મયુર માકડિયા, અમદાવાદ : ગુજરાતના સપૂત અને દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના (Narendra Modi) જન્મ દિવસ નિમિતે (Birthday) ભારતીય જનતા પાર્ટી (BJP) સમગ્ર દેશમાં 'સેવા સપ્તાહ' (Seva Saptah)નીઉજવણી (Celebration) કરવા જઈ રહી છે. આ સેવા સપ્તાહ અંર્તગ 14 થી 20 સપ્ટેમ્બર દરમિયાન ભાજપએ (BJP) સફાઇ ઝુંબેશ, પર્યાવરણ બચાવો અભિયાન, વૃક્ષારોપણ તથા મેડિકલ કેમ્પ જેવા સેવા કીય કાર્યક્રમો યોજશે.
17 સપ્ટેમ્બર 2019 ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી નો 69 માં જન્મ દિવસ ની ઉજવણી ભારતીય જનતાપાર્ટી એ સેવાકીય પ્રવુતિ સાથે કરવા જઈ રહી છે. ભારતીય જનતાપાર્ટી દ્વારા સમગ્ર દેશમાં ‘સેવા સપ્તાહ કાર્યક્રમ’ અંર્તગત 14 થી 20 સપ્ટેમ્બર સુધી સફાઇ ઝુંબેશ, પર્યાવરણ બચાવો અભિયાન, વૃક્ષારોપણ તથા મેડિકલ કેમ્પ જેવા કાર્યક્રમો યોજાશે. ગુજરાત પ્રદેશ ભાજપ પણ આગામી 14 સપ્ટેમ્બરનારોજ અમદાવાદના અમરાઈવાડી વિસ્તારથી ‘સેવા સપ્તાહ કાર્યક્રમ’નો પ્રારંભ કરાવશે,જયારે 17 સપ્ટેમ્બરના રોજ સમગ્ર ગુજરાતમાં 370 જેટલા મેડિકલ નિદાન કેમ્પ યોજી વડાપ્રધાન મોદીના જન્મ દિવસની ઉજવણી કરવામાં આવશે.
આ મામલે પ્રદેશ પ્રવક્તા ભરત પંડ્યા એ જણાવ્યું હતું કે 'આગામી 14 સપ્ટેમ્બરના રોજ અમદાવાદના અમરાઇવાડી ખાતે ભાજપા પ્રદેશ અધ્યક્ષ જીતુભાઇ વાઘાણીના વરદ્ હસ્તે‘સેવા સપ્તાહ કાર્યક્રમ’નો શુભારંભ કરવામાં આવશે જયારે 17 સપ્ટેમ્બરના રોજ ગુજરાતના સપૂત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિન નિમિત્તે સફાઇ ઝુંબેશ, પર્યાવરણ બચાવો અભિયાન, વૃક્ષારોપણ તથા મેડિકલ કેમ્પ જેવા કાર્યક્રમો સહિત સમગ્ર ગુજરાતમાં 370 જેટલા મેડિકલ નિદાન કેમ્પ યોજવામાં આવશે.
Published by:Jay Mishra
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર