Home /News /gujarat /Gujarat Election 2022: પાંચ વર્ષમાં સત્તા બદલાવતી બેઠક, લોકો ભાજપ-કોંગ્રેસને તરછોડીને આપશે 'આપ'નો સાથ?

Gujarat Election 2022: પાંચ વર્ષમાં સત્તા બદલાવતી બેઠક, લોકો ભાજપ-કોંગ્રેસને તરછોડીને આપશે 'આપ'નો સાથ?

પાંચ વર્ષમાં સત્તા બદલાવતી બેઠક

Sanand Assembly Election: સાણંદ વિધાનસભા બેઠક (Sanand Assembly) પર કોંગ્રેસ અને ભાજપ વારાફરતી જીતી રહ્યાં છે. વર્ષ 2017માં ભાજપે કોંગ્રેસ પાસેથી આ સીટ છીનવી લીધી હતી. ભાજપના (BJP) કનુભાઈ કરમશીભાઈ પટેલે કોંગ્રેસના ડાભી પુષ્પાબેન જોરૂભાઈને 7,721 મતોથી હરાવીને બેઠક જીતી હતી. આમ આદમી પાર્ટીના પ્રવેશને કારણે આ વખતે ચૂંટણી ખૂબ જ કપરી અને રસપ્રદ બનવાની છે.

વધુ જુઓ ...
  અમદાવાદ:જિલ્લા (Ahmedabad District)ની સાણંદ વિધાનસભા સીટ (Sanand Assembly Seat) પર તમામ દળો નજર રાખીને બેઠા છે. આ બેઠક અમદાવાદ જિલ્લા હેઠળ આવતી હોવાથી સૌથી મહત્વપૂર્ણ બેઠકોમાંની એક છે. આ સીટ પર કોંગ્રેસ અને ભાજપ વારાફરતી જીત મેળવતા આવ્યા છે.

  2017માં આ બેઠક પર વિધાનસભાની ચૂંટણી ખૂબ જ રસપ્રદ બની હતી, ભાજપે કોંગ્રેસને પછાડીને જીત મેળવી હતી. તે ચૂંટણીમાં કરમશીભાઇ પટેલના દીકરા કનુભાઇ પટેલને ભાજપ તરફથી ટિકિટ આપવામાં આવી હતી. ભાજપ (BJP) ના કનુભાઈ પટેલે કોંગ્રેસના ડાભી પુષ્પાબેન જોરુભાઈને 7,721 મતોથી હરાવીને સીટ પર કબ્જો કરી લીધો હતો. આ પહેલા 2012માં જીતેલા કરમશીભાઇ પટેલ કોંગ્રેસમાંથી પક્ષ બદલી ભાજપમાં જોડાયા હતાં.

  આ પણ વાંચો: ભાજપે રાજ્યમાં તુષ્ટિકરણની રાજનીતિનો અંત લાવ્યો, કાયદાનું શાસન સ્થાપિત કર્યું: અમિત શાહ

  સાણંદ બાવળા બેઠક પર આ વખતે 2022માં ત્રિપાંખિયો જંગ થશે.આ વખતે કોંગ્રેસ (Congress) અને ભાજપની સાથે સાથે આમ આદમી પાર્ટી પણ મેદાનમાં ઉતરી છે. આમ આદમી પાર્ટીએ આ સીટ પરથી કુલદીપ વાઘેલા (AAP Kuldip Vaghela) ને મેદાનમાં ઉતાર્યા છે. આ વખતે આમ આદમી પાર્ટીએ મેદાનમાં ઝંપલાવતા ખૂબ જ રસાકસીભરી ચૂંટણી યોજાશે. આ વર્ષે કઈ પાર્ટી બાજી મારી જશે, તે તો મતદાતા જ નિર્ણય કરશે.

  વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપના કનુભાઈ પટેલનો કોંગ્રેસના ડાભી પુષ્પાબેન જોરુભાઈ સાથે રસાકસીભર્યો મુકાબલો થયો હતો. આ ચૂંટણીમાં ભાજપના કનુભાઈને 67,692 મત મળ્યા હતા, કોંગ્રેસના ડાભી પુષ્પાબેનને 59,971 મત મળ્યા હતા. આ બંને પાર્ટી વચ્ચે 7,721 મતોનો તફાવત હતો.

  વર્ષ 2012માં કોંગ્રેસે આ બેઠક પર કબ્જો કર્યો હતો. કોંગ્રેસના કરમસિંહભાઈ પટેલે 73,453 મત મેળવ્યા હતા. ભાજપના કમાભાઈ રાઠોડ બીજા સ્થાન પર રહ્યા હતા, તેમણે આ ચૂંટણીમાં 69,305 મત મેળવ્યા હતા. કોંગ્રેસના વીરજીભાઈએ ભાજપના કમાભાઈને 4,148 મતોથી હરાવીને જીત મેળવી હતી.

  આ પણ વાંચો:  ઝઘડિયા બેઠકમાં હાઈ પોલિટિકલ 'ડ્રામા' વચ્ચે મોટો ટ્વિસ્ટ, દિલીપ વસાવાએ ફોર્મ પરત ખેંચ્યું

  અગાઉની ચૂંટણીની વાત કરવામાં આવે તો વર્ષ 1972માં કોંગ્રેસના રૂદ્રાદિતસિંહજી વાઘેલાએ એનસીઓના મણીબેન મગનલાલ પટેલને 17,215 મતોથી હરાવ્યા હતા. વર્ષ 1967ની ચૂંટણીમાં SWUAના ડી. બી. જાદવે કોંગ્રેસના એસ. ટી. પટેલને 6,429 મતોથી હરાવ્યા હતા. વર્ષ 1962ની ચૂંટણીમાં કોંગ્રેસની જીત થઈ હતી. કોંગ્રેસના શાંતિલાલ ત્રિકમલાલ પટેલને 20,619 મત મળ્યા હતા. એચએમએસના પ્રભાશંકર લડહરામ મહેતાને માત્ર 17,042 મત મળ્યા હતા. કોંગ્રેસના શાંતિલાલ ત્રિકમલાલ પટેલે 3,577 મતોથી જીત મેળવી હતી.

  સાણંદ વિધાનસભામાં 2.80 લાખથી વધુ મતદાતાઓ છે

  આ બેઠક વિધાનસભા મતવિસ્તાર પ્રમાણે પાટીદાર અને ક્ષત્રિય સમાજનું પ્રભુત્વ ધરાવે છે. સાણંદ વિધાનસભા ક્ષેત્ર (Sanand Assembly Seat)માં કુલ 2,80,855 મતદાતાઓ છે. જેમાંથી 1,44,561 પુરુષ મતદાતાઓ છે અને 1,36,288 મહિલા મતદાતાઓ છે.

  ગુજરાતમાં કુલ મતદાતાઓની સંખ્યા પર નજર નાખવામાં આવે તો કુલ 4,90,89,765 મતદાતાઓ છે. આ કુલ મતદાતાઓમાં 2,53,36,610 પુરુષ મતદારો છે અને 2,37,51,738 મહિલા મતદારો છે તથા 1,417 ટ્રાન્સજેન્ડર મતદારો છે. આ વર્ષે કુલ 27,943 સર્વિસ વોટર પણ છે. જેથી હવે કુલ મતદારો 4,91,17,308 થઈ ગયા છે.

  ગાંધીનગર સંસદીય સીટ પર ભાજપનો કબ્જો

  સાણંદ વિધાનસભા સીટ (Sanand Assembly Seat) ગાંધીનગર સંસદીય ક્ષેત્ર હેઠળ આવે છે, અહીંના લોકસભાના સાંસદ ગૃહમંત્રી અમિત શાહ છે.આ સંસદીય સીટ VIP સીટોથી ભરપૂર છે. આ સીટ પર વર્ષ 1989થી ભાજપ દબદબો રહ્યો છે. વર્ષ 2019ની લોકસભા ચૂંટણીમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે (Amit Shah) કોંગ્રેસના સી. જે. ચાવડાને 5,57,014 મતોથી હરાવીને જીત મેળવી હતી.

  ભાજપના ઉમેદવાર અમિત શાહ (Amit Shah) ને 8,94,624 મત મળ્યા હતા અને કોંગ્રેસના સી. જે. ચાવડાને માત્ર 3,37,610 મત મળ્યા હતા. અગાઉ વર્ષ 1966માં પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયી (Atal Bihari Vajpayee)એ આ સીટ પરથી જીત મેળવી હતી. વર્ષ 1998, 1999, 2004, 2009 અને 2014ની આ પાંચ ચૂંટણીમાં લાલ કૃષ્ણ અડવાણી (Lal Krishna Advani) એ જીત મેળવી હતી. વર્ષ 1984માં કોંગ્રેસના જી. આઈ. પટેલે આ સીટ પરથી જીત મેળવી હતી. ત્યારબાદથી કોંગ્રેસે આ સીટ પરથી એક પણ વાર જીત મેળવી નથી.
  Published by:Samrat Bauddh
  First published:

  Tags: Gujarat Assembly Election 2022, Gujarat Elections

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन