Home /News /gujarat /

Gujarat election 2022: આ રીતે સમજો ભુજ વિધાનસભા બેઠકનુ ગણિત અને તેના રાજકીય સમીકરણ

Gujarat election 2022: આ રીતે સમજો ભુજ વિધાનસભા બેઠકનુ ગણિત અને તેના રાજકીય સમીકરણ

Bhuj assembly constituency: ભુજિયા ડુંગરની તળેટીમાં વસેલું ભુજ કચ્છનું સૌથી મોટું શહેર છે. રાવ ખેંગારજી પહેલાએ ભુજ શહેરની સ્થાપના કરી હતી. પ્રાચીન કિલ્લાની વચ્ચે વસેલું જૂનું ભુજ ઐતિહાસીક મહત્વ ધરાવે છે. સાથે જ ભુજ ગુજરાત વિધાનસભાની 182 બેઠકો પૈકીની એક બેઠક છે.

Bhuj assembly constituency: ભુજિયા ડુંગરની તળેટીમાં વસેલું ભુજ કચ્છનું સૌથી મોટું શહેર છે. રાવ ખેંગારજી પહેલાએ ભુજ શહેરની સ્થાપના કરી હતી. પ્રાચીન કિલ્લાની વચ્ચે વસેલું જૂનું ભુજ ઐતિહાસીક મહત્વ ધરાવે છે. સાથે જ ભુજ ગુજરાત વિધાનસભાની 182 બેઠકો પૈકીની એક બેઠક છે.

વધુ જુઓ ...
    ગુજરાત વિધાનસભા 2022ની (Gujarat Assembly election 2022) ચૂંટણી માટે રાજકીય પક્ષોએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. પાંચ રાજ્યોમાં ગત વર્ષે યોજાયેલ ચૂંટણી બાદ હવે ચૂંટણીપંચે પણ ગુજરાતની ચૂંટણીની તૈયારીઓ તેજ કરી દીધી છે. સાથે જ ગુજરાત વિધાનસભાની ચૂંટણી આ વખતે ભાજપ અને કોંગ્રેસ બન્ને માટે મહત્વની છે. ઉલ્લેખનીય છે કે ભાજપ સતત 6 ચૂંટણીથી સત્તા હાંસલ કરી રહી છે, જ્યારે કોંગ્રેસ 27 વર્ષથી વનવાસ ભોગવી રહી છે. દરેક પક્ષ માટે એક એક બેઠક આ વખતે અતિ મહત્વની છે. એડીચોટીનું જોર લગાવીને પોતાના પક્ષના ઉમેદવાર ધારાસભ્ય તરીકે ચૂંટાઈને આવે એવા પ્રયત્નો કરવા લાગ્યા છે.

    તમામ પક્ષકારો પોતાના પક્ષના રાજકીય નેતાઓ મારફતે વિવિધ જિલ્લાઓમાં પ્રવાસ ગોઠવીને મતદારોને પોતાના પક્ષના ઉમેદવારને મત આપવા રીઝવવાનો પણ પ્રયાસ કરી રહ્યા છે. આજના આ વિશેષ આર્ટિકલમાં આપણે ભૂજ બેઠક (Bhuj  assembly constituency) વિશે ચર્ચા કરીશું અને જાણીશું બેઠકના સમીકરણો વિશે. આમ તો વર્ષોથી કચ્છ ભારતીય જનતા પાર્ટીનો ગઢ ગણાય છે. ગુજરાત વિધાનસભાની 6 બેઠકો પર હાલ 5 બેઠકો પરના ધારાસભ્યો ભારતીય જનતા પાર્ટીના છે, જ્યારે 1 સીટ પર કોંગ્રેસના ધારાસભ્ય છે.

    ભુજ વિધાનસભા બેઠક (Bhuj Assembly seat)

    ભુજિયા ડુંગરની તળેટીમાં વસેલું ભુજ કચ્છનું સૌથી મોટું શહેર છે. રાવ ખેંગારજી પહેલાએ ભુજ શહેરની સ્થાપના કરી હતી. પ્રાચીન કિલ્લાની વચ્ચે વસેલું જૂનું ભુજ ઐતિહાસીક મહત્વ ધરાવે છે. સાથે જ ભુજ ગુજરાત વિધાનસભાની 182 બેઠકો પૈકીની એક બેઠક છે. કચ્છ જિલ્લાની અતિ મહત્વની વિધાનસભા બેઠક ભુજ છે. કચ્છ જીલ્લાનું મોટું શહેર ભુજ છે. આ બેઠકના મતદારોની વાત કરીએ ગ્રામીણ અને શહેરી બંને પ્રકારના મતદારો આ બેઠક પર જોવા મળે છે. આ બેઠક પર એનઆરઆઈ મતદારોની સંખ્યા પણ વધારે છે. કચ્છ લોકસભામાં સમાવિષ્ટ આ બેઠકમાં સમગ્ર ભુજ તાલુકાનો સમાવેશ થાય છે.

    ભુજ વિધાનસભા બેઠકના મતદારો: (Voters of Bhuj assembly seat)

    કચ્છ જિલ્લામાં જો વિધાનસભાની 6 બેઠક પ્રમાણે છેલ્લી 5/01/2022ની યાદી મુજબ મતદારોની સંખ્યાની વાત કરવામાં આવે ભુજ મતવિસ્તારની વિધાનસભા સીટ પર કુલ 2,90,976 મતદારો છે, જે પૈકી 1,48,211 પુરુષ મતદારો છે. જ્યારે 1,42,764 મહિલા મતદારો છે અને 1 અન્ય મતદારનો સમાવેશ થાય છે.

    'સુદામા નગરી' પોરબંદર પર કોણ સંભાળશે સત્તાનું સુકાન? જાણો કેવી છે રાજકીય રસાકસી


    ભુજ વિધાનસભા બેઠક જાતિ સમીકરણ: (Bhuj assembly seat caste equation)

    કચ્છની ભુજ વિધાનસભા બેઠકમાં પાટીદાર, દલિત અને મુસ્લિમોની વસ્તી વધારે છે.ઉપરાંત લોહાણા, જૈન તેમજ બ્રાહ્મણ જ્ઞાતિના લોકો પણ જોવા મળે છે. અહીં 51 ટકા પુરુષો છે અને 49 ટકા મહિલાઓ છે. અહીં શિક્ષણનું પ્રમાણ 87 ટકા જેટલું છે જેમાં પુરુષો અને મહિલાઓનું શિક્ષણનું પ્રમાણ અનુક્રમે 91 ટકા અને 82 ટકા છે.

    2012 ભુજ વિધાનસભા બેઠક પરિણામ: (2012 Bhuj assembly seat result)

    વર્ષ 2012માં ભુજ વિધાનસભા બેઠક માટે કુલ 10 ઉમેદવારોએ પોતાની ઉમેદવારી નોંધાવી હતી. વર્ષ 2012માં ભુજ મતવિસ્તારની વિધાનસભા બેઠક માટે 2,23,841 મતદારો પૈકી કુલ 1,54,017 મતદારોએ મત આપ્યા હતા. ભુજ વિધાનસભા બેઠક માટે કોંગ્રેસના ઉમેદવાર અમીરઅલી લોઢીયાને 60,201 મત મળ્યા હતા, જ્યારે ભાજપના ઉમેદવાર ડૉ. નિમાબેન આચાર્યને 69,174 મત મળ્યા હતા અને 2012માં ભુજની વિધાનસભા બેઠક માટે ડૉ. નિમાબેન આચાર્ય 69,174 મત મેળવી વિજેતા બન્યા હતા. જે આજે ગુજરાત વિધાનસભાના પ્રથમ મહિલા અધ્યક્ષ છે.

    2017 ભુજ વિધાનસભા બેઠક:

    વર્ષ 2017માં ભુજ વિધાનસભા બેઠક માટે કુલ 13 ઉમેદવારોએ પોતાની ઉમેદવારી નોંધાવી હતી. વર્ષ 2017માં ભુજ મતવિસ્તારની વિધાનસભા બેઠક માટે 2,55,823 મતદારો પૈકી કુલ 1,70,677 મતદારોએ મત આપ્યા હતા. ભુજ વિધાનસભા બેઠક માટે ભાજપના ઉમેદવાર ડૉ. નિમાબેન આચાર્યને 86,532 મત મળ્યા હતા, જ્યારે કોંગ્રેસના ઉમેદવાર આદમ ચાકીને 72,510 મત મળ્યા હતા. 2017માં પણ ભુજની વિધાનસભા બેઠક માટે ડૉ. નિમાબેન આચાર્ય 86,532 મત મેળવી વિજેતા બન્યા હતા.

    ભુજ વિધાનસભા બેઠક પર હાર જીતનો ઈતિહાસ (Bhuj assembly seat history of defeat and victory)









































































    વર્ષવિજેતા ઉમેદવારપક્ષ
    1962ગુલાબશંકર અમૃતલાલSWA
    1967એમએમ મહેતાINC
    1972રામજી ઠાકરINC
    1975ધોળકીયા કુંદનલાલNCO
    1980શાહ મોહનલાલINC
    1985પંચોલી કુમુદીનીINC
    1990ગઢવી પુષ્પાબેનBJP
    1995ઝવેરી મુકેશભાઈBJP
    1998ઝવેરી મુકેશભાઈBJP
    2002આહિર શિવજીભાઈINC
    2007વાસણ આહિરBJP
    2012ડૉ. નીમાબેન આચાર્યBJP
    2017ડૉ. નીમાબેન આચાર્યBJP

    ભુજ વિધાનસભા બેઠક પર સમસ્યાઓ: (Problems on Bhuj assembly seat)

    ભુજ કચ્છનું પાટનગર ગણવામાં આવે છે અને ભુજ કચ્છના સેન્ટરમાં હોવાથી અહીંથી તમામ તાલુકામાં અને પ્રવાસન સ્થળોનો પ્રવાસ ખેડી શકાય છે, ત્યારે ભુજ નગરપાલિકા (Bhuj municipality)ને મહાનગરપાલિકા તરીકે જાહેર કરવાની વાત પણ અનેક વાર ઊભી થઈ છે. ઉપરાંત અનેક રાજકીય હોદ્દેદારોએ પણ આ અંગે પોતાના પ્રવચનમાં વાતનો ઉલ્લેખ પણ કર્યો છે.

    Gujarat election 2022: રમેશભાઈ ઓઝાને બાળપણથી જ મળ્યો છે ધર્મનો વારસો, ભાજપના દિગ્ગજ નેતાઓ પણ કરે છે પ્રણામ


    મુખ્ય પ્રાણ પ્રશ્ન તો નર્મદાના નીરનો છે, તથા ખેડૂતોના ખેતરોમાં વીજ ફિડરોનો છે. ઉપરાંત કરોડો રૂપિયાનો ખર્ચ કરાતો હોવા છતાં પણ સ્વચ્છતા જળવાતી નથી, રખડતા ઢોરનો ત્રાસ છે તો ગટરના પાણીની સમસ્યા પણ અનેક વાર ઉદભવતી હોય છે, તો બીજી બાજુ અનેક વાર વાયદાઓ કરવામાં આવેલ વિકાસના કાર્યો થંભી ગયા છે. ભુજોડી ઓવરબ્રિજ, ભુજીયા ડુંગર પરનો વડાપ્રધાનનો ડ્રીમ પ્રોજેક્ટ વગેરે જેવા વિકાસના કાર્યો હજુ પણ અધૂરા છે.

    2022 વિધાનસભામાં ભુજનું ચિત્રઃ

    હાલમાં જ્યારે આખુ મંત્રી મંડળ અને રાજ્યના મુખ્ય પ્રધાન પોતે પણ બદલાઈ ગયા છે. બીજી તરફ ઉમેદવારોને ટિકીટ આપવા બાબતે ભાજપ તરફથી અલગ અલગ નીતિઓ લાગુ પાડવામાં આવી રહી છે અને બીજી તરફ કોંગ્રેસના આંતરિખ વિખવાદો ચરમસીમાએ છે, એમાં પક્ષો તરફથી ઉમેદવારોને રિપીટ કરવામાં આવે છે કે પછી નવા ચહેરાઓને તક આપવામાં આવે છે તે બાબતનુ કોઈ સ્પષ્ટિકરણ આપવામાં આવ્યું નથી.

    સાથે જ જો કોઈ નવા ચહેરાને તક આપવામાં આવે છે, તો ભુજની જનતા ક્યાં ઉમેદવારને આગામી 5 વર્ષ માટે ધારાસભ્ય તરીકે ચુંટશે તે પક્ષો માટે એક મોટો પ્રશ્ન બની રહેશે. ભાજપ અને કોંગ્રેસે સિવાય આમ આદમી પાર્ટી પણ મેદાનમાં છે. જે મહદંશે કોંગ્રેસની વોટબેંકને નુકશાન કરશે. તેવા સંજોગોમાં આ વખતની ચુંટણી અને તેના પ્રચારની તકનીક રસાકસી ભરેલી રહેશે.

    ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 અંગે મહત્વના સમાચાર જાણવા નીચે આપેલી બેઠકોના નામ ઉપર કરો ક્લિક

    | મહેમદાબાદ | વિસનગર  | મહેસાણા  | વડગામ  | અંજાર  |  વાવ  | દાહોદ  | દ્વારકા  |  વિજાપુર  | વલસાડ | સિધ્ધપુર  | ઘાટલોડિયા  | કડી  |  બાપુનગર  |  અમરેલી  |  સુરત પશ્વિમ  |  જસદણ  |  રાજકોટ દક્ષિણ  | નડિયાદ | | સોજિત્રા |  ખંભાત ગઢડા  બોરસદ |  આંકલાવ | આણંદ | ઉમરેઠ | માતર | પેટલાદ |   મહુધા  કપડવંજ | ઠાસરા | કોડીનાર  | લાઠી  | સાવરકુંડલા |  ગારિયાધાર  | મહુવા |  પાલિતાણા | ઓલપાડ | ઉમરગામ|ચોર્યાસી|  વાઘોડિયા | ભાવનગર ગ્રામ્ય | પાદરા | કરજણ | છોટાઉદેપુર | સંખેડા | ડભોઈ | નાંદોદ | ભાવનગર પૂર્વ | જંબુસર | રાવપુુરા | વાઘરા |સાવલી દેવગઢબારિયા | ઝાલોદ |હાલોલ | બાલાસિનોર | વાંસદા નિઝર | ગણદેવી | ધરમપુર | વ્યારા પારડી | લીમખેડા | સંતરામપુરા |  મહુવા એસટી | માંગરોળ એસટી | જલાલપોર | રાજુલા | ગરબાડા | વરાછા | વટવા કામરેજ | ધંધૂકા | ગોધરા | પાવી જેતપુર | વડોદરા  | કાલોલ | દેદિયાપાડા  | અંકલેશ્વર | ડાંગ |
    Published by:mujahid tunvar
    First published:

    Tags: Assembly elections 2022, Bhuj, Gujarat Assembly Elections 2022, Gujarat Elections, Kutch

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन