Home /News /gujarat /પરિણામો રહેશે આંચકાજનક? ભાજપ, કોંગ્રેસ અને આપની કુંડળીને લઈને જ્યોતિષચાર્યે કરી મહત્વની વાત
પરિણામો રહેશે આંચકાજનક? ભાજપ, કોંગ્રેસ અને આપની કુંડળીને લઈને જ્યોતિષચાર્યે કરી મહત્વની વાત
Gujarat Assembly Election 2022 Result Jyotish
Gujarat Election Results 2022 | Astrology : હાલ ખપ્પર યોગ (khappar Yog) ચાલી રહ્યો છે ત્યારે જ ચૂંટણીનું મતદાન અને પરિણામ આવવાનું છે. જે ઘણા સંકેત આપે છે. જે જ્યોતિષચાર્ય અગાઉ પણ લખી ચૂક્યા છે અને ઘણા પરિણામો આંચકાજનક રહેશે. વળી શનિ મહારાજ હાલ પ્લુટો સાથે ચાલી રહ્યા છે અને 17 જાન્યુઆરીએ તેઓ કુંભમાં જાય તે પહેલા તેના પરિણામો આપીને જવાના છે.
ગુજરાત વિધાનસભા ચૂંટણીનું પરિણામ (Gujarat Assembly Election 2022 Result) આવનાર છે ત્યારે હાલની સ્થિતિમાં કોની સરકાર બનશે એ ચર્ચાનો વિષય છે. જ્યોતિષ અને ચૂંટણી પરિણામ (Jyotish and Election Results) વિશે ન્યૂઝ 18 ગુજરાતી સાથે ખાસ વાત કરતાં જ્યોતિષચાર્ય રોહિત જીવાણી જણાવે છે કે ગોચર ગ્રહોના આધારે મેદનીય જ્યોતિષ મુજબ જોઈએ તો ગુજરાત રાજ્યના ગ્રહો (Astrology and Gujart Polls results) ઘણી ઉથલપાથલ દર્શાવી રહ્યા હતા. જે આપણે પાછળના થોડા સમયમાં પણ જોયું. વળી વક્રી મંગળ આ વખતે ઘણા નવ ચહેરા લાવ્યો છે. વધુમાં જ્યોતિષચાર્ય જણાવે છે કે સરકારમાં પણ નવા ચહેરા અને યુવા વ્યક્તિઓનો દબદબો રહેશે.
હાલ ખપ્પર યોગ (khappar Yog) ચાલી રહ્યો છે ત્યારે જ ચૂંટણીનું મતદાન અને પરિણામ આવવાનું છે. જે ઘણા સંકેત આપે છે. જે જ્યોતિષચાર્ય અગાઉ પણ લખી ચૂક્યા છે અને ઘણા પરિણામો આંચકાજનક રહેશે. વળી શનિ મહારાજ હાલ પ્લુટો સાથે ચાલી રહ્યા છે અને 17 જાન્યુઆરીએ તેઓ કુંભમાં જાય તે પહેલા તેના પરિણામો આપીને જવાના છે.
ખપ્પર યોગ અને શનિની સ્થિતિ સૂચિત કરે છે કે કોઈ દિગ્ગજ નેતાને તબિયતના પ્રશ્નો થતા જોવા મળશે કે કોઈ નેતા પોતાની ઇંનિંગ પુરી કરતા જોવા મળશે. ચૂંટણી પરિણામ અને સરકાર સ્થપાયા બાદ પણ તુરજ જ નવી સરકારે મોંઘવારી, બેરોજગારીથી લઈને અનેક પ્રશ્નોનો સામનો કરવાનો રહેશે જ.
ભાજપ, કોંગ્રેસ અને આપની કુંડળી
ભાજપ અને કોંગ્રેસની કુંડળીની વાત કરતાં જણાવે છે કે હાલના ગ્રહો જોઈએ તો ભાજપને વધુ સફળતા જોવા મળી રહી છે જયારે કોંગ્રેસને સીટો બાબતમાં મધ્યમ પરિણામ મળી શકે છે અને આપ માટે ગુજરાતમાં કપરા ચઢાણ છે. હજુ તેમણે અહીં વધુ સંઘર્ષ કરવો પડશે જો કે આગામી દિવસોમાં કોંગ્રેસ અને આપ બંને મજબૂત થઈ સામે આવતા જોવા મળશે પરંતુ આ પરિણામમાં ભાજપ આગળ રહેતું જોવા મળશે.
શું શપથ વિધિનું મુહૂર્ત સરકારના દેખાવમાં કઈ ભાગ ભજવે છે?
સરકાર ચૂંટાયા બાદ શપથવિધિ સમારોહ પણ મુહૂર્તની દ્રષ્ટિએ ખુબ મહત્વ ધરાવતું હોય છે. મારા વર્ષોના અનુભવમાં મેં જોયું છે કે જયારે શપથવિધિ યોગ્ય મુહૂર્તમાં ના હોય ત્યારે તેમાં પ્રશ્નો ખડા થતા હોય છે.
પાકિસ્તાનમાં ઇમરાન સરકાર કે મહારાષ્ટ્ર સરકાર થી લઈને અનેક ઉદાહરણમાં એ જોઈ શકાય છે આ વખતે તા. 16 ડિસેમ્બરથી સૂર્ય ધન રાશિમાં પ્રવેશ કરશે એટલે કે ધનારખ એટલે કમુહૂર્તા શરુ થઇ જશે અને તા. 8 ડિસેમ્બરના ચૂંટણી પરિણામ પછી આગામી 14 ડિસેમ્બર જ શુભ મુહૂર્ત આવે છે.