Home /News /gujarat /Gujarat election 2022: જાણો કોણ છે ગુજરાતના રાજકારણમાં ભૂકંપ લાવનાર હાર્દિક પટેલ, 2022ની ચૂંટણીમાં શું હશે ભૂમિકા

Gujarat election 2022: જાણો કોણ છે ગુજરાતના રાજકારણમાં ભૂકંપ લાવનાર હાર્દિક પટેલ, 2022ની ચૂંટણીમાં શું હશે ભૂમિકા

Gujarat assembly Election 2022: હાર્દિક પટેલનો જન્મ 20 જુલાઈ, 1993ના રોજ ગુજરાતી પાટીદાર પરિવારમાં થયો હતો. હાર્દિક પટેલની માતાનું નામ ઉષાબહેન પટેલ અને પિતાનું નામ ભરતભાઈ પટેલ છે. હાર્દિક પટેલ પાટીદાર અનામત આંદોલન પછી એક દિગ્ગજ નેતાના રૂપમાં સામે આવ્યા હતા.

Gujarat assembly Election 2022: હાર્દિક પટેલનો જન્મ 20 જુલાઈ, 1993ના રોજ ગુજરાતી પાટીદાર પરિવારમાં થયો હતો. હાર્દિક પટેલની માતાનું નામ ઉષાબહેન પટેલ અને પિતાનું નામ ભરતભાઈ પટેલ છે. હાર્દિક પટેલ પાટીદાર અનામત આંદોલન પછી એક દિગ્ગજ નેતાના રૂપમાં સામે આવ્યા હતા.

વધુ જુઓ ...
  ગુજરાત વિધાનસભા (Gujarat Assembly election 2022) ચૂંટણીમાં હાર્દિક પટેલની (Hardik Patel)  ભૂમિકા: ગુજરાત વિધાનસભાની ચૂંટણીના આડે હવે ગણતરીનો સમય બાકી છે અને રાજકીય હિલચાલ અત્યારથી જ તેજ થઈ છે. આ ઊથલપાથલના કેન્દ્રમાં ફરી એક વખત પાટીદાર સમાજ અને નેતા હાર્દિક પટેલ છે. છેલ્લા થોડા સમયમાં હાર્દિક પટેલે મધ્યમાં રાખી જે પણ રાજકીય ઘટનાઓ કે ઉથલપાથલ સર્જાઈ છે,

  તેની અસર ચોક્કસથી આગામી વિધાનસભા ચૂંટણીમાં જોવા મળશે એ વાતમાં કોઈ બે મત નથી. માત્ર 22 વર્ષની ઉંમરે ગુજરાતની લોકપ્રિયતાના શિખરે પહોંચેલા હાર્દિક પટેલની ઉંમર 30 વર્ષ પણ નથી અને તે દેશના મીડિયાની હેડલાઇન્સમાં રહે છે. આગામી ચૂંટણીમાં હાર્દિક પટેલની ભૂમિકા ખૂબ જ નિર્ણાયક સાબિત થશે. આજના આ વિશેષ આર્ટિકલમાં આપણે હાર્દિક પટેલ વિશે વિસ્તાર પૂર્વક ચર્ચા કરીશું.

  કોણ છે હાર્દિક પટેલ

  હાર્દિકનો (Hardik Patel) જન્મ 20 જુલાઈ, 1993ના રોજ ગુજરાતી પાટીદાર પરિવારમાં થયો હતો. તેમનીની માતાનું નામ ઉષાબહેન પટેલ અને પિતાનું નામ ભરતભાઈ પટેલ છે. હાર્દિક પટેલ વર્ષ 2004માં તેમના માતા પિતા સાથે વિરમગામ રહેવા ગયા હતા. હાર્દિકે વિરમગામની દિવ્ય જ્યોત સ્કૂલમાં ધોરણ 8 સુધી અભ્યાસ કર્યો હતો, ત્યારબાદ તેમણે કેબી શાહ વિનય મંદિરમાં આગળનો અભ્યાસ કર્યો હતો.

  હાર્દિકે ક્રિકેટના શોખની સાથે ધોરણ 12 સુધીનો અભ્યાસ વિરમગામમાં કર્યો અને ત્યારબાદ પિતાનો વ્યવસાય ચલાવવામાં તે મદદ કરવા લાગ્યો. જણાવી દઈએ કે હાર્દિક પટેલના પિતા કોંગ્રેસના કાર્યકર હતા. આ બાદ વર્ષ 2010માં હાર્દિકે અમદાવાદની સહજાનંદ કોલેજમાં સ્નાતક માટે પ્રવેશ મેળવ્યો અને વર્ષ 2013માં તેમણે બેચલર ઓફ કોમર્સની ડિગ્રી મેળવી હતી.

  Gujarat election 2022: જેના નામમાં જ છે ‘જીત’, જાણો 2022ની વિધાનસભા ચૂંટણીમાં કેવી રહેશે વાઘાણીની ભૂમિકા


  જાન્યુઆરી 2019માં હાર્દિક પટેલે પોતાની બાળપણમની મિત્ર કિંજલ પરીખ સાથે લગ્ન કર્યા હતા. કિંજલ પરીખે મહેસાણા જિલ્લાના કડી તાલુકાની કોલેજમાંથી કોમર્સમાં ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યું છે અને હાલ તે ગાંધીનગરથી LLBનો અભ્યાસ કરી રહી છે.

  આવી છે હાર્દિક પટેલની રાજકીય કારકિર્દી

  હાર્દિક પટેલની રાજકીય સફરની શરૂઆત તેમના કોલેજના દિવસોથી જ થઈ હતી તેમ કહી શકાય. હાર્દિક અમદાવાદની સહજાનંદ કોલેજમાં જનરલ સેક્રેટરીના પદ માટે બિનહરિફ ચૂંટાઈ આવ્યો હતો. આ બાદ તેણે સરદાર પટેલ ગ્રુપ જોઈન કર્યું પણ ગ્રુપના પ્રમુખ સાથેના મતભેદો બાદ તેમને આ ગ્રુપ છોડવાની ફરજ પડી હતી. તેમની સૌપ્રથમ રેલીથી માંડીને ગુજરાત કૉંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ તરીકે અને પક્ષમાંથી રાજીનામું આપવા સુધી તે એક મજબૂત રાજકીય નેતા તરીકે ઊભર્યા છે. ગ્રૅજ્યુએટ હાર્દિક પટેલે 2015થી 2020 સુધીમાં તેમની લોકપ્રિયતામાં ઉતાર-ચઢાવ, ટોચના નેતાઓના આકર્ષણ, વિધાનસભાની ચૂંટણીમાં પ્રભાવશાળી કામગીરી, જેલ, તડીપારી એ બધું જોયું છે.

  હાર્દિક તેમની પાંચ વર્ષની ટૂંકી રાજકીય કારકિર્દીમાં નવ મહિના સુધી રાજદ્રોહના કેસમાં જેલમાં રહ્યો હતો. તેમજ તડીપારના આદેશને લીધે છ મહિના રાજસ્થાનમાં રહ્યો હતો.

  હાર્દિક પટેલને સૌ પ્રથમ ઓળખ વર્ષ 2015ના પાટીદાર આંદોલનથી મળી હતી. વર્ષ 2015માં સારા માર્ક્સ છતા પણ જ્યારે તેમની બહેનને એડમિશન ન મળતા તેમને ખબર પડી કે આરક્ષણને કારણે સામાન્ય વર્ગના લોકોને કેટલો અન્યાય થાય છે. આ બાદ તેમણે ગુજરાતમાં ઈતિહાસનુ સૌથી મોટું આંદોલન કર્યું. 25 ઓગસ્ટ 2015ના રોજ તેણે અમદાવાદના જીએમડીસી મેદાનમાં જે રેલી કરી તે અભૂતપૂર્વ રહી. અહીં એટલી મોટી સંખ્યામાં પાટીદારો પહોંચ્યા જેની કોઈને આશા પણ નહોતી.

  હાથનો સાથ છોડી કમળની ડાળી પકડનાર નેતા જવાહર ચાવડાની રાજકિય સફર, શા માટે થયા સાઇડલાઇન?


  હાર્દિકે કહ્યું હતું, "હું રાજકારણમાં ક્યારેય જોડાવા ઇચ્છતો નથી, પરંતુ એક કિંગમેકરની ભૂમિકા ભજવવા ઇચ્છું છું." જો કે ખ્યાતિ મેળવ્યા બાદ માર્ચ 2019માં લોકસભાની ચૂંટણી પહેલાં ગાંધીનગર જિલ્લામાં એક રેલી દરમિયાન કૉંગ્રેસના પૂર્વાધ્યક્ષ રાહુલ ગાંધીની હાજરીમાં હાર્દિક કૉંગ્રેસમાં જોડાઈ ગયા હતા.

  હાર્દિક પર આરોપ મૂકાયો કે તેમણે પોતાની રાજકીય કારકિર્દી બનાવવા માટે પાટીદારોની લાગણીઓનો હાથા તરીકે ઉપયોગ કર્યો છે. જે બાદ તેને ગુજરાત પ્રદેશ કૉંગ્રેસ કમિટીના કાર્યકારી અધ્યક્ષ તરીકે નિમવામાં આવ્યા. જો કે લગભગ 3 વર્ષથી વધુના પોતાના કોગ્રેસના સફર દરમ્યાન વિવિધ બાબતો પર પ્રહાર કરતા કરતા અચાનક તેમના પ્રહાર પોતાના પક્ષ કોંગ્રેસ પર જ થવા લાગ્યા અને અંતે તેણે કોંગ્રેસમાંથી પોતાના પદ પરથી રાજીનામું આપ્યું. હાલ તે કોઈ પક્ષ સાથે સંકળાયેલા નથી. જો કે આગામી સમયમાં તે કયા પશ્ર સાથે જોડાશે તેને લઈને ચિત્ર સ્પષ્ટ થઈ જશે.

  હાર્દિક પટેલ અને વિવાદ

  ઓગસ્ટ 2015 માં ગુજરાતમાં થયેલી પાટિદાર આંદોલન સમયે તેમની રેલીએ હિંસક સ્વરૂપ ધારણ કર્યું, જેના કારણે તોડફોડ અને હિંસક બનાવો પણ સામે આવ્યા. આ હિસેમાં સરકારી મિલકતોને નુક્શાન થયું. સાથે જ 14 લોકોના મોત પણ થયા હતા. આ હિંસા એટલી વધી કે કર્ફ્યુ જાહેર કરાયો અને સેનાને બોલાવવી પડી, આ બાદ હાર્દિક પર દેશદ્રોહનો કેસ લાગૂ કરી તેની ધરપકડ કરવામાં આવી. આના કારણે તે દરેક જગ્યાએ ચર્ચાનો વિષય બન્યા. જણાવી દઈએ કે તેમની સામે રાજ્યભરમાં 56 એફઆઈઆર નોંધાઈ છે.

  25 જુલાઈ 2018ના રોજ ગુજરાત હાઈકોર્ટે તેને રમખાણો, મિલકતને નુકસાન પહોંચાડવા માટે દોષિત ઠેરવ્યો અને 50,000 રૂપિયાના દંડ સાથે બે વર્ષની જેલની સજા ફટકારી. તેમના પર ચૂંટણી લડવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. જેના કારણે તેઓ અત્યાર સુધી ચૂંટણી લડી શક્યો નથી. 12 એપ્રિલ 2022ના રોજ સુપ્રીમ કોર્ટે તેની સજા પર રોક લગાવી દીધી હતી.

  આ સાથે જ કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ પદે પોતાની નારાજગી વ્યક્ત કરતા સમયે નારાજગી વચ્ચે હાર્દિક પટેલે મોટું નિવેદન આપતાં જણાવ્યું હતું કે, કોંગ્રેસના નેતાઓમાં નિર્ણય શક્તિનો અભાવ છે. જેને લઈને ગુજરાત રાજકારણમાં ભારે ગરમાવો વ્યાપી વ્યપ્યો હતો અને તેને લઈને પક્ષમાં તેમને નારાજગીનો પણ સામનો કરવો પડ્યો હતો.

  રજની પટેલ: ભાજપના પાવરફુલ નેતા આગામી ચૂંટણીમાં રાખશે રંગ?


  શું ભાજપમાં થશે હાર્દિક સ્વાગત

  પાટીદાર નેતા હાર્દિક પટેલે હાલમાં જ કોંગ્રેસ પાર્ટીમાંથી કાર્યકારી પ્રમુખપદ સહિત તમામ હોદ્દાઓ પરથી રાજીનામું આપી દીધું હતું. હાર્દિકે કોંગ્રેસ છોડ્યા બાદથી જ તેમના ભાજપમાં જોડાવવાની અટકળો ચાલી રહી હતી. ત્યારે પાર્ટી છોડ્યાના 12 દિવસમાં જ તે હવે ફરીથી રાજકારણની એક નવી ઈનિંગ્સ શરૂ કરવા જઈ રહ્યો છે.

  માહિતી મુજબ, હાર્દિકના ભાજપમાં જોડાવાના નિર્ણયને હાઇકમાન્ડે લીલીઝંડી આપી દીધી છે. એવામાં હાર્દિક પટેલ 30 મે અથવા તો 31મીએ ભાજપનો ખેસ ધારણ કરી શકે છે. પટેલે એક ટીવી ચેનલ પરના એક કાર્યક્રમમાં સંકેત આપ્યો છે કે, તેઓ ભાજપમાં જોડાઈ રહ્યા છે અને પાર્ટી નક્કી કરશે કે તેઓ કઈ બેઠક પરથી વિધાનસભાની ચૂંટણી લડશે. તેમણે એમ પણ કહ્યું કે, તેઓ સોમનાથ મંદિરથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધીની એકતા યાત્રાનું નેતૃત્વ પણ કરશે.

  ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 અંગે મહત્વના સમાચાર જાણવા નીચે આપેલી બેઠકોના નામ ઉપર કરો ક્લિક

  | મહેમદાબાદ | વિસનગર  | મહેસાણા  | વડગામ  | અંજાર  |  વાવ  | દાહોદ  | દ્વારકા  |  વિજાપુર  | વલસાડ | સિધ્ધપુર  | ઘાટલોડિયા  | કડી  |  બાપુનગર  |  અમરેલી  |  સુરત પશ્વિમ  |  જસદણ  |  રાજકોટ દક્ષિણ  | નડિયાદ | | સોજિત્રા |  ખંભાત ગઢડા  બોરસદ |  આંકલાવ | આણંદ | ઉમરેઠ | માતર | પેટલાદ |   મહુધા  કપડવંજ | ઠાસરા | કોડીનાર  | લાઠી  | સાવરકુંડલા |  ગારિયાધાર  | મહુવા |  પાલિતાણા | ઓલપાડ | ઉમરગામ|ચોર્યાસી|  વાઘોડિયા | ભાવનગર ગ્રામ્ય | પાદરા | કરજણ | છોટાઉદેપુર | સંખેડા | ડભોઈ | નાંદોદ | ભાવનગર પૂર્વ | જંબુસર | રાવપુુરા | વાઘરા |સાવલી દેવગઢબારિયા | ઝાલોદ |હાલોલ | બાલાસિનોર | વાંસદા નિઝર | ગણદેવી | ધરમપુર | વ્યારા પારડી | લીમખેડા | સંતરામપુરા |  મહુવા એસટી | માંગરોળ એસટી | જલાલપોર | રાજુલા | ગરબાડા | વરાછા | વટવા કામરેજ | ધંધૂકા | ભુજ | ગોધરા | પાવી | જેતપુર | વડોદરા  | કાલોલ | દેદિયાપાડા  | અંકલેશ્વર | ડાંગ| 
  Published by:mujahid tunvar
  First published:

  Tags: Assembly elections 2022, Gujarat Assembly Elections 2022, Gujarat Elections, હાર્દિક પટેલ

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन