Home /News /gujarat /ગુજરાત ATS એ દિલ્હીમાંથી રૂપિયા 20 કરોડના હેરોઈન સાથે એક અફઘાનીને પકડ્યો

ગુજરાત ATS એ દિલ્હીમાંથી રૂપિયા 20 કરોડના હેરોઈન સાથે એક અફઘાનીને પકડ્યો

ગુજરાત એટીએસને મળી સફળતા

ગુજરાત એ ટી એસ (Gujarat ATS) ને બાતમી મળી હતી કે, એક અફઘાની નાગરિક વાહીદુલ્લાહ કે જે દિલ્હી એન.સી.આર વિસ્તાર માં પ્રતિબંધિત માદક પદાર્થ ની મોટી માત્રા માં સપ્લાય કરે છે. અને બીજી સપ્ટેમ્બર ના રાત્રિ ના 11 થી 11.30 વાગ્યા ની આસપાસ વસંત કુંજ વિસ્તાર નવી દિલ્હી ખાતે એક મોટા જથ્થા ની સપ્લાય કરવા માટે આવવાનો છે.

વધુ જુઓ ...
અમદાવાદ : ગુજરાત એ ટી એસ (Gujarat ATS) ને ફરી એક વખત ડ્રગ્સ ના કાળા કાળોબાર (Drugs Racket) નો પર્દાફાશ કરવામાં સફળતા મળી છે. એ ટી એસ અને દિલ્હી ક્રાઈમ બ્રાન્ચ દ્વારા નવી દિલ્હી ના વસંત કુંજ વિસ્તાર માં સંયુક્ત ઓપરેશન હાથ ધરી ને મૂળ અફઘાનિસ્તાન ના રહેવાસી એક આરોપી ને ચાર કિલો હેરોઈન ના જથ્થા સાથે ઝડપી લીધો છે.

ગુજરાત એ ટી એસ ને બાતમી મળી હતી કે, એક અફઘાની નાગરિક વાહીદુલ્લાહ કે જે દિલ્હી એન.સી.આર વિસ્તાર માં પ્રતિબંધિત માદક પદાર્થ ની મોટી માત્રા માં સપ્લાય કરે છે. અને બીજી સપ્ટેમ્બર ના રાત્રિ ના 11 થી 11.30 વાગ્યા ની આસપાસ વસંત કુંજ વિસ્તાર નવી દિલ્હી ખાતે એક મોટા જથ્થા ની સપ્લાય કરવા માટે આવવાનો છે. જે બાતમી ના આધારે ગુજરાત એ ટી એસ ની એક ટીમ દિલ્હી પહોંચી હતી.

દિલ્હી ક્રાઈમ બ્રાન્ચ ની મદદ લઈએ ને સંયુક્ત ઓપરેશન હાથ ધરી બાતમી વાળી જગ્યાએ રેડ કરી ને વાહીદુલ્લાહ નામના આરોપી ની ધરપકડ કરી હતી. જેની ઊંડાણપૂર્વક પૂછપરછ કરતા તેમજ અન્ય સ્થળો પર તપાસ કરતા કુલ ચાર કિલો હેરોઈન ઝડપી પાડેલ છે જેની આંતરરાષ્ટ્રીય બજાર કિંમત રૂપિયા 20 કરોડ છે. જે બાબતે દિલ્હી ક્રાઈમ બ્રાન્ચ ખાતે એન ડી પી એસ એક્ટ હેઠળ ગુનો નોંધેલ છે.

આ પણ વાંચોપુત્રી અને નોકર વચ્ચે બંધાયા અનૈતિક સંબંધો, માલિકે પુત્ર સાથે મળી રચ્યું ખતરનાક ષડયંત્ર

આરોપી ની પૂછપરછ દરમિયાન સામે આવ્યું છે કે, પકડાયેલ આરોપી વાહીદુલ્લાહ મૂળ કંધાર અફઘાનિસ્તાન નો રહેવાસી છે અને તેના માતા-પિતા ભાઈ અને બહેન સાથે વર્ષ 2016 માં મેડિકલ વિઝા પર ભારત આવેલ બાદમાં મેડિકલ વિઝા એક્ષ્ટેન્ડ કરાવી હાલ સાઉથ દિલ્હી ખાતે રહેતો હતો. હાલ માં આ સમગ્ર મામલે દિલ્હી ક્રાઈમ બ્રાન્ચ દ્વારા વધુ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
Published by:Kiran Mehta
First published:

Tags: Gujarat ATS, Gujarat ATS Drugs Mafia Operation, Gujarat latest news

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો