કડી : મંદિરના NRI ટ્રસ્ટી સહિત ચારનું ગળું કાપીને ફરાર થઈ ગયેલો આરોપી 16 વર્ષ ઝડપાયો


Updated: August 13, 2020, 4:15 PM IST
કડી : મંદિરના NRI ટ્રસ્ટી સહિત ચારનું ગળું કાપીને ફરાર થઈ ગયેલો આરોપી 16 વર્ષ ઝડપાયો
એટીએસના હાથે ઝડપાયેલો આરોપી.

મહેસાણા જિલ્લાના કડીના ઉટવા ગામે 16 વર્ષ પહેલા ચાર લોકોની હત્યા કરી, 10 લાખના મુદ્દામાલ સાથે ફરાર થઈ ગયેલા આરોપીને ગુજરાત એટીએસએ ઝડપી પાડ્યો.

  • Share this:
અમદાવાદ : ગુજરાતના મહેસાણા જિલ્લાના કડીમાં 16 વર્ષ પહેલાં થયેલી ચાર હત્યા મામલે એટીએસ (Anti terrorist Squad)એ દિલ્હીથી એક આરોપીની ધરપકડ કરી લીધી છે. આરોપી મંદિરમાં લૂંટ ચલાવ્યા બાદ હત્યા કરીને ફરાર થઈ ગયો હતો. ATS તરફથી ઝડપી લેવામાં આવેલા આરોપીનું નામ ગોવિંદસિંહ યાદવ છે. ગોવિંદ પોતાના ખોટા કામની જેમ નામ પણ બદલી નાખતો હતો.

આરોપી ક્યારે મહેન્દ્રસિંહ તો કયારે રોહિત નામ તરીકે પોતાની ઓળખ આપતો હતો. ગોવિંદસિંહ ઉપર આરોપ છે કે તેણે વર્ષ 2004માં કડીમાં આવેલા ઉટવા ગામની સીમમાં આવેલા મહાકાળી મંદિરના NRI ટ્રસ્ટી, સાધ્વી અને બે સેવકનું ગળું કાપી હત્યા કર્યા બાદ 10 લાખના મુદ્દામાલ સાથે ફરાર થઈ ગયો હતો.

આરોપી મંદિરમાં પોતાની પત્ની સાથે ઘટનાના 20 દિવસ પહેલા આવ્યો હતો. આરોપી પોતાની પત્ની રાજકુમારીને મધ્યપ્રદેશમાંથી ભગાડીને લાવ્યો હતો. આરોપીના આ ત્રીજા લગ્ન કતા. મળતી માહિતી પ્રમાણે ઘટનાને અંજામ આપ્યા બાદ આરોપી ત્યાંથી ભાગી ગયો હતો અને તેના રૂમમાંથી હત્યા માટે વપરાયેલા હથિયાર પણ મળી આવ્યા હતા.

આ પણ વાંચો :  હૅકર્સ કાર્ડ અને OTP વગર જ તમારા ખાતામાંથી ઉપાડી રહ્યા છે રૂપિયા

આરોપીને પકડવા જે તે સમય સરકારે 51 હજારનું ઇનામ પણ જાહેર કર્યું હતું. ATSના PI સી.આર. જાદવ અને આર.કે. રાજપૂતને માહિતી મળી હતી કે આરોપી દિલ્હીમાં વેશ બદલીને રહે છે અને કોન્ટ્રાક્ટરનું કામ કરે છે. આરોપીની પત્ની ચાની દુકાન ચલાવે છે. આરોપી સાથે તેની બીજી પત્નીનો પુત્ર પણ રેહતો હતો. પોલીસની તપાસમાં સામે આવ્યું છે કે આરોપી 2004માં ગુજરાતમાં આવ્યા બાદ પહેલા વડોદરામાં સિક્યુરિટી ગાર્ડની નોકરી કરી રહ્યો હતો. ત્યાર બાદ કડીમાં અલગ અલગ કંપનીમાં કામ કરતો હતો.

આરોપી ઘટનાને અંજામ આપ્યા બાદ રાજસ્થાન અને ઉત્તર પ્રદેશમાં અલગ અલગ જગ્યાએ રોકાયા બાદ દિલ્હીમાં રહેવા લાગ્યો હતો. મળતી માહિતી પ્રમાણે મંદિરના ટ્રસ્ટી ચીમનભાઈ પટેલ પોતાની પુત્રવધૂ સાથે બનાવના 6 મહિના પહેલા જ અમેરિકાથી ભારતમાં આવ્યા હતા. નોંધનીય છે કે આરોપી સામે મધ્ય પ્રદેશમાં પણ બે ગુના દાખલ છે. આ ઘટના બાદ તેને અન્ય કોઈ બનાવને અંજામ આપ્યો છે કે કેમ તેની તપાસ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે.
Published by: Vinod Zankhaliya
First published: August 13, 2020, 4:14 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading