ગુજરાત બજેટ: આરોગ્ય માટે ખાસ જોગવાઇ, કિડની લીવર ટ્રાન્સપ્લાંટ માટે 5 લાખની સહાય

News18 Gujarati
Updated: February 20, 2018, 4:11 PM IST
ગુજરાત બજેટ: આરોગ્ય માટે ખાસ જોગવાઇ, કિડની લીવર ટ્રાન્સપ્લાંટ માટે 5 લાખની સહાય
મેલેરિયા, ડેંન્ગ્યુના નિયંત્રણ માટે 129 કરોડ

મેલેરિયા, ડેંન્ગ્યુના નિયંત્રણ માટે 129 કરોડ

  • Share this:
ગાંધીનગર: ગુજરાત બજેટની નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ જાહેરાત કરી રહ્યાં છે જેમાં આરોગ્ય ક્ષેત્રે ખાસ જાહેરાત કરવામાં આવી છે જેમાં મુખ્ય છે કિડની લીવર ટ્રાન્સપ્લાંટ માટે 5 લાખની સહાય આપવાની વાત કરવામાં આવી છે.

બજેટમાં કરી ખાસ જાહેરાત

-આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ હેઠળ કૂલ 9750.50 કરોડ રૂપિયાની જોગવાઇ કરવામાં આવી છે

-જાહેર આરોગ્ય અને પરિવાર કલ્યાણ માટે 4898 કરોડ
-આરોગ્યની સુવિધા મધ્યમ વર્ગોને મળે તે માટે આયોજન
-મુખ્યમંત્રી મા અમૃતમ અને મા-વાત્સલ્ય યોજના હેઠળ 700 કરોડની જોગવાઇ-આરોગ્ય સેવાની સુવિધા માટે આવક મર્યાદા 2.50 લાખથી વધારી 3 લાખ કરાઇ-સારવાર મર્યાદા 2.50 લાખ 3 લાખ કરવામાં આવી
-સીનિ. સિટીઝનોને આરોગ્ય સેવા માટે આવક મર્યાદા 6 લાખ
-કિડની લીવર ટ્રાન્સપ્લાંટ માટે 5 લાખની સહાય
-ની રિપ્લેસમેન્ટ માટે 1 પગ દીઠ 40 હજારની સહાય
-હીપ રિપ્લેસમેન્ટ માટે 1 પગ દીઠ 40 હજારની સહાય
-આરોગ્ય સેવાનો લાભ 60 લાખ પરિવારોને મળશે
-આરોગ્ય દવાઓ પૂરી પાડવા 470 કરોડ
-ડાયગ્નોસિસ સેવાઓ માટે 165 કરોડ
-મેલેરિયા, ડેંન્ગ્યુના નિયંત્રણ માટે 129 કરોડ
-ઓછા વજન સાથે જન્મેલા બાળકો માટે બાલ સખા યોજના
-આરોગ્ય કેન્દ્રોના નવા બાંધકામ માટે 97 કરોડ
-દરેક જિલ્લામાં શરૂ કરાશે કરૂણા એમ્બ્યૂલન્સ
-નવી 100  એમ્બ્યુલન્સ 108 સેવા માટે ખીદવામાં માટે 22 કરોડની જોગવાઇ
-ઇન્ટર હોસ્પિટલ ટ્રાન્સફર માટે 15 નવી એમ્બ્યુલન્સ ખરીદવા 4 કરોડ રૂપિયાની જોગવાઇ
-આશા વર્કરની કામગીરીને પ્રોત્સાહિત કરવા ઉત્તરોત્તર ઇન્સેન્ટીવમાં વધારો કરવાં 242 કરોડ રૂપિાયની જોગવાઇ
-નવજાત શિશુ અને માતાને ઘર સુધી પહોંચાડવા માટે 200 નવા વાહન ખરીદાશે જે માટે 8 કરોડ રૂપિયાની જોગવાઇ

 

 
First published: February 20, 2018, 3:45 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading