Home /News /gujarat /

Gujarat Election : 182 વિધાનસભા બેઠકો જીતવા શું છે સી આર પાટીલનો પ્લાન

Gujarat Election : 182 વિધાનસભા બેઠકો જીતવા શું છે સી આર પાટીલનો પ્લાન

જેમ જેમ 2022નું વર્ષ નજીક આવી રહ્યું છે તેમ તેમ ભાજપ અવનવા કાર્યક્રમો થકી કાર્યકરો વચ્ચે જવા માટેના પ્લાન બનાવી રહ્યું છે

Gujarat Assembly Election 2022 - ગુજરાત વિધાનસભા-2022ની ચૂંટણીને ધ્યાનમાં રાખીને પ્રદેશ ભાજપ (Gujarat BJP)દ્વારા તૈયારીઓ શરૂ કરવામાં આવી છે

ગાંધીનગર : ગુજરાત વિધાનસભા-2022ની ચૂંટણી (Gujarat Assembly Election-2022)ને ધ્યાનમાં રાખીને પ્રદેશ ભાજપ (Gujarat BJP)દ્વારા તૈયારીઓનો આરંભ શરૂ કરવામાં આવ્યો છે. ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલના (CR Patil)વન ડે વન ડિસ્ટ્રીક કાર્યક્રમની રૂપરેખા ઘડાઈ રહી છે. જેના માધ્યમથી ભાજપ સંગઠન, બુથના કાર્યકરથી માંડીને જિલ્લા કક્ષાની મુલાકાત કરીને ચૂંટણી રણનીતિ (Election strategy)ઘડશે.

જેમ જેમ 2022નું વર્ષ નજીક આવી રહ્યું છે તેમ તેમ ભાજપ અવનવા કાર્યક્રમો થકી કાર્યકરો વચ્ચે જવા માટેના પ્લાન બનાવી રહ્યું છે. આવો જ એક પ્લાન એટલે કે વન ડે વન ડિસ્ટ્રિક. ભાજપના પ્રદેશ નેતૃત્વ માટેના કાર્યક્રમનું પ્લાનિંગ પુરજોશમાં ચાલી રહ્યુ છે. ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ દ્વારા 2022ની ચૂંટણીમાં 182માંથી 182 બેઠકો મેળવવાનો લક્ષ્ય રાખ્યો છે. આ રૂપરેખા અંતર્ગત રાજ્યના 33 જિલ્લામાં અને 8 મહાનગરપાલિકામાં વન ડે વન ડિસ્ટ્રિક કાર્યક્રમની રૂપરેખા ઘડાઈ રહી છે.

આ પણ વાંચો - સુરતમાં Fit India, Fit Gujarat Cyclothon: કોરોનાની ત્રીજી લહેરને આમંત્રણ?

આ કાર્યક્રમ અંતર્ગત ભાજપનાં પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ એક દિવસ કોઈ એક જિલ્લામાં સવારથી સાંજ સુધી એમ 24 થી 36 કલાક કાર્યકરો વચ્ચે પસાર કરશે. જેમાં પાટીલ પ્રત્યેક જિલ્લાના બુથ કેન્દ્રો, શક્તિ કેન્દ્રો તેમજ ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને હારેલા પ્રતિનિધિઓ, માઇન્સ બુથના મેનેજમેન્ટ અને પેજ કમિટીની રૂપરેખા અંગે ચિતાર મેળવીને ખામી અંગે માહિતાગર થશે. સ્થાનિક સંગઠન સાથેની મુલાકાત બાદ ચૂંટણી જીતવા રણનીતિ અને મનોમંથન થશે.

ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ 33 જિલ્લા અને 8 મહાનગરપાલિકામાં એક દિવસ વિતાવશે. વન ડે વન ડિસ્ટ્રિક કાર્યક્રમમાં પાટીલ સાથે ઝોન મહામંત્રી, ભાજપનાં ઉપાધ્યક્ષ અને જિલ્લા પ્રભારીની ઉપસ્થિતિ રહેશે. તમામ હોદ્દેદારો ચર્ચા કરશે અને ભાજપ મનોમંથન કરી અને વર્ષ 2022ની ચૂંટણી રણનીતિ ઘડશે. ભાજપ મનોમંથન કરી 2022માં 182 માંથી 182 બેઠકો મેળવા માટે કેટલા બદલાવ લાવવા ક્યાં ક્ષેત્રમા ફેરફાર લાવવા તે અંગે રણનીતિ ઘડશે. ભાજપ માઇન્સ બુથના કારણો શોધી માઇન્સ બુથ પલ્સ કેવી રીતે થાય તે અંગે પણ વન ડે વન ડિસ્ટ્રિક કાર્યક્રમમાં રણનીતિ ઘડશે. ભાજપ વન ડે વન ડિસ્ટ્રિક કાર્યક્રમમા પેજ સમિતિ અંગે પણ કેવું કામ થયું છે તેનો પણ ચિતાર મેળવશે.

આ પણ વાંચો - 31 decemberની ઉજવણીમાં લોકો ભાન ભૂલ્યા! સેલવાસના કાર્યક્રમમાં corona guidelineના ધજાગરા

માઈક્રોપ્લાનિંગમાં આયોજનમાં માહેર ગણાતું ભાજપ 2022ની ચૂંટણી પહેલા સમગ્ર વિધાનસભાની બેઠકો ચિતાર મેળવા માટે આગળ વધી રહ્યું છે. 182 બેઠકોમાંથી 182 બેઠકો મેળવા ભાજપ આરંભ કરવા આગળ વધી રહ્યું છે. ત્યારે આ કાર્યક્રમ થકી ભાજપ કેટલું મજબૂત બને છે તે તો જોવું જ રહ્યું.
Published by:Ashish Goyal
First published:

Tags: Election 2022, Gujarat Assembly Election 2022, ગુજરાત

આગામી સમાચાર