Home /News /gujarat /ગુજરાતને કોરોના રસીકરણ માટે એવોર્ડ, CM ભુપેન્દ્ર પટેલે નર્સને મિઠાઇ ખવાડાવી કરી ઉજવણી

ગુજરાતને કોરોના રસીકરણ માટે એવોર્ડ, CM ભુપેન્દ્ર પટેલે નર્સને મિઠાઇ ખવાડાવી કરી ઉજવણી

ગુજરાત 90 ટકા રસીકરણ થઈ ચૂક્યું છે.બીજા ડોઝ માં પણ 87 ટકા રસીકરણ થયું છે

ગુજરાત 90 ટકા રસીકરણ થઈ ચૂક્યું છે.બીજા ડોઝ માં પણ 87 ટકા રસીકરણ થયું છે

કોરોના રસીકરણની (Corona vaccination) ઉત્તમ કામગીરી બદલ CM ભુપેન્દ્ર પટેલે હેલ્થ વર્કરોની (Health Workers) કામગીરી વખાણી છે એટલું જ નહીં તેમણે મિઠાઇ ખવડાવી તેમનો ઉત્સાહ પણ કર્યાં છે. પ્રધાનમંત્રી  નરેન્દ્ર મોદીનાં (PM Narendra Modi) નેતૃત્વમાં ભારતે કોરોના રસીકરણમાં 100 કરોડનો લક્ષ્ય પાર કરતાં આજે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel) પણ આ અવસરે ગાંધીનગરમાં સેકટર 2ના અર્બન હેલ્થ સેન્ટર પહોંચ્યા હતા. અહીં મુખ્યમંત્રી રસીકરણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. તેમણે આ સિધ્ધિ મેળવવામાં યોગદાન આપનારા આરોગ્ય સેવા કર્મીઓનું મોઢું મીઠું કરાવી સફળતાની શુભેચ્છા આપી હતી. ભૂપેન્દ્ર પટેલે આ આરોગ્ય કેન્દ્ર માં રસીનો ડોઝ લેવા આવેલા નાગરિકો સાથે સંવાદ પણ કર્યો હતો.

રાજ્યમાં કોવિડ-19 રસીકરણ અંતર્ગત થયેલ પ્રશંસનીય કામગીરી સમગ્ર દેશમાં અને રાજ્યમાં  16મી જાન્યુઆરી, 2021ના રોજ કોવિડ-19 રસીકરણ કામગીરીની શરૂઆત કરવામાં આવી હતી. સમગ્ર દેશમાં ફ્રન્ટ લાઇન વર્કરોનું રસીકરણ શરૂ કરનાર ગુજરાત પ્રથમ રાજ્ય છે.  31મી જાન્યુઆરી, 2021ના રોજથી ફ્રન્ટ લાઇન વર્કરોનું રસીકરણ સમગ્ર રાજ્યમાં શરૂ કરવામાં આવ્યું હતું,

ભારત સરકારની સુચના મુજબ 1 માર્ચ, 2021થી આખા દેશની સાથે,ગુજરાતમાં 60 વર્ષથી વધુ ઉંમરના અને 45 વર્ષથી વધુ ઉંમરના અન્ય રોગો ધરાવતા બધાને કોવિડ-19ની રસીકરણ શરૂ કરવામાં આવી છે.

પહેલી એપ્રિલ,2021 થી 45 વર્ષથી વધુ ઉંમરના વ્યક્તિઓને રસી આપવામાં આવી છે.૧લી મે, 2021ના રોજથી રાજ્યમાં રાજ્યના 7 કોર્પોરેશન તથા 3 જિલ્લામાં 18044 વર્ષ વય જુથ માટે રસીકરણની કામગીરી શરૂ કરવામાં આવેલ છે. ત્યારબાદ 4થી જુન,2021થી રાજ્યના તમામ જિલ્લા અને કોર્પોરેશનમાં આ વય જુથમાં રસીકરણની કામગીરી શરૂ કરવામાં આવેલ છે.

સમગ્ર દેશમાં આજ દિન તા. 21.10.2021, સવારે 10 વાગ્યા સુધી કોવિડ 19 રસીના 70,83,18,703 પ્રથમ ડોઝ અને  29,1697,011 બીજો ડોઝ મળીને કુલ 100 કરોડથી વધુ રસીના ડોઝ મુકવામાં આવેલ છે. ભારત દેશ દ્વારા મેળવવામાં ગુજરાત રાજ્યનું પણ મહત્વપૂર્ણ યોગદાન છે. ગુજરાતમાં આજ દિન તા. 21.10.2021, સવારે 10 વાગ્યા સુધી રાજ્યમાં તમામ જુથોના 4,41,65,347 લાભાર્થીઓને પ્રથમ ડોઝ તથા 2,35,06,129  લાભાર્થીઓને બીજો ડોઝ મળી કુલ 6.76 કરોડથી વધુ રસીના ડોઝ આપવામાં આવેલ છે એટલે કે સમગ્ર દેશના રસીકરણમાં ગુજરાતનો 6.7% થી વધારે ફાળો છે.

રાજ્યમાં પ્રતિ દસ લાખ બે ડોઝના લાભાર્થીએ 6,86,191 રસીના ડોઝ આપવામાં આવેલ છે જેમાં દેશમાં મોટા રાજ્યોમાં ગુજરાત અગ્રેસરનું સ્થાન ધરાવે છે.
રાજ્યમાં કુલ 15,436 ગામડાઓ, 491 પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, 30 શહેરી આરોગ્ય કેન્દ્ર તથા 53 તાલુકાઓમાં તમામ 18 વર્ષથી ઉપરના વ્યક્તિઓને રસીનો પ્રથમ ડોઝ આપી 100% કવરેજ કરવામાં આવેલ છે.

ઇન્ડિયા ટુડે હેલ્થગિરી એવોર્ડ્સ ૨૦૨૧, તા. 02.10.2021 ના રોજ દિલ્હીમાં રજૂ કરવામાં આવ્યા. કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રીશ મનસુખ માંડવિયા દ્વારા ગુજરાતને "રાજ્ય દ્વારા શ્રેષ્ઠ રસીકરણ અભિયાન" ના વિજેતા જાહેર કરી એવોર્ડ એનાયત કરવામાં આવેલ છે.

આ અંગે આરોગ્ય મંત્રી ૠષિકેશ પટેલ જણાવ્યું હતું કે 21 ઓક્ટોબર 2021 નો દિવસ ભારત ના ઇતિહાસ મા અને 100 વર્ષ પછી ના ઇતિહાસ માં ભારત પોતાની રસી દ્વારા નરેન્દ્ર મોદી ના નેતૃત્વ માં ભારતે માઈલ સ્ટોન બનાવ્યું છે
દેશ ની ભૌગોલિક સ્થિતિ માં આખા વિશ્વ માં હોય એટલી છે એમાં 100 કરોડ નો માઈલ સ્ટોન બનાવ્યો છે.

આખા વિશ્વએ જેને માન્યતા આપી છે
ડૉક્ટર્સ, વૈજ્ઞાનિક અને રસી બનાવનાર ને અભિનંદન આપવા છે
કોવિડ ની પ્રથમ લહેર માં પ્રધાનમંત્રીએ દેશ ને ઉગારવાનું કામ કર્યું છે.
પ્રથમ તબક્કા માં PPE કીટ અને માસ્ક બાબતે જાણ ન હતી
બીજી લહેર માં વાયરસ મ્યુટન્ટ થતા નુકશાની થઈ હતી
ભગીરથ પ્રયાસ ના કારણે માઈલ સ્ટોન પ્રાપ્ત થયો છે
કેટલાક રાજ્યોએ રસી ખરીદી કરવા ની છૂટ માંગી હતી જેને મંજૂરી અપાઈ હતી
પ્રધાનમંત્રી એ આખા દેશ ને વિના મૂલ્યે રસી આપી
શ્રદ્ધા અને અંધશ્રદ્ધા વચ્ચે રસીકરણ મહત્વનું રહ્યું
ગુજરાત 90 ટકા રસીકરણ થઈ ચૂક્યું છે
બીજા ડોઝ માં પણ 87 ટકા રસીકરણ થયું છે
ટ્રેકિંગ અને ટ્રેસિંગ બીજા ડોઝ માટે સતત પ્રયત્ન થઈ રહ્યા છે.
બાકી રહેલા 10 ટકા માટે ડોઝ લેવાય તેના પ્રયત્નો ચાલુ છે

-સરકારી ઓફિસ માં વિઝિટર્સ આવે એમને રસી લીધી છે કે નહીં તેની ચકાસણી કરવા જણાવીશું
-ગુજરાતમાં પણ 100 ટકા રસીકરણ 15 હજાર ગામો, 3 કોર્પોરેશન અને 5 જિલ્લા માં રસીકરણ થયું છે
-સુરત જૂનાગઢ અને ગાંધીનગર કોર્પોરેશન માં 100 ટકા રસીકરણ પહેલા ડોઝ માં થયુંજિલ્લા પંચાયત અમદાવાદ મહીસાગર જૂનાગઢ અને તાપી માં પણ 100 ટકા રસીકરણ પ્રથમ ડોઝ મા રાજકોટ માં 99 ટકા રસીકરણ થયું છે.
Published by:Margi Pandya
First published:

Tags: Corona vaccine history, COVID-19, Vaccination 100 crore