Home /News /gujarat /Gujarat election 2022: બીજેપીના દિગ્ગજ નેતા પ્રદિપસિંહ જાડેજાને પક્ષે કેમ કર્યા તમામ જવાબદારીઓમાંથી મુક્ત

Gujarat election 2022: બીજેપીના દિગ્ગજ નેતા પ્રદિપસિંહ જાડેજાને પક્ષે કેમ કર્યા તમામ જવાબદારીઓમાંથી મુક્ત

Pradeep Singh Jadeja history: પ્રદિપસિંહ જાડેજાની ગણના શિક્ષિત રાજકારણીઓમાં કરવામાં આવે છે. પ્રદીપસિંહ જાડેજા ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની સરકારમાં પ્રથમ ક્ષત્રિય ગૃહમંત્રી હોવાનું કહેવાય છે.

Pradeep Singh Jadeja history: પ્રદિપસિંહ જાડેજાની ગણના શિક્ષિત રાજકારણીઓમાં કરવામાં આવે છે. પ્રદીપસિંહ જાડેજા ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની સરકારમાં પ્રથમ ક્ષત્રિય ગૃહમંત્રી હોવાનું કહેવાય છે.

  ગુજરાત વિધાનસભા 2022ની (Gujarat Assembly election 2022 ) ચૂંટણીનુ કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. દેશમાં ઉત્તરપ્રદેશ, પંજાબ, ગોવા, મણિપૂર અને ઉત્તરાખંડમાં વિધાનસભા ચૂંટણી પૂર્ણ થયા બાદ હવે સૌની નજર આગામી ગુજરાત વિધાનસભા ચૂંટણી અને હિમાચલપ્રદેશ વિધાનસભા ચૂંટણી પર છે. ગુજરાત વિધાનસભા ચૂંટણી આ વર્ષના અંતમાં યોજાશે એવી શક્યતાઓ દેખાઈ રહી છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ ક્યાંરે યોજાશે તેને લઈને અનેક ચર્ચાઓ થઈ રહી છે.

  ચૂંટણીઓ ડિસેમ્બર નહીં પરંતુ વહેલી યોજાય તેવી શક્યતાઓ સેવાઈ રહી છે. એવામાં હવે રાજ્ય સરકાર પણ હવે ઈલેક્શન મોડમાં આવી ગઈ છે. જો કે આ વખતે ચૂંટણીના મેદાનમાં સત્તાપક્ષ તરફથી તદ્દન નવા ચહેરાઓ મેદાન-એ-જંગમાં જોવા મળે તેવી શક્યતાઓ છે. ગત વર્ષે મંત્રીમંડળમાં જે પરિવર્તન આવ્યું તે બાદ ઘણા દિગ્ગજ નેતાઓને પદો પરથી ચાલતી પકડવી પડી છે. પક્ષના એવા જ એક દિગ્ગજ એટલે પ્રદિપસિંહ જાડેજા. આજના લેખમાં આપણે તેમના વિશે જ વાત કરવા જઈ રહ્યાં છીએ.

  પ્રદીપસિંહ જાડેજા (Pradeep Singh ) ગુજરાતના ખૂબ જ જાણીતા અને પ્રભાવ ધરાવતા વ્યક્તિ છે. તેમને ગુજરાતની 12મી વિધાનસભા માટે ધારાસભ્ય તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. પ્રદિપસિંહ જાડેજા ગુજરાતના વટવા વિધાનસભા મત વિસ્તારના ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા હતા. 60 વર્ષીય પ્રદીપસિંહ જાડેજાનો જન્મ 11 જૂન 1962ના રોજ થયો હતો.

  પ્રદિપસિંહ જાડેજાનું (Pradeep Singh Jadeja ) આખુ નામ પ્રદિપસિંહ ભાગવતસિંહ જાડેજા છે. મળતી માહિતી પ્રમાણે તેમનો જન્મ ગુજરાતના અમદાવાદમાં થયો હતો. તેમણે સ્નાતક સુધીનો અભ્યાસ કર્યો છે. તેમના પત્નીનું નામ પ્રસન્નાબા જાડેજા અને તેમના પુત્રનું નામ શશીરાજસિંહ જાડેજા છે. પ્રદિપસિંહ જાડેજા ખૂબ લાંબા સમયથી ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા છે.

  Gujarat election 2022: વડતાલ સ્વામિનારાયણ મંદિરની ગાદી છે ધર્મ-રાજકારણનો સંગમ, જાણો અતઃથી ઇતિ સુધી બધું જ


  પ્રદિપ સિંહ આટલી સંપતિના છે માલિક

  વર્ષ 2011-12 ની ચૂંટણી દરમ્યાન પોતાની ઉમેદવારી નોંધાવતી વખતે રાજ્યના પૂર્વ ગૃહમંત્રી અને સાંસદ પ્રદિપસિંહ જાડેજાએ પોતાના સોગંદનામામાં પોતાની, પત્ની અને પરિવારની સ્થાવર અને જંગમ મિલ્કત વિશેની વિગતો જાહેર કરી હતી. તેમજ 2016-17ના એફિડેવિટમાં દર્શાવવ્યા અનુસાર, પ્રદિપસિંહ જાડેજાની વર્ષની કુલ આવક રૂ. 7,82,725 હતી. આ સાથે જ તેમની પત્નીની વાર્ષિક આવક રૂ. 2,46,041 જ્યારે પારિવારિક આવક રૂ. 4,21,527 હતી.

  સોગંદનામામાં જંગમ મિલકતોની માહિતીના મુજબ પ્રદિપસિંહ જાડેજાના હાથ પરની રોકડ રૂ. 67,787 હતી. આ સિવાય બેન્કમાં થાપણ 4,81,590, મ્યુચ્યુઅલ ફંડ અને નેશનલ સ્કિમમાં કુલ રોકાણો રૂ. 3111096, રૂ. 3,85,678 કિંમતના વાહન, રૂ. 280000ની કિંમતનુ 76 ગ્રામ સોનું એમ કુલ રૂ. 4310004 કિંમતની જંગમ મિલકત છે.

  આ સિવાય સ્થાવર મિલકતની વાત કરીએ તો રૂ. 7,47,880ની જમીન, સ્વપાર્જીત મિલકત રૂ. 2,38,935 આ સિવાય અન્ય સ્થાવર મિલકતો સહિત કુલ રૂ. 7746707 ની સ્થાવર મિલકત પ્રદિપસિંહ જાડેજા ધરાવે છે.

  આ સિવાય તેમના પત્નીની કુલ જંગમ મિલકત રૂ. 4334105 અને કુલ સ્થાવર મિલકત રૂ. 58,81,361 છે. આ સાથે જ તેમની પારિવારિક અને એચયુએફની કુલ જંગમ મિલકત રૂ. 1,04,32,093 છે.

  આવી છે પ્રદિપસિંહ જાડેજાની રાજકીય સફર (Political journey of Pradip Singh Jadeja)

  પ્રદિપસિંહ જાડેજાની ગણના શિક્ષિત રાજકારણીઓમાં કરવામાં આવે છે. પ્રદીપસિંહ જાડેજા ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની સરકારમાં પ્રથમ ક્ષત્રિય ગૃહમંત્રી હોવાનું કહેવાય છે. 12મી, 13મી અને 14મી વિધાનસભાની વટવા મતવિસ્તારમાંથી ગુજરાત વિધાનસભાના સભ્ય તરીકે તે ચૂંટાઈ આવ્યા હતા. તેઓ 2007 થી આ પદ પર કાર્યરત રહ્યાં હતા.

  પ્રદીપસિંહ જાડેજા ગુજરાત રાજ્યના વટવા મત વિસ્તાર ધારાસભ્ય રહી ચૂક્યા છે. તેઓ બારમી વિધાનસભામાં ગૃહ મંત્રી અને વિદેશ બાબતો, પ્રોટોકોલ, યાત્રાધામ વિકાસ, બિન-રહેણાંક ગુજરાતી વિભાગ, સ્વૈચ્છિક સંસ્થાના સંકલનના મંત્રી તરીકે પણ સેવા આપી ચૂક્યા છે. તેઓ ગૃહ રાજ્ય મંત્રીતરીકે વટવાથી ધારાસભ્ય પણ રહી ચૂક્યા છે. તેઓ ભાજપ અધ્યક્ષ અમિત શાહના નજીકના માનવામાં આવે છે. આનંદીબેન પટેલની સરકારમાં તેઓ સંસદીય બાબતોના રાજ્યકક્ષાના મંત્રી હતા. તેમણે 2010માં પાર્ટીના ચીફ વ્હીપ તરીકે સેવા આપી હતી અને વર્ષ 2010માં તેઓ ભાજપના મુખ્ય દંડક તરીકે કાર્યરત હતા.

  મંત્રી મંડળ બદલાયુ તે પહેલા પ્રદિપસિંહ જાડેજાને 2022 વિધાનસભા ચૂંટણીમાં મુખ્યપ્રધાન પદના ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવે તેવી શક્યતાઓ પણ વ્યક્ત કરવામાં આવી રહી હતી. જો કે મંત્રીમંડળના ફેરફાર બાદ તેમને કોઈ ખાતુ કે કાર્ય સોંપવામાં ન આવતા આ ચર્ચાઓ પર પૂર્ણ વિરામ લાગ્યો હતો.

  ભાજપ યુવા મોરચાના પ્રમુખ તરીકેની સારી કામગીરીથી પ્રદિપસિંહ જાડેજાની પ્રતિભા રાજ્યસ્તરે ઝળકી ઉઠી હતી. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં 1995થી કોર્પોરેટર તરીકે પણ સારી કામગીરી બજાવી હતી. પ્રદિપસિંહ જાડેજા ગુજરાત વિધાનસભામાં 2002થી સતત ચૂંટાઈ આવ્યા હતા. છે. 2002માં અમદાવાદની અસારવા વિધાનસભા બેઠક (નવા સિમાંકન મુજબ આ બેઠક હવે અનુસુચિત જાતિ માટે અનામત થઈ છે) પરથી જીત્યા હતા.

  Gujarat election 2022: જાણો પક્ષપલટો કરીને ભાજપમાં પ્રદેશ ઉપાધ્યક્ષ બનેલા ભરત બોધરા વિશે!


  પ્રદિપસિંહ જાડેજા અને વિવાદ (Pradip Singh Jadeja and Political Controversy)

  સામાન્ય રીતે તો પ્રદિપ સિંહ જાડેજાની ગણતરી વિવાદિત નિવેદનોથી દૂર રહેતા અને શાંત ધારાસભ્યોમાં કરવામાં આવે છે. તેમના લાંબા કાર્યકાળ દરમ્યાન તેમના નામ સાથે કોઈ મોટા નોંધનીય વિવાદિત નિવેદનો કે નિર્ણયો સામે આવ્યા નથી. જો કે કોરોના કાળ સમયે લાદવામાં આવેલા પ્રતિબંદ વચ્ચે તેમના દ્વારા ઓક્સિજન પ્લાન્ટના ઉદ્ધાટનને લઈને વિવાદ ઉભો થયો હતો. જ્યાં એક તરફ સામાન્ય લોકો માટે વિવિધ પ્રતિબંધો લાદવામાં આવ્યા હતા, તે દરમ્યાન તેમના આ ઉદ્ધાટનને લઈને વિરોધની શક્યતાને પગલે સમારોહ રદ્દ કરવામાં આવ્યો હતો.

  મહત્વના નેતા ગણાતા પ્રદિપસિંહ હાલ છે સાઈડ લાઈન

  વર્ષ 2003થી સતત પોતાની સીટ પર ચૂંટણી જીતતા ઉમેદવાર અને પાર્ટીમાં વર્ષ 1995થી જ સક્રિય રહેલા અને જાણીતા ગણાતા પ્રદિપસિંહ જાડેજાને મંત્રી મંડળના ફેરફાર વખતે તેમના પદ પરથી દૂર કરવામાં આવ્યા હતા. શક્યતાઓ હતી કે વર્ષ 2022 વિધાનસભા ચૂંટણીમાં તેમને મુખ્યમંત્રી પદના નવા ચહેરા તરીકે આગળ કરવામાં આવે. જો કે મંત્રી મંડળના ફેરફાર વખતે તેમને તેમના પદ પરથી દૂર કરવામાં આવ્યા અને અન્ય કોઈ ખાતાની ફાળવણી પણ કરવામાં ન આવી, તેને જોતા આ ચર્ચા પર હાલ પૂરતો પૂર્ણ વિરામ લાગી ગયો છે. હવે આગામી સમયમાં ચૂંટણી વખતે તેમને કોઈ જવાબદારી સોંપવામાં આવે છે કે કેમ તે આવનારો સમય જ બતાવશે.  ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 અંગે મહત્વના સમાચાર જાણવા નીચે આપેલી બેઠકોના નામ ઉપર કરો ક્લિક

  | મહેમદાબાદ | વિસનગર  | મહેસાણા  | વડગામ  | અંજાર  |  વાવ  | દાહોદ  | દ્વારકા  |  વિજાપુર  | વલસાડ | સિધ્ધપુર  | ઘાટલોડિયા  | કડી  |  બાપુનગર  |  અમરેલી  |  સુરત પશ્વિમ  |  જસદણ  |  રાજકોટ દક્ષિણ  | નડિયાદ | | સોજિત્રા |  ખંભાત ગઢડા  બોરસદ |  આંકલાવ | આણંદ | ઉમરેઠ | માતર | પેટલાદ |   મહુધા  કપડવંજ | ઠાસરા | કોડીનાર  | લાઠી  | સાવરકુંડલા |  ગારિયાધાર  | મહુવા |  પાલિતાણા | ઓલપાડ | ઉમરગામ|ચોર્યાસી|  વાઘોડિયા | ભાવનગર ગ્રામ્ય | પાદરા | કરજણ | છોટાઉદેપુર | સંખેડા | ડભોઈ | નાંદોદ | ભાવનગર પૂર્વ | જંબુસર | રાવપુુરા | વાઘરા |સાવલી દેવગઢબારિયા | ઝાલોદ |હાલોલ | બાલાસિનોર | વાંસદા નિઝર | ગણદેવી | ધરમપુર | વ્યારા પારડી | લીમખેડા | સંતરામપુરા |  મહુવા એસટી | માંગરોળ એસટી | જલાલપોર | રાજુલા | ગરબાડા | વરાછા | વટવા કામરેજ | ધંધૂકા | ભુજ | ગોધરા | પાવી | જેતપુર | વડોદરા  | કાલોલ | દેદિયાપાડા  | અંકલેશ્વર | ડાંગ| 
  Published by:mujahid tunvar
  First published:

  Tags: Assembly elections 2022, Gujarat Assembly Elections 2022, Gujarat Elections, Pradeep Singh Jadeja

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन