વિધાનસભામાં વિપક્ષનો હોબાળો, કૉંગી MLAએ લોહીથી પોસ્ટર લખી CAA-NRCનો વિરોધ કર્યો

News18 Gujarati
Updated: January 10, 2020, 2:52 PM IST
વિધાનસભામાં વિપક્ષનો હોબાળો, કૉંગી MLAએ લોહીથી પોસ્ટર લખી CAA-NRCનો વિરોધ કર્યો
ખેડાવાળાએ લોહીથી પોસ્ટર લખી વિરોધ નોંધાવ્યો હતો.

વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ કહ્યું કે' એનઆરપી અને સીએએ દેશના નાગરિકોનો મૂળભૂત અધિકારોનો છીનવવાનો પ્રયાસ છે. ભાજપના મંત્રી ચુડાસમાએ કહ્યું, 'કૉંગ્રેસ દેશહીતના મુદ્દામાં રાજકારણ રમી રહ્યું છે.

  • Share this:
ગાંધીનગર : ગુજરાત વિધાનસભાના એક દિવસીય સત્રની શરૂઆતથી જ વિપક્ષે હોબાળો કર્યો હતો. કૉંગ્રેસના હોબાળાની વચ્ચે રાજ્યપાલે તેમનું ભાષણ ટૂંકાવ્યું હતું. સત્રની શરુઆત સાથે જ કૉંગ્રેસે તેની સ્ટ્રેટેજી મુજબ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના આગમન સાથે જ સૂત્રોચ્ચાર શરુ કર્યા હતા . રાજ્યપાલ ના સંબોધન પહેલાંજ 'ન્યાય આપો , બાળ હત્યા બંધ કરો , બળાત્કારી ઓને સજા આપો' ના પોસ્ટર સાથે કોગ્રેસ ના ધારાસભ્યો વેલમાં ધસી આવ્યા હતા.
વિપક્ષ ના નેતા પરેશ ધાનાણી એ ગૃહમાં રાજ્યપાલ સમક્ષ માંગણી મૂકી હતી કે બે દિવસ પહેલા તેઓ એ રાજ્યપાલ ને બેરોજગારી , પાક વીમા અને એનઆરસી ના વિરોધ મા જે આવેદનપત્ર આપ્યું હતું તે મુદ્દે વાત કરવામા આવે, અને આ માંગણી સાથેજ કોગ્રેસ ના તમામ ધારાસભ્યો એ તેમના સ્થળ પર ઉભા થઇને વિરોધ નોંધાવ્યો હતો. ધારાસભ્યો વેલમાં ધસી આવતા રાજ્યપાલ દેવવ્રત પ્રવચન કર્યા વગર જ વિદાય થયા હતા અને ગૃહ પંદર મિનિટ માટે મુલતવી રહ્યું હતું.

ખેડાવાળાએ લોહીથી પોસ્ટર લખી CAA-NRC-NPRનો વિરોધ કર્યો

ધાનાણીએ રાજ્ય સરકારનો સ્વાસ્થ્ય અંતર્ગત બાળકોના મોતના મુદ્દે પણ ઉધડો લીધો હતો.


ગુજરાત વિધાનસભા ની ચૌદમી વિધાનસભા ના છઠા સત્ર ની આજે એક દિવસ માટેની બેઠક મળવા જઇ રહી છે.રાજ્યની વિજય રૂપાણી સરકાર દ્વારા કેન્દ્ર સરકારે પસાર કરેલ CAA કાયદા માટે અભિનંદન પ્રસ્તાવ પસાર કરવામાં આવશે ત્યારે જમાલપુર ખાડિયા વિધાનસભા બેઠકના કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખાડાવાલા એ પોતાના લોહિતી લખેલ પ્લેકાર્ડ સાથે CAA કાયદાનો અનોખી રીતે વિરોધ કર્યો છે.

આ પણ વાંચો :  ISIS મોડ્યૂલનો આતંકવાદી ઝફર વડોદરા કેવી રીતે પહોંચી ગયો?ગુજરાત વિધાનસભાનું એક દિવસ સત્ર આજે મળવા જઈ રહ્યું છે. વિજય રૂપાણી સરકાર એ કેન્દ્ર સરકાર દ્વારા સંસદ ના બન્ને ગૃહોમાં પસાર કરાયેલા CAA કાયદા માટે કેન્દ્ર સરકારને અભિનંદન આપતો પ્રસ્તાવ વિધાનસભા ગૃહમાં રજૂ કરી તે ને પસાર કરશે. ત્યારે કોંગ્રેસના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા એ આ કાયદાનો અનોખી રીતે વિરોધ પ્રદર્શિત કર્યો છે ઈમરાન ખેડાવાલાએ જણાવ્યું હું કે 'આ કાયદો એ દેશની અખંડિતતા અને સાર્વભૌમત્વ ને નુકસાન પહોંચાડનાર છે દેશમાં હિન્દુ-મુસ્લિમ વચ્ચે ખાઈ ઉભો કરનાર છે એટલા માટે જ હું મારા લોહી થી લખેલા આ પ્લેકાર્ડ બતાવી વિધાનસભા ગૃહમાં આ કાયદાનો વિરોધ. હિન્દુસ્તાન કે અમારો પણ દેશ છે.આ મારા લોહીના કણ કણ માં હિન્દુસ્તાન ની માટી છે.'

ચુડાસમાએ જણાવ્યું હતું કે કૉગ્રેસ દેશહીતના મુદ્દાઓમાં પણ રાજકારણ ખેલી રહી છે.


આ કાયદો બહારના દેશોના શરણાર્થીઓને નાગરિકતા આપવાનો છે : ચુડાસમા

કૉંગ્રેસના આક્ષેપ પર ભારતીય જનતા પાર્ટીના નેતા અને કૅબિનેટમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે ' આ કાયદો દેશના કોઈ પણ નાગરિકની નાગરિકતા છીનવવા માટે નથી પરંતુ પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશના હિંદુ શરણાર્થીઓને નાગરિકતા આપવા માટેનો છે. કૉંગ્રેસ આ મુદ્દે રાજકારણ ખેલી રહી છે.

આ પણ વાંચો :  અમદાવાદ : Paytm,OLX, G-Payમાં એક જ દિવસમાં ઓનલાઇન છેતરપિંડીની 40 ફરિયાદથી હાહાકાર!

રાજ્ય સરકારની આવકમાં વધારો

રાજ્ય સરકાર ની આવક વર્ષ 2018-2019 માં 67404.09 કરોડ ની થઈ. ગયા વર્ષ નો સરખામણી માં 12.85 ટકા નો વધારો થયો વર્ષ 2017-2018 માં 59,729.29 કરોડ ની આવક થઈ હતી. 5,06,70,961 ઇ વે બિલ જનરેટ કરવા સાથે ગુજરાત પ્રથમ સ્થાને રહ્યું રાજ્ય સરકારે ખેત જમીન વિહોણા ખેત મજૂરો ને એક વર્ષ દરમ્યાન 529 લાભાર્થીઓ ને 1046 હેકટર જમીન ની ફાળવણી કરી. રાજ્ય સરકારે તમામ યુની.અને પોલીટેક્નિક કોલેજો માં પ્રથમ વર્ષ માં અભ્યાસ કરતા વિધ્યથીઓ ને1હજાર રૂપિયા ના ટોકન દરે 2.57 લાખ વિધ્યથીઓને આપ્યા હતા. રાજ્ય સરકાર દ્વારા 6 વર્ષ દરમ્યાન 1,27,000 થી વધુ કર્મચારીઓ અધિકારીઓ ની ભરતી કરાઈ આગામી સમય માં ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સ્કિલની સ્થાપના ગાંધીનગરમાં કરાશે. રાજ્ય સરકારે 20 એકર જમીન ફાળવી છે રોજગરીલક્ષી તાલીમ આ સંસ્થામાં અપાશે. સર્ટિફિકેટ કોર્સ ,ડિપ્લોમા ,ડીગ્રી સુધી ની લાયકાત યુનિ.માંથી મળશે.

1 મેથી ગિરનાર રોપવે ખુલ્લો મૂકાશે : સૂત્ર

ગુજરાત સ્થાપના દિન 1 મેં 2020ના રોજ ગિરનાર રોપ વે ખુલ્લો મૂકાશે. સૂત્રોના જણાવ્યા મુજબ ગિરનાર રોપવે માટે 110 કરોડના ખર્ચે તૈયાર થયેલો રોપવે એક મેથી પ્રજાજનો માટે ખુલ્લો મૂકી શકાય છે.

આ પણ વાંચો : સુરત : સ્પામાં ગેરકાયદેસર રીતે કામ કરનાર 30 યુવતિઓને થાઇલેન્ડ પરત મોકલાશે

35,39,430 પ્રવાસીઓએ સ્ટેચ્યૂ ઑફ યુનિટની મુલાકાત લીધી

સ્ટેચ્યૂ ઓફ યુનિટીની અત્યાર સુધી 35,39,430 પ્રવાસીઓ એ મુલાકાત લીધી વિવિધ પ્રોજેકટ ને લીધે હાલ 3000 જેટલા લોકો ને રોજગારી મળી રહી છે કુલ 18900 લોકો ને રોજગારી મળી ફાજલ જમીન ને સમથળ કરવાની સહાય માં પ્રતિ હેકટર 15હજાર થી 30હજાર કરાઈ યાયાવર પક્ષીઓ ની પ્રજાતિના સંરક્ષણ માટે નું સંમેલન ગાંધીનગર માં યોજાશે ફેબ્રુઆરી માં ગાંધીનગર માં આંતર રાષ્ટીય સંમેલન યોજાશે 140 થી વધુ દેશો ભાગ લેશે

(અહેવાલ : ગીતા મહેતા, હિતેન્દ્ર બારોટ, મયૂર માકડિયા, ગાંધીનગર )
First published: January 10, 2020
વધુ વાંચો
अगली ख़बर