Home /News /gujarat /યુવાનોએ બીજેપીના કામને તપાસ્યા, પરખ્યા અને વિશ્વાસ કર્યો: મોદી
યુવાનોએ બીજેપીના કામને તપાસ્યા, પરખ્યા અને વિશ્વાસ કર્યો: મોદી
ભાજપની ભવ્ય જીત બાદ
Gujarat Elections Result 2022: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાત અને હિમાચલની ચૂંટણી બાદ કાર્યકર્તાઓને સંબોધિત કર્યા હતા. તેમણે કહ્યું કે, જ્યાં બીજેપી જીતી નથી ત્યાં વોટ શેર લોકોના પ્રેમનો પુરાવો છે. પીએમ મોદીએ ગુજરાતની ઐતિહાસિક જીત બદલ લોકોનો આભાર માન્યો હતો.
નવી દિલ્હી: ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022ના પરિણામમાં ભાજપની ભવ્ય જીત થઈ છે. જણાવી જઈએ કે, પ્રથમિક માહિતી પ્રમાણે ભાજપને 156 બેઠકો મળી છે. જેને લઈને વડાપ્રધાન મોદીએ પણ ગુજરાતના નેતાઓને અભિનંદન આપ્યા છે. જણાવી દઈએ કે, દિલ્હી ખાતે વડાપ્રધાન મોદી કાર્યકર્તાઓને સંબોધવા પહોંચ્યા છે.
પીએમ મોદીએ કહ્યું ભાજપની રણનીતિ કેમ સફળ છે
પીએમ મોદીએ કહ્યું કે, 'અમે વિચાર પર પણ ભાર આપીએ છીએ અને સિસ્ટમને મજબૂત કરતા રહીએ છીએ. ભાજપ પોતાના કાર્યકરોની અપાર સંગઠન શક્તિ પર ભરોસો રાખીને જ પોતાની રણનીતિ બનાવે છે અને સફળ પણ થાય છે.
...અને ભાજપની રચના થઈ: મોદી
પીએમ મોદીએ કહ્યું કે, 'ભાજપ આજે જ્યાં પણ પહોંચ્યું છે, તે રીતે પહોંચ્યું નથી. જનસંઘના સમયથી પરિવાર પછી પરિવાર તપસ્યા કરતા રહ્યા છીએ, ત્યારે જ આ પક્ષ બન્યો છે, ત્યારે જ અમે અહીં સુધી પહોંચ્યા છીએ. લાખો સમર્પિત કાર્યકરોએ બીજેપી માટે પોતાનો જીવ આપ્યો છે.
આદિવાસી માટે નીતિગત પહેલ
વડાપ્રધાને કહ્યું કે, ગુજરાતમાં ભાજપને આદિવાસી સમુદાયનું સમર્થન મળ્યું છે. ST\SCમાટે અનામત 40 બેઠકોમાંથી ભાજપે પ્રચંડ બહુમતી સાથે 34 બેઠકો જીતી છે. ભાજપને આદિવાસીઓનું ભારે સમર્થન મળી રહ્યું છે. કારણ કે, આદિવાસીઓ જોઈ રહ્યા છે કે ભાજપ તેમની આકાંક્ષાઓ પૂરી કરી રહી છે, જેને દાયકાઓથી અવગણવામાં આવી હતી. ભાજપે આદિવાસી પ્રમુખ ચૂંટ્યા છે. અમે (ભાજપ) આદિવાસીઓ માટે અનેક નીતિગત પહેલ લાવ્યા છીએ.
પીએમ મોદીએ કહ્યું કે, જ્યાં બીજેપી જીતી નથી, ત્યાં વોટ શેર જનતાના પ્રેમની સાક્ષી છે. 'સૌથી પહેલા હું જનતા જનાર્દન સામે નમન કરું છું. જનતા જનાર્દનના આશીર્વાદ જબરજસ્ત છે. જેપી નડ્ડાના નેતૃત્વમાં ભાજપના કાર્યકર્તાઓએ જે મહેનત કરી છે, તે આજે આપણે ચારે બાજુ અનુભવી રહ્યા છીએ.
#WATCH | I had told the people of Gujarat that this time Narendra's record should be broken. I promised that Narendra will work hard so that Bhupendra can break Narendra's record. Gujarat has broken all records by giving the biggest mandate to BJP in the history of Gujarat: PM pic.twitter.com/8Fb530xRLk
'ગુજરાતની જનતાએ જ્ઞાતિ-સમુદાયની પરવા કર્યા વિના ભાજપને મત આપ્યો'
પીએમ મોદીએ કહ્યું કે, 'ગુજરાતની જનતાએ રેકોર્ડ તોડીને પણ રેકોર્ડ બનાવ્યો છે. ગુજરાતના ઈતિહાસનો સૌથી મોટો જનાદેશ ભાજપને આપીને રાજ્યની જનતાએ નવો ઈતિહાસ રચ્યો છે. જાતિ, વર્ગ, સમુદાય અને તમામ પ્રકારના વિભાજનથી ઉપર ઉઠીને ભાજપને મત આપ્યો.
'ભાજપ પાસે દેશના હિતમાં કડક નિર્ણય લેવાની શક્તિ છે'
પીએમ મોદીએ કહ્યું કે, 'લોકોએ ભાજપને મત આપ્યો, કારણ કે ભાજપ દરેક ગરીબ, મધ્યમ વર્ગના પરિવારને વહેલી તકે દરેક સુવિધા આપવા માંગે છે. લોકોએ ભાજપને મત આપ્યો કારણ કે ભાજપ પાસે દેશના હિતમાં સૌથી મોટા અને અઘરા નિર્ણયો લેવાની શક્તિ છે.
પીએમ મોદીએ વધુમાં કહ્યું કે, બીજેપીનું વધતું સમર્થન દર્શાવે છે કે પરિવારવાદ અને ભ્રષ્ટાચાર સામે જનતાનો ગુસ્સો સતત વધી રહ્યો છે. તેમણે વધુમાં કહ્યું કે, ગુજરાતની સ્થાપનાથી લઈને અત્યાર સુધીના તમામ રેકોર્ડ તૂટી ગયા છે. ભાજપ ગુજરાતના દરેક પરિવાર અને દરેક ઘરનો હિસ્સો છે.
બિહાર પેટાચૂંટણીમાં પ્રદર્શન આવનારી બાબતોનો સંકેત આપે છેઃ પીએમ મોદી
પીએમ મોદીએ તેમણે કહ્યું કે, 'યુપીના રામપુરમાં ભાજપની જીત થઈ. બિહાર પેટાચૂંટણીમાં પ્રદર્શન આવનારા દિવસોની નિશાની છે.'' આ સાથે તેમણે હિમાચલના લોકોને ખાતરી આપી હતી કે, ભલે તેઓ 1% વોટથી પાછળ હોય, તેઓ વિકાસ માટે 100% હાજર રહેશે અને જે પણ થશે.
ભાજપને લોકોનું સમર્થન :પીએમ મોદી
પીએમ મોદીએ કહ્યું કે, 'ભાજપને મળેલું જનસમર્થન નવા ભારતની આકાંક્ષાઓનું પ્રતિબિંબ છે. ભાજપને મળેલ જનસમર્થન એ ભારતના યુવાનોની 'યુવાન વિચારસરણી'નું અભિવ્યક્તિ છે. ભાજપને મળેલ જનસમર્થન એ ગરીબ, શોષિત, વંચિત, આદિવાસીઓના સશક્તિકરણ માટે મળેલ સમર્થન છે.
#WATCH | PM Narendra Modi greets party supporters at BJP HQ in Delhi after BJP's victory in the Gujarat Assembly elections. pic.twitter.com/RSbK1SOf61
ભાજપના જીતની વાત સામે આવતા જ, ભાજપના કાર્યકર્તાઓ દિલ્હી ખાતે આવેલી મુખ્ય કાર્યાલય પર ઉમટી પડ્યા છે. મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ એકઠા થઈને જય જયકાર લગાવી રહ્યા છે. આ સાથે જ, કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ, સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા પાર્ટી હેડક્વાર્ટર પહોંચી ગયા છે.
Published by:Samrat Bauddh
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર