટર ખરીદીમાં સહાય

ખેડૂતો માટે 6700થી વધુ કરોડની જોગવાઈ કરવામાંઆવી આ સાથે જ 29 હજાર ખેડૂતોને ટ્રેક્ટર ખરીદીમાં સહાય

 • Share this:
  ગાંધીનગર: ગુજરાત બજેટની નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ જાહેરાત કરી રહ્યાં છે જેમાં કૃષિ ક્ષેત્રે ખાસ જાહેરાત કરવામાં આવી છે જેમાં મુખ્ય છે ખેડૂતો માટે ખાસ 6755 કરોડ રૂપિયાની જાહેરાત કરવામાં આવી છે.

  રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજના અંતર્ગત 395 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. ખેડૂતોને સમસયર અને પૂરતા જથ્થામાં રાસાયણિક ખાતર પૂરુ પાડવા માટે 28.50 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.  ગ્રામ્ય દૂધ ઉત્પાદક સહકારી મંડળીઓને તથા સભાસદ પશુપાલકોને વિવિધ સાધન સામગ્રીની ખરીદી પર સહાય આપવા 36 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.

  ખેડૂતો માટે છે ખાસ જોગવાઇ

  -કૃષિ વિભાગ માટે 6755 કરોડ
  -પાક વીમા નિધિ માટે 1101 કરોડ
  -ખેડૂતોને 0 ટકાના વ્યાજે લોન મળશે
  -0 ટકાના વ્યાજે ખેડૂતો માટે લોન આપવા 500 કરોડ
  -રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજના અંતર્ગત 395 કરોડ
  -ખેડૂતો માટે 6700થી વધુ કરોડની જોગવાઈ
  -29 હજાર ખેડૂતોને ટ્રેક્ટર ખરીદીમાં સહાય
  -32 હજાર ખેડૂતોને ઓજારોની ખરીદીમાં સહાય
  -નાના ખેડૂતોને હેન્ડ ટુલ્સ કિટમાં 21 કરોડની સહાય
  -વાણિજ્યિક પાકોના વધારા માટે 72 કરોડ
  -પાકના રક્ષણ માટે ખેડૂતોને વાડ બનાવવા 200 કરોડ
  -249.25 લાખ ઘનમીટર વરસાદી પાણીનો સંગ્રહ કરાશે
  -જમીન સુધારણાની કામગીરી માટે 548 કરોડ
  -કૃષિ યુનિવર્સિટીના વિકાસ માટે 702 કરોડ
  -મધમાખી ઉછેર પ્રવૃતિ માટે 2 હજાર ખેડૂતોને 1 કરોડની સહાય
  -શાકભાજી અને ફળોના પ્રોસેશન માટે ફેડરેશન બનાવાશે
  -ચાર ઈ-રેડિયેશન પ્લાન્ટ ઉભા કરાશે
  -ફૂડ પ્રોસેસિંગ યુનિટને સહાય માટે 34 કરોડ
  -એડવાન્સ કોલ્ડ સ્ટોરેજ ઉભા કરવા 50 કરોડ
  -કોલ્ડ સ્ટોરેજની સંગ્રહ ક્ષમતા વધારી 30 લાખ મેટ્રિક ટન
  -ખાતર પુરૂ પાડવા 28.50 કરોડની જોગવાઈ
  -14200 ખેત તલાવડી બનાવવા 85 કરોડ
  -તેલિબિયાં પાકોનું ઉત્પાદન વધારવા 41 કરોડ
  -વાણિજ્યિક પાકોના વધારા માટે 72 કરોડ
  -નાના ખેડૂતોને હેન્ડ ટુલ્સ કિટમાં 21 કરોડની સહાય
  First published: