Home /News /gujarat /ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ દ્વારા પ્રદેશ મહિલા મોરચાને મહત્ત્વની જવાબદારી સોંપાઇ

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ દ્વારા પ્રદેશ મહિલા મોરચાને મહત્ત્વની જવાબદારી સોંપાઇ

આગામી વિધાનસભા ચૂંટણી 2022માં મહિલા મોરચાની બહેનોએ ચૂંટણીના છેલ્લા મતદાન સુધી સક્રિય રહેવા જણાવાયું છે.

આગામી વિધાનસભાની ચૂંટણીમાં મહિલા મોરચા પચાસ ટકા વોટની ભાગીદારી હોવાથી મહિલા મોરચાએ સક્રિય રીતે કાર્યરત થવા આહવાહન મહિલા મોર્ચાના અધ્યક્ષ દ્વારા કરવામાં આવ્યું હતું.

ગાંધીનગર: આગામી વિધાનસભાની ચૂંટણીમાં સંગઠન દ્વારા મળેલ માર્ગદર્શન મુજબ મહિલા મોરચાએ ચૂંટણી લક્ષી કાર્યમાં સક્રિય ભાગીદારી થાય તે હેતુથી પ્રદેશ ભાજપ કાર્યાલય કમલમ ખાતે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અધ્યક્ષતામાં મહિલા મોરચાની બેઠક મળી હતી. જેમાં આગામી વિધાનસભા ચૂંટણી 2022માં મહિલા મોરચાની બહેનોએ ચૂંટણીના છેલ્લા મતદાન સુધી સક્રિય રહેવું. મહિલા મોરચાની બહેનોએ મતદાતા બહેનોને માટે છત્ર રૂપ સહાયક રહેવા આહવાહન ઉપાધ્યક્ષ ગિરધન ઝડફિયા દ્વારા કરવામાં આવ્યું હતું.

આગામી વિધાનસભાની ચૂંટણીમાં મહિલા મોરચા પચાસ ટકા વોટની ભાગીદારી હોવાથી મહિલા મોરચાએ સક્રિય રીતે કાર્યરત થવા આહવાહન મહિલા મોર્ચાના અધ્યક્ષ દ્વારા કરવામાં આવ્યું હતું. આગામી વિધાનસભા 2022 ચૂંટણીના પડઘમ વાગી ચુક્યા છે ત્યારે મહિલા મોરચાને સક્રિય થવા આહવાહન સાથે આગામી કાર્યક્રમોમાં વિધાનસભામાં મહિલા મોરચાએ 50% મતદાનની જવાબદારી મહિલા મોરચા પર છે.

આ પણ વાંચો: પ્રદેશ ભાજપ યુવા મોરચા દ્વારા 'માય ફર્સ્ટ વોટ ફોર મોદી' અભિયાનનું લોન્ચિંગ કરાયું

વિધાનસભામાં મહિલા મોરચા દ્વારા ભવ્ય મહિલા સંમેલનના આયોજન કરવા તથા હેલો કમલ શક્તિ અભિયાન અંતર્ગત વધુમાં વધુ મિસ કોલ કરાવી મહિલાઓને પક્ષ પાસે શું અપેક્ષા છે એ જાણવા અભિયાન રૂપે કાર્ય કરવું જોઈએ. સમાજના વિવિધ ક્ષેત્રમાં જેમકે, સામાજિક-ધાર્મિક સંસ્થાઓ, સમાજના સંગઠનો, NGO,ભજન મંડળી, દૂધ મંડળી જેવી જે સામાજિક પ્રભુત્વ ધરાવતા સ્થાનો પર બહેનોને આત્મીયતાથી મળવા પર ભાર મૂકવો. ચૂંટણીના છેલ્લા મતદાન સુધી કાર્યરત રહેવું, સરકાર દ્વારા મહિલાઓ માટે થયેલ કાર્યોને નીચે સુધી પહોંચાડવા સેતુ બનવું.

આગામી વિધાનસભા ચૂંટણી માટે મહિલાઓની સક્રિય ભાગીદારી પર ભાર મૂક્યો. મહિલા મોરચાના કાર્ય પર વિશ્વાસ વ્યક્ત કર્યો. હેલો કમલ શક્તિ અભિયાન અંતર્ગત વધુમાં વધુ મિસ કોલ કરાવી મહિલાઓને પક્ષ પાસે શું અપેક્ષા છે એ જાણવા અભિયાન રૂપે કાર્ય કરવું જોઈએ.
Published by:rakesh parmar
First published:

Tags: 2022 Assembly elections, Assembly elections, Gujarat BJP, ગાંધીનગર, ગુજરાત

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन