Home /News /gujarat /

અમદાવાદ : 5 માર્ચથી બોર્ડની પરીક્ષા શરૂ, જાણો કેવો છે શિક્ષણ વિભાગનો એક્શન પ્લાન?

અમદાવાદ : 5 માર્ચથી બોર્ડની પરીક્ષા શરૂ, જાણો કેવો છે શિક્ષણ વિભાગનો એક્શન પ્લાન?

બોર્ડની પરીશ્રામા ગેરરીતિ અટકાવા માટે વર્ગખંડો CCTVથી સજ્જ રહશે, વિદ્યાર્થીઓ તેમજ સ્ટાફ માટે મોબાઇલ પ્રતિબંધીત

બોર્ડની પરીશ્રામા ગેરરીતિ અટકાવા માટે વર્ગખંડો CCTVથી સજ્જ રહશે, વિદ્યાર્થીઓ તેમજ સ્ટાફ માટે મોબાઇલ પ્રતિબંધીત

અમદાવાદ :  આગામી 5 માર્ચથી રાજ્યમાં બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થશે અને રાજ્યભરમાંથી 17 લાખથી વધારે વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. અમદાવાદ શહેર અને ગ્રામ્યમાંથી કુલ 1 લાખ 96 હજાર વિદ્યાર્થીઓ પરિક્ષા આપવાના છે. ત્યારે વિદ્યાર્થીઓ ડર વિના અને શાતિપૂર્ણ માહોલમાં બોર્ડની પરીક્ષા આપી શકે તે માટે શિક્ષણ વિભાગ દ્વારા ખાસ એક્શન પ્લાન તૈયાર કરાયો છે.

અમદાવાદ શહેરમાંથી 1 લાખ 12 હજાર અને અમદાવાદ ગ્રામ્યમાં 83 હજાર એમ કુલ મળી 1 લાખ 96 હજાર વિદ્યાર્થીઓ ધોરણ 10 અને 12ની પરિક્ષા આપવાના છે ત્યારે જેની તમામ પ્રકારની તૈયારીઓ કરી દેવાઈ છે.

આ મુદ્દે અમદાવાદ ગ્રામ્યના જિલ્લા શિક્ષણાધિકારી રાકેશ વ્યાસએ જણાવ્યું કે બોર્ડની પરિક્ષા શરુ થઈ રહી છે. તેની તમામ વ્યવસ્થા કરી લેવાઈ છે. શહેર અને ગ્રામ્યમાં 20 ઝોન પર 138 કેન્દ્રો પર પરીક્ષા લેવાશે 643 બિલ્ડિંગો ઉપયોગમાંલેવાશે.

આ પણ વાંચો :  વિધાનસભામાં ગુજરાતની દારૂબંધીની પોલ ખોલતા આંકડાઓ રજૂ થયા, બે વર્ષમાં 9084 ફરિયાદ મળી

જેમાં કુલ 1 લાખ 96 હજાર 414 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. તો બીજીતરફ અમદાવાદ શહેર અને ગ્રામ્યના તમામ પરીક્ષા કેન્દ્રો સીસીટીવીથી સજ્જ કરી દેવાયા છે. એટલુ જ નહિ પરીક્ષા કેન્દ્રો પર પહોંચા પ્રશ્ન પત્રોના ટ્રેકિંગ માટે ખાસ એપ્લિકેશન પણ બનાવવામાં આવી છે.

અમદાવાદ ગ્રામ્યમાં ધોરણ 10માં 51299 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં 7167 અને સમાન્ય પ્રવાહમાં 25254


તો પરિક્ષા કેન્દ્રના સંચાલકો  દ્વારા પણ ગરમીને પગલે પાણીની અને લીંબુ શરબતની વ્યવસ્થા કરાઈ છે.  કામેશ્વર સુક્લૂના કેમ્પસ ડાયરેક્ટર રવિ સોલંકીએ જણાવ્યું કે અમારી સુકુલને ધોરણ 10 અને 12નું પરિક્ષા કેન્દ્ર ફાળવેલ છે. ગરમીમાં બાળકો માટે મીનરલ વોટરની સુવિધા, ધોરણ 10ના વિદ્યાર્થીઓ પરીક્ષા પ્રથમવાર આપે છે તે માટે લીંબુ શરબતની વ્યવસ્થા કરાઈ છે.

આ પણ વાંચો :   ગુજરાતમાં સલામતીના દાવા વચ્ચે સરકારે આપ્યાં ચોંકવનારા આંકડા, બળાત્કારના રોજ 3-4 કેસ નોંધાયા

મહત્વનું છે કે ધોરણ 10 અને 12ની પરીક્ષા સંપૂર્ણ શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટેની વ્યવસ્થા શિક્ષણ વિભાગના અધિકારીઓ દ્વારા કરાઈ છે. આ ઉપરાંત વિદ્યાર્થી અને ફરજ બજાવતા કોઈપણ કર્મચારીને પરીક્ષા દરમ્યાન મોબાઈલ ફોન સાથે રાખવાની મનાઈ ફરમાવવામાં આવી છે. પરીક્ષા દરમ્યાન કોઈપણ અનઅધિકૃત વ્યક્તિ પરીક્ષા કેન્દ્રની અંદર પ્રવેશ કરી શકશે નહીં તેવી પણ વ્યવસ્થા કરાઈ છે.

પરીક્ષાને લગતી મુખ્ય બાબતો



    • અમદાવાદ શહેરમાં ધોરણ 10માં 65878 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે

    • ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં 9984 અને સમાન્ય પ્રવાહમાં 36832 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે

    • અમદાવાદ ગ્રામ્યમાં ધોરણ 10માં 51299 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે

    • ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં 7167 અને સમાન્ય પ્રવાહમાં 25254 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે

    • ગેરરીતી અટકાવવા તમામ કેન્દ્રો સીસીટીવીથી સજ્જ

    • પરિક્ષા સમયે ઝેરોક્ષની દુકાનો બધ રાખવા આદેશ

    • અમદાવાદમાં 39 કેદીઓ પરિક્ષા આપશે

    • જિલ્લામા 7 સંવેદનશીલ પરિક્ષા કેન્દ્રો

    • 700થી વધુ કર્મચારીઓ રહેશે ખડેપગે

    • પરીક્ષાની કામગીરીમાં 450 પ્રાથમિક શિક્ષકોનો સમાવેશ

    • પ્રથમવાર એએમસીની સ્કૂલના શિક્ષકોને અપાઈ જવાબદારી

    • પરીક્ષામાં મોબાઈલ વિદ્યાર્થીઓ અને સ્ટાફ માટે પ્રતિબંધ




CBSC ધોરણ 12નું નામાનાં મૂળતત્વોનું પ્રશ્નપત્ર અહીં વાંચો.  

For more sample papers from CBSE Class 12 Commerce, please Click here:


Published by:Jay Mishra
First published:

Tags: Board Exams, એચએસસી, એસએસસી, ગુજરાત

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन