Home /News /gujarat /Gujarat assembly election 2022: દેવગઢ બારીઆ બેઠકના કોંગ્રેસ-એનસીપીના ગઠબંધનના ઉમેદવારે ફોર્મ પરત ખેચ્યું

Gujarat assembly election 2022: દેવગઢ બારીઆ બેઠકના કોંગ્રેસ-એનસીપીના ગઠબંધનના ઉમેદવારે ફોર્મ પરત ખેચ્યું

કોંગ્રેસ-એનસીપીના ગઠબંધનના ઉમેદવારે ફોર્મ પરત ખેચ્યું

Gujarat assembly election 2022: દેવગઢ બારીઆ બેઠકના કોંગ્રેસ અને એનસીપીના ગઠબંધનના ઉમેદવારે ઉમેદવારી ફોર્મ પરત ખેચ્યું છે. NCPના ઉમેદવાર ગોપસિંહ પ્રતાપસિંહ લવારે ઉમેદવારી ફોર્મ પરત ખેંચ્યું છે.

 • News18 Gujarati
 • Last Updated :
 • Chhota Udaipur, India
  દાહોદ: ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઇને કોંગ્રેસને વધુ એક ઝટકો લાગ્યો છે. દેવગઢ બારીઆ બેઠકના કોંગ્રેસ અને એનસીપીના ગઠબંધનના ઉમેદવારે ઉમેદવારી ફોર્મ પરત ખેચ્યું છે. NCPના ઉમેદવાર ગોપસિંહ પ્રતાપસિંહ લવારે ઉમેદવારી ફોર્મ પરત ખેંચ્યું છે. દેવગઢ બારીઆ બેઠક પરથી ફોર્મ પરત ખેંચતા ભાજપ અને આપ વચ્ચે ચૂંટણી જંગ જામશે.

  ત્રણ બેઠક પર થયું હતું ગઠબંધન

  થોડા સમય અગાઉ જ કોંગ્રસ અને એનસીપી વચ્ચે ગંઠબંધન થયું હતું. તેમણે ત્રણ બેઠક નરોડા, ઉમરેઠ, દેવગઢ બારિયા માટે ગઠબંધન કર્યું હતું. આ અંગે એનસીપીના જયંત બોસ્કી અને કોંગ્રેસનાં જગદીશ ઠાકોરે પ્રેસ કોન્ફરન્સ કરીને માહિતી આપી હતી. જે બાદ આજે NCPના ઉમેદવાર ગોપસિંહ પ્રતાપસિંહ લવારે ઉમેદવારી ફોર્મ પરત ખેંચતા કોંગ્રેસને ઝાટકો લાગ્યો છે.

  ગઠબંધનની જાહેરાત કરતાં એનસીપીનાં જયંત બોસ્કીએ જણાવ્યુ હતુ કે, આ ત્રણ બેઠકો પર અમે વફાદારીથી લડીશું. કોંગ્રેસ એનસીપીના ગઠબંધનથી જે રીતે મહારાષ્ટ્રમાં સરકાર બનાવી તે રીતે અમે પણ અહીં કામ કરીશું.


  આ પણ વાંચો: રાહુલ ગાંધીની સભા પૂર્વે જ ભાજપે પાડ્યું કોંગ્રેસના ગઢમાં ગાબડું

  ફોર્મ પરત ખેંચવાનો અંતિમ દિવસ

  ગુજરાત વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કાનું ફોર્મ પરત ખેંચવાનો આજે અંતિમ દિવસ છે. 93 બેઠક પર યોજાનારી વિધાનસભાની બીજા તબક્કાની ચૂંટણીમાં કેટલા ઉમેદવારો ટકરાશે તેનું ચિત્ર આજે સ્પષ્ટ થઇ જશે. વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કા માટે કુલ 1112 ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે. જેમાં બનાસકાંઠામાંથી 105, પાટણમાંથી 52, મહેસાણામાંથી 90, સાબરકાંઠામાંથી 25, અરવલ્લીમાંથી 39, સાબરકાંઠામાંથી 6, ગાંધીનગરમાંથી 73, અમદાવાદમાંથી 332, આણંદમાંથી 81, ખેડામાંથી 57, મહીસાગરમાંથી 30, પંચમહાલમાંથી 52, દાહોદમાંથી 44, વડોદરામાંથી 89, છોટા ઉદેપુરમાંથી 19 ઉમેદવારનો સમાવેશ થાય છે.
  Published by:Azhar Patangwala
  First published:

  Tags: Congress Gujarat, Gujarat assembly election 2017, NCP

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन